Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

માતૃભાષાના સારા પાઠ્યપુસ્તકનાં લક્ષણો અને માતૃભાષાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન // Characteristics of a good mother-tongue textbook and evaluation of a mother-tongue textbook


માતૃભાષાના સારા પાઠ્યપુસ્તકનાં લક્ષણો અને માતૃભાષાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન

Characteristics of a good mother-tongue textbook and evaluation of a mother-tongue textbook


માતૃભાષાના સારા પાઠ્યપુસ્તકનાં લક્ષણો અને માતૃભાષાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન Characteristics of a good mother-tongue textbook and evaluation of a mother-tongue textbook

માતૃભાષાના સારા પાઠ્યપુસ્તકનાં લક્ષણો


માતૃભાષાના સારા પાઠ્યપુસ્તકમાં નીચે પ્રમાણેના લક્ષણો હોવાં જોઈએ.

  • પાઠ્યપુસ્તકમાં નિર્દિષ્ટ વિષયવસ્તુ વિદ્યાર્થીઓની માનસિક કક્ષા અને બુદ્ધિકક્ષાને ધ્યાનમાં રાખી વાચનસામગ્રીની પસંદગી કરવી જોઈએ.
  • પાઠ્યપુસ્તકની ભાષા સાદી, સરળ છતાં રોચક અને સ્પષ્ટ હોવી જોઈએ.
  • વિદ્યાર્થીના ક્રમિક વિકાસને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તકો પણ વિકાસના ક્રમમાં ગોઠવાયેલાં હોવા જોઈએ.
  • વિષયવસ્તુની રજૂઆતમાં વિષયમુદ્દાઓનો પરસ્પરનો ક્રમસંબંધ સચવાતો હોવો જોઈએ.
  • પાઠ્યપુસ્તકમાં રજૂ થયેલી વિગતો પ્રમાણભૂત હોવી જોઈએ.
  • ભાષાની દૃષ્ટિએ નીચલા ધોરણોનાં વિદ્યાર્થીઓને માટે પસંદ કરેલ કૃતિઓ સાદી, સરળ અને પ્રવાહી ભાષામાં હોય તો વિદ્યાર્થીને સમજવામાં સરળતા પડે છે.
  • લોકશાહી સમાજરચનાની દૃષ્ટિએ વિદ્યાર્થી સ્વતંત્ર રીતે વિચારતો થાય અને તે દિશામાં ચિંતન કરતો થાય તે હેતુને લક્ષમાં રાખીને પાઠ્યપુસ્તકની રચના થવી જોઈએ.
  • નીચલા ધોરણોનાં પાઠ્યપુસ્તકોમાં ચિત્રોને સ્થાન આપવું જોઈએ.
  • ઉપલાં ધોરણના પાઠ્યપુસ્તકોમાં કવિ કે લેખકનો પરિચય ઉપરાંત કૃતિનું હાર્દ સમજાવતી ટૂંકી નોંધ હોવી જોઈએ.
  • પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્યની કૃત્તિઓની પસંદગી એવી રીતે થવી જોઈએ કે વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેનો સ્વાનુભવ માણી શકે.
  • પાઠ્યપુસ્તકમાં તત્કાલિન નવા જ્ઞાનનો વિદ્યાર્થીઓને લાભ મળે તેવો પ્રબંધ થવો જોઈએ.
  • અન્ય વિષયોનો અનુબંધ સાધી શકાય તેવી કૃતિઓને પાઠ્યપુસ્તકમાં યોગ્ય સ્થાન હોવું જોઈએ.
  • ગદ્ય અને પદ્યનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ એ રીતે કરવો કે જેથી બંને પ્રકારના સાહિત્યના બધા જ પ્રકારને યોગ્ય સ્થાન પાઠ્યપુસ્તકમાં મળવું જોઈએ.
  • વિદ્યાર્થીઓની વિવિધ શક્તિઓ વિકસે, વ્યક્તિત્વનો વિકાસ થાય. તેઓની અભિવ્યક્તિની ખિલવણી થાય તેવી કૃતિઓનો સમાવેશ કરવો જોઈએ.
  • પાઠ્યપુસ્તકમાં દરેક પાઠને અંતે અઘરા શબ્દોના અર્થ, વ્યાકરણવિષયક માહિતી અને જરૂરી નોંધ હોવી જોઈએ
  • પદ્ય વિભાગમાં કાવ્ય અંગે પણ જરૂરી ટિપ્પણ-નોંધ આપવી અનિવાર્ય છે.
  • વિવિધલક્ષી અને સર્જનાત્મક સ્વાધ્યાયને દરેક પાઠના અંતે સ્થાન આપવું જોઈએ
  • સ્વાધ્યાયને અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષક માટેનું વિશેષ વાચન અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવો પ્રબંધ અત્યંત આવકારદાયક છે.
  • વિદ્યાર્થીઓ સંવાદ રચી શકે, નાટકો ભજવી શકે, ચર્ચા કરી શકે, વક્તૃત્વની શક્તિ ખીલવી શકે, તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેવા પ્રકારની વિષયવસ્તુ પસંદગીને પુસ્તકમાં સ્થાન આપવું જોઈએ.
  • વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક દૃષ્ટિકોણનો વિકાસ થાય તેવી કૃતિઓને સ્થાન આપવું જોઈએ.
  • શ્રમનું ગૌરવ, સંઘભાવના અને ક્રિયાત્મક જીવનની ભાવના અને પ્રેમ વિકસાવે તેવી કૃતિઓનો સમાવેશ કરવો જોઈએ.
  • પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓના ચારિત્ર્યઘડતર કરે તેવી વિષયસામગ્રીને સ્થાન આપવું જોઈએ.
  • આપણી સંસ્કૃતિનો વારસો વિદ્યાર્થીઓ સારી રીતે જાણે, તેમનામાં સ્વદેશભક્તિની ભાવના જાગૃત થાય, ત્યાગ અને બલિદાનની ભાવના વિકસે તથા મન અને હૃદયની કેળવણીનો સુમેળ સધાય તેવી કૃતિઓ ઠ્યપુસ્ત હોવી જોઈએ.
  • વિદ્યાર્થીઓમાં આત્મશ્રદ્ધા પ્રગટે તેવી કૃતિઓને સ્થાન આપવું જોઈએ.
  • પાઠ્યપુસ્તકમાં સમકાલીન ઘટનાઓની માહિતી તેમાં સમાવવી જોઈએ.
  • વિદ્યાર્થીઓ એટલે રાષ્ટ્ર, રાષ્ટ્રને જરૂર છે સંઘજીવનની, રાષ્ટ્રને જરૂર છે ક્રિયાત્મક જીવનની અને રાષ્ટ્રને જરૂર છે શ્રમના ગૌરવની, એ વિચાર, એ ભાવના અને એ પ્રેમને પાઠ્યપુસ્તકમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ.
  • પાઠ્યપુસ્તકમાં પૂરતાં પ્રમાણમાં સ્વાધ્યાય પ્રશ્નો અને શબ્દનોંધ ઉપરાંત સંદર્ભસૂચિ પણ સમાવિષ્ટ હોય તે આવશ્યક છે.

આમ માતૃભાષા શિક્ષણમાં અભ્યાસક્રમને વફાદાર રહી પાઠ્યપુસ્તકની રચના કરવી જોઈએ. ટૂંકમાં, પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં રાહબર બની અભ્યાસનું મહત્ત્વનું સાધન બનવું જોઈએ.


માતૃભાષાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન

પાઠ્યપુસ્તક શૈક્ષણિક હેતુઓની પૂર્તિ કરનારું એક અગત્યની અધ્યયન પ્રવિધિ છે. વિદ્યાર્થીઓ તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકે તે માટે તે ઉત્તમ રીતે લખાયું હોવું જોઈએ. ઘણીવાર પાઠ્યપુસ્તક યોગ્ય રીતે લખાયું નથી એવી ફરિયાદો થતી જોવા મળે છે. આવી ફરિયાદોમાં કેટલાક અંશે સત્ય રહેલું છે તે ખરેખર તો એક સંશોધન માગી લે તેવો વિષય છે. કોઈપણ સમસ્યા વિશે માત્ર ઉત્કલ્પનાઓ કરવાથી તે વિશેનું સત્ય ભાન થતું હોતું નથી. તેના દ્વારા થતું મૂલ્યાંકન સાચું માની શકાય નહિ. પાઠ્યપુસ્તકને લાગે વળગે ત્યાં સુધી પાઠ્યપુસ્તકના મૂલ્યાંકન માટે કેટલાક ચોક્કસ માપદંડોની આવશ્યકતા છે. આ માટે નીચેના જેવા માપદંડોના આધારે માતૃભાષાના વિવિધ પાઠ્યપુસ્તકો અને તેમાનું વિવિધ વિષયવસ્તુનું મૂલ્યાંકન થઈ શકે.




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏