ધોરણ - 8 ના માતૃભાષાના પાઠ્યપુસ્તકોની સમીક્ષા
Review of Class-8 Mother Tongue Textbooks
ધોરણ-8 પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર ગુજરાતી પાઠ્યપુસ્તક મૂલ્યાંકન
પ્રસ્તાવના : ધોરણ-8
ગુજરાતી પાઠ્યપુસ્તક પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બન્નેનું સંયુક્ત મૂલ્યાંકન કરવા
માટેની એક મહત્ત્વની અધ્યયન પ્રવિધિ છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકનો કાર્યક્ષમ રીતે
ઉપયોગ કરી શકે તે રીતે પાઠ્યપુસ્તકની સંરચના થયેલી હોવી જોઈએ. પાઠ્યપુસ્તકો અને
તેમાંનું વિષયવસ્તુનુ મૂલ્યાંકન બે રીતે કરી શકાય.
(અ) બાહ્ય લક્ષણોને આધારે (બ) આંતરિક લક્ષણોને આધારે
(અ) બાહ્ય લક્ષણોને આધારે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકનઃ
(1) મુખપૃષ્ઠ : ધોરણ-8
ગુજરાતી પાઠ્યપુસ્તક પ્રથમ સત્રના મુખપૃષ્ઠ પર તેમજ દ્વિતીય સત્રના મુખપૃષ્ઠ પર
વિષયવસ્તુ આધારિત પ્રતીકાત્મક ચિત્રોનું આલેખન કરવામાં આવેલું છે. જ્યારે પ્રથમ
સત્રના અંતિમ પૃષ્ઠ ૫૨ સરઘસનું ચિત્ર, જ્યારે
દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તક વિષયવસ્તુ આધારિત પ્રતીકાત્મક ચિત્ર આપેલ છે.
(2) પાનાની સંખ્યા : ધોરણ-8ના
ગુજરાતી પ્રથમ સત્ર પાઠ્યપુસ્તકના પાનાની કુલ સંખ્યા 60 છે, જ્યારે
દ્વિતીય સત્ર પાઠ્યપુસ્તકના પાનાની કુલ સંખ્યા 96
છે.
(3) કિંમત : ધોરણ-8
ગુજરાતી પ્રથમ સત્ર પાઠ્યપુસ્તકની કિંમત 19
રૂપિયા જ્યારે દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકની કિંમત 31
રૂપિયા છે, જે દરેક વર્ગના વિદ્યાર્થીઓને પરવડે
તેવી છે.
(4) કદ અને આકાર : ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ નિર્મિત
ધોરણ-8 પ્રથમ અને દ્વિતીય સત્ર પાઠ્યપુસ્તકનું કદ
પ્રમાણસ૨નું છે, જેનો વિદ્યાર્થીઓ સરળતાથી ઉપયોગ કરી
શકે તેવું છે.
(5) કાગળ : પાઠ્યપુસ્તકમાં વાપરવામાં આવેલ કાગળ
સફેદ રંગનો તેમજ ગુણવત્તાયુક્ત કહી શકાય તેવો છે, જે
કિંમતના પ્રમાણમાં યોગ્ય છે.
(6) છાપકામ : ધોરણ-8
ગુજરાતી પ્રથમ અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકનું પકામ
ચોકસાઈપૂર્વકનું કહી શકાય તેવું છે. વિશેષ વિષયવસ્તુની સાથોસાથ રંગીન ચિત્રો પણ
મુકવામાં આવ્યા હોવાથી વિયવનું આત્મસાત્
(7) બાંધણી : બાંધણી ટકાઉ, સાદી
છે.
(બ) આંતરિક લક્ષણોને આધારે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન
(1) વિષયવસ્તુની ગોઠવણી :ધોરણ 8 ગુજરાતી પાઠ્યપુસ્તક પ્રથમ સત્ર તથા વિડીય સંવર્મા વિષ્ણુની ગોઠવણી સરગવી કવિતાના આધારે કરવામાં આવી છે. જોકે તેમાં ગો તેમજ ૫ વિભાગ અલગ અલગ ન હોવાથી સંયુક્ત રીતે મૂકવામાં આવ્યા છે.
પથમ સત્રમાં પદ્ય વિભાગના 4
તેમજ બન્ને વિભાગમાં 5 અને ચિત્રપાઠ 1, જ્યારે
બીજા રાવના પાણપુસ્તકમાં પદ્મ વિભાગમાં સૉનેટ, ગઝલ, આખ્યાન, ગઘે
વિભાગમાં નવલકથા ખંડ, કુટિલપ્રથા, હાસ્યનિબંધ
વગેરે વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(2) વિષયવસ્તુનું સ્વરૂપ : ધોરણ-8
ગુજરાતી પાઠપુસ્તક બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. બાળકોની
વયકક્ષાને અનુરૂપ રસ-રુચિ કેળવાય તેવા સાહિત્ય સ્વરૂપોનું આલેખન થયેલ જોવા મળે છે.
જેમાં સાહિત્ય સ્વરૂપોનો પરિચય મળી રહે તે હેતુસર એકાંકી, નાટક, ચરિત્રલેખ, આખ્યાન, ગઝલ, નવલકથાખંડ
વગેરેનું નિરૂપણ થયેલું છે.
(3) વિષયવસ્તુની રજૂઆત : વિષવસ્તુની
રજૂઆત ઉચિત રીતે કરવામાં આવી છે. સાહિત્યકૃતિના કર્તાએ રચેલ રચનામાં કોઈ પણ ફેરફાર
કરવામાં આવેલ નથી અર્થાત્ વિશ્વસનીય, પ્રમાણભૂત
કહી શકાય તે પ્રકારનું છે.
પઘ-ગદ્ય વિભાગમાં સૌપ્રથમ કર્તાનું નામ, સમય, જન્મસ્થળ, ઉપનામ, કૃતિનો
સંક્ષિપ્ત પરિચય ત્યારબાદ વિષયવસ્તુ અને અંતમાં ટિપ્પણ, ભાષા-અભિવ્યક્તિ
વગેરેની રજૂઆત થયેલ છે.
(4) ભાષાશૈલી : વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ
સાહિત્યકૃતિઓ ધોરણ8ના બન્ને સત્રના પાઠ્યપુસ્તકમાં સમાવેશ
કરવામાં આવેલ હોવાથી પસંદ કરેલ તમામ કૃતિઓની ભાષા સરળ, રસપ્રદ
તેમજ આનંદ આપનારી બની રહે તેવી છે.
(5) મૂલ્યોનું અભિસ્થાપન : 1986ની
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉપક્રમે દરેક પાઠ્યપુસ્તક મૂલ્યશિક્ષણ આધારિત હોય છે. તે
પૈકી ધોરણ-8 બન્ને સત્રના પાઠ્યપુસ્તકમાં
સાહિત્યકૃતિ દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ મૂલ્યોનું સ્થાપન કરવાનો પ્રયાસ કરવામાં
આવ્યો છે. જેમાં ઇશ્વરીયભક્તિ, લોકશાહી મૂલ્ય, સામાજિક
મૂલ્યો વગેરેનો સમાવેશ થયો છે.
(6) અનુબંધ : અનુબંધ આધારિત જ્ઞાનથી વિદ્યાર્થીઓ
ઝડપથી વિષયવસ્તુ શીખે છે. તે મુજબ એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ રહેલો જોવા મળે
છે. ધોરણ-8 પ્રથમ સત્ર ગુજરાતી પાઠ્યપુસ્તકમાં
ગુજરાતીનો સામાજિક વિજ્ઞાન સાથે સવિશેષ અનુબંધ જોવા મળે છે.
ઉદા. :
દેશભક્ત જગરૂશા - ઈતિહાસ
એક મુલાકાત - નાગરિકશાસ્ત્ર
જ્યારે દ્વિતીય સત્ર પાઠ્યપુસ્તકમાં પણ
સામાજિક વિજ્ઞાન સાથેનો અનુબંધ જોવા મળે છે.
ઉદા. : અખંડ ભારતના શિલ્પી - ઈતિહાસ
સાથે અનુબંધ
(7) ચિત્રો : પાઠ્યપુસ્તકના બન્ને સત્રના પુસ્તકોમાં
વિષયવસ્તુ આધારિત ચિત્રો / પ્રતીકાત્મક ચિત્રોનું નિરૂપણ થયેલું છે.
(8) વ્યાકરણ : દરેક કૃતિના અંતે શબ્દસમજૂતી, રૂઢિપ્રયોગ, ભાષાસજ્જતા
વગેરે વ્યાકરણ- વિષયક વિષયવસ્તુ મૂકવામાં આવેલ છે.
(9) ટિપ્પણ : દરેક કૃતિના અંતમાં ટિપ્પણ આપવામાં
આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અપરિચિત શબ્દોથી
માહિતગાર થઈ શકે.
(10) સ્વાધ્યાય : દરેક પ્રકરણના અંતમાં વિષયવસ્તુ આધારિત
સ્વાધ્યાયકાર્યમાં નિબંધલક્ષી, ટૂંકજવાબી તેમજ હેતુલક્ષી પ્રશ્નો
સ્વાધ્યાયકાર્ય રૂપે આપવામાં આવ્યા છે, જેથી
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કાર્ય કરી શકાય.