ભાષા પ્રયોગશાળા એટલે શું ?What is a language laboratory?
પ્રસ્તાવના
ભાષા એ પ્રત્યાયનનું માધ્યમ છે.
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે પોતાના વિચારોનો વિનિમય કરવા ભાષા જરૂરી બને છે. અન્ય ભાષા
બોલાતી હોય તેવા સ્થળે વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે પ્રત્યાયન માટે ત્યાંની ભાષા
જાણવી જરૂરી બને છે. પણ શુદ્ધોચ્ચાર સાથેની ભાષા બોલવા માટે અને ભાષામાં વિશેષ
પ્રકારના સંશોધનો કરવા માટે ભાષા પ્રયોગશાળા ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે.
અર્થ
ભાષાના અધ્યયન માટે સાધન સજ્જ ખંડમાં જેમાં
ટેપરેકોર્ડર, ઇયરફોન, હેડફોન, માઇક્રોફોન
વગેરે સાધનોનો વ્યક્તિગત કે સામૂહિક ઉપયોગ માટે રાખવામાં આવેલા હોય છે તેને ભાષા
પ્રયોગશાળા કહેવામાં આવે છે.
સ્વરૂપ
ભાષા પ્રયોગશાળામાં દરેક અધ્યેતાને અલગ-અલગ
બેસવાની વ્યવસ્થા હોય છે. તેને બૂથ કહેવામાં આવે છે. દરેક બૂથમાં આધ્યેતાના અધ્યયનકાર્ય
માટે ટેપરેકોર્ડર, પ્લેઈંગ સાધન, હેડફોન, ઇયરફોન, માઇક્રોફોન
હોય છે.
શિક્ષક બેસવાની અલગ કેબિન હોય છે. જયાંથી તે
સમગ્ર વર્ગનું નિયમન કરે છે. શિક્ષક દરેક અધ્યેતા પોતાના બૂથમાં શું કરે છે, શું
સાંભળે છે તેનું ધ્યાન પોતાની કેબિનમાંથી અધ્યેતાને ખલેલ પહોંચાડ્યા સિવાય કરી શકે
છે, તેમજ જરૂર પડ્યે તેને સૂચનો આપી શકે છે.
શિક્ષકની કેબિનમાં પણ ટેપરેકોર્ડરો, માસ્ટર
ટેપ, ઇન્ટરકોમ જેવા જરૂરી સાધનોની સગવડ હોય છે. દરેક
બૂથ વાતાનુકૂલિત અને ધ્વનિરોધ હોય છે. બૂથની સંખ્યા, વિદ્યાર્થીની
સંખ્યા, તાસની સંખ્યા અને સમયસર આધારિત હોય છે.
ભાષા પ્રયોગશાળાનું મહત્ત્વ
ભાષા-પ્રયોગશાળાનું મહત્ત્વ નીચે મુજબ દર્શાવી શકાય.
- ભાષાના કૌશલ્યો વૈજ્ઞાનિક ઢબે શીખવી શકાય છે.
- વ્યક્તિગત ભિન્નતા અનુસાર શિક્ષણની વ્યવસ્થા કરી શકાય છે. વિદ્યાર્થી પોતાની ઝડપે અધ્યયન કરી શકે છે.
- જરૂરિયાત મુજબ પુનરાવર્તન કે મહાવરો કરવાની તક મળી રહે છે. અધ્યેતાને શૈક્ષણિક સામગ્રી પસંદ કરવાની તક મળી રહે છે.
- ભાષા પર પ્રભુત્વ મેળવવા માટેના પ્રયત્નો અસરકારક રીતે કરી શકાય છે.
- ઉચ્ચારણો સુધરતાં કથન કૌશલ્ય વધુ સારી રીતે કેળવાય છે.
- અસરકારક પ્રત્યાયન કરવાનું કૌશલ્ય વિકસાવી શકાય છે.
ભાષા પ્રયોગશાળાના પ્રકારો
મુખ્ય બે પ્રકારો પાડી શકાય છે
- (1) શૈક્ષણિક ભાષા પ્રયોગશાળા,
- (2) સંશોધનાત્મક ભાષા પ્રયોગશાળા.
(1) શૈક્ષણિક ભાષા પ્રયોગશાળા :
શૈક્ષણિક ભાષા પ્રયોગશાળામાં બે વિભાગ હોય છે.
ધ્વનિવિજ્ઞાન પ્રયોગશાળા : ધ્વનિનું શિક્ષણ આપવાની વ્યવસ્થા અહીં હોય છે. તે માટે સિનેમા, સ્લાઈડ, એક્સરે અને પ્લેટો ગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે.
શ્રાવ્ય દશ્ય પ્રયોગશાળા : આ પ્રયોગશાળામાં પ્રોયણીય અને અપ્રક્ષેયણીય સામગ્રી હોય છે. પ્રક્ષેયણીય સામગ્રી એટલે કે જેને યંત્રની મદદથી પડદા પર રજૂ કરી શકાય તેવી સામગ્રી. આ સામગ્રીને દશ્ય સામગ્રી પણ કહેવામાં આવે છે. અપક્ષેયણીય સામગ્રી એટલે જેને પડદા પર રજૂ ન કરી શકાય તેવી સામગ્રી. આ સામગ્રીમાં ફોટોગ્રાફ, ચિત્રો કે જે કાગળ ઉપર બનાવેલા હોય તેને બોર્ડ ઉપર પ્રદર્શિત કરી શકાય છે. તેનું પ્રક્ષેપણ થઈ શકતું નથી. તે પણ દશ્ય સામગ્રી છે. આ ઉપરાંત શ્રાવ્ય સામગ્રી પણ હોય છે. જેવી કે રેકર્ડઝ, ઇયરફોન, ગ્રામોફોન અને રેકોર્ડિંગ કરવાની સામગ્રીનો સમાવેશ થાય છે. :
(2) સંશોધનાત્મક ભાષા પ્રયોગશાળા
આ પ્રયોગશાળામાં ભાષા અંગેનાં સંશોધનો માટેની સાધનસામગ્રી હોય છે. ભાષામાં થયેલા સંશોધનોની થીસીસ કે અહેવાલ પણ રાખવામાં આવે છે.
બૂથયુક્ત ભાષાપ્રયોગશાળા બે પ્રકારની હોય છે.
(1) પ્રસારણ ભાષા પ્રયોગશાળામાં આ
પ્રયોગશાળાના પ્રત્યેક બૂથમાં હેડફોન, માઈક્રોફોન
તથા પ્રિએમ્પ્લીફાયરની વ્યવસ્થા હોય છે. શિક્ષક દ્વારા અગાઉથી ટેપ કરેલી
ભાષાશિક્ષણની સામગ્રી વિદ્યાર્થી પોતાના બૂથમાં બેસી હેડફોનની મદદથી સાંભળી શકે
છે.:
(2) પુસ્તકાલય ભાષા પ્રયોગશાળા આ પ્રકારની ભાષા
પ્રયોગશાળામાં પ્રત્યેક બૂથમાં બે ચેનલવાળું ટેઈપરેકોર્ડર હોય છે. વિદ્યાર્થી પાસે
શિક્ષક દ્વારા ટેપ કરાયેલ સામગ્રી હોય છે. માસ્ટર ટેઈપની મદદથી તે સાંભળે છે, અને
પોતાની ટ્રેકમાં પોતાની સામગ્રી ટેઈપ કરે છે, ભૂંસે
છે, ફરી ટેઈપ કરે છે આ પ્રકારના ટેઈપ-રેકોર્ડર
ફેરો-ટ્યૂટર હોય છે.
ઉપસંહાર
ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટે બાળકોને જે
પ્રત્યક્ષ અનુભવની જરૂર રહે છે. તેમાં ભાષા પ્રયોગશાળાનો મૂલ્યવાન ફાળો છે. તેમ
છતાં આંગળીને વેઢે ગણાય તેટલી જ સંસ્થાઓમાં તેની વ્યવસ્થા છે.