સહઅભ્યાસ પ્રવૃત્તિઓ
Co-curricular activities
પ્રસ્તાવના
રમતાં રમતાં મેળવેલ જ્ઞાનનો ભાર લાગતો નથી. રમત સાથે જ્ઞાન મેળવવામાં આવે ત્યારે તે આનંદ તો આપે જ છે સાથે પ્રેરણા પણ આપે છે. જ્ઞાન મેળવવાનો બહાર લાગતો નથી અને સરળ બની જાય છે. માટે કોઈપણ વિષયમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન પૂરાં પાડવા જોઈએ. અધ્યયન-અધ્યાપનના નૂતન પ્રવાહોમાં ભાષિક રમતોનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. તેમાંની કેટલીક રમતો નીચે રજૂ કરેલ છે.(1) પ્રશ્ન મંજૂષા (પ્રશ્ન પેટી) :
ભાષાશિક્ષણનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભાષાના અનુયોગનો મહાવરો થાય તેમાં સમાયેલો છે. વિદ્યાર્થીઓને સીધા પ્રશ્નો પૂછવામાં આવે તો સંકોચને કારણે તે વ્યાવહારિક બનતું નથી. વર્ગશિક્ષણમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થીઓ જવાબ આપે તે સામાન્ય છે પરંતુ જો વિદ્યાર્થીઓને કોઈ એકમના પ્રશ્નો કોઈ પેટીમાંથી બૅટરી દ્વારા કઢાવી તેનો જવાબ આપવાનું કહેવામાં આવે તો જિજ્ઞાસા અને બધાંને પ્રશ્નોની સરળ તક મળી રહેતી હોવાના કારણે વર્ગશિક્ષણ આનંદદાયક બને છે. પ્રશ્ન મંજૂષા ઘણી બધી રીતે પ્રયોજી શકાય તેની સામાન્ય બાબતો દર્શાવ્યા મુજબની છે.- કોઈપણ એકમને અનેક પ્રશ્નોમાં વહેંચી તેને એક પેટીમાં રાખવામાં આવે છે.
- વિદ્યાર્થીઓ લોટરી દ્વારા એક પછી એક પ્રશ્નો કાઢે છે અને તેના જવાબો આપે છે.
- વિદ્યાર્થીઓ પાસેથી પ્રશ્નો મંગાવી, શિક્ષક પણ પ્રશ્નપેટીમાંથી પ્રશ્નો એક પછી એક કાઢી જવાબ આપે તો પણ અસરકારકતા જળવાય છે
- પ્રશ્નપેટીમાં સામાન્ય જ્ઞાનની બાબતો સમાવવામાં આવે તો પ્રવૃત્તિ વધુ રસપ્રદ બને છે.
(2) ઉખાણાં :
ભાષા શિક્ષણમાં ઉખાણાં વર્ષોથી પ્રચલિત છે. દાદીમાની વાર્તા અને ઉખાણાં ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ જોવા મળે છે. ઉખાણાં મનોવૈજ્ઞાનિક છે. માનવ મગજમાં થતી માહિતીની પ્રક્રિયાને વેગીલી બનાવવા માટે તે ખૂબ ઉપયોગી છે. ઉખાણાં એક પ્રકારની માનસિક કવાયત છે અને તેમાં વિદ્યાર્થીના મગજમાં અનેક પ્રકારની વૈચારિક ક્રિયાઓ એક સામટી થતી હોય છે. તેમાં પ્રત્યભિજ્ઞા, વિચાર, સરખામણી, તરાવણી વિગેરે મુખ્ય છે. વિદ્યાર્થીઓમાં પ્રિય એવી આ રમત સાદી, સરળ અને સમસ્યા ઉકેલ તરફની હોય તો તે અસરકારક બને છે. મગજને કાટ પડે તેવા ઉખાણાં વિદ્યાર્થીઓને નીરસ બનાવે છે. તેથી શિક્ષકે એવાં ઉખાણાં પ્રયોજવા જોઈએ જેથી સમગ્ર પ્રક્રિયા રસપ્રદ બને.(3) સ્થળ મુલાકાત :
પ્રાચીન કે અર્વાચીન સ્થળોની મુલાકાત પણ અસરકારક અધ્યયન છે. સમુદ્રનું વર્ણન વર્ગ સમક્ષ કરવું તે દ્વિતીય કક્ષાનો અનુભવ છે જ્યારે વિદ્યાર્થી પોતાની સંવેદનાઓ દ્વારા સ્થળને માણે તે પ્રાથમિક અનુભવ છે. ભાષાશિક્ષણમાં પ્રવાસ અને વર્ણન સમાયેલાં છે. વિદ્યાર્થીઓ પ્રથમદર્શી બને, સ્થળની મુલાકાત લે અને તેનું વર્ણન કરે તે વધુ અસરકારક બને છે. આમ સ્થળ મુલાકાત પણ એક ભાષાનું સામર્થ્ય વિકસાવતું પરિબળ છે.(4) પ્રવાસ :
પૃથ્વી તેના અફાટ સૌંદર્યને કારણે તેના જુદા જુદા ફલક પર અવિસ્મરણીય, અદ્વિતીય દૃશ્યો રચે છે. માનવ આ દશ્યોને પામવા માટે સતત પ્રવાસ કરતો હોય છે. પહાડની પાછળ છુપાતો સૂર્ય, સાગરમાં ડૂબતો સૂર્ય, બપોરે બળબળતો સૂર્ય અને કંઈક એવું શીતળ ચંદ્ર માટે, મનુષ્ય પ્રકૃતિમાંથી કંઈ ને કંઈ પામતો રહ્યો છે. આમ પૃથ્વી પરના જુદા જુદા સ્થળોની મુલાકાત લેવા માટે પ્રવાસ કરવો પડે છે. વિદ્યાર્થીઓ આવા સ્થળોની મુલાકાત લે પ્રકૃતિનું સાંનિધ્ય જાણે તે પ્રવાસનો હેતુ છે. આમ વિદ્યાર્થીઓ પ્રવાસ દ્વારા કંઈક નવું શીખે છે અને ભાષાપ્રચુર બને છે.અન્ય કેટલીક સહ અભ્યાસ પ્રવૃત્તિઓ
(5) વિદ્યાર્થીઓને જૂથમાં લખવાનું આપો.
વિદ્યાર્થીના ત્રણ-ચારની સંખ્યામાં જૂથ પાડો. જૂથમાં વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તેનો ખ્યાલ રાખો. હવે વિદ્યાર્થીઓને ઉમર કે રસને આધારે કોઈ ચોક્કસ વિષય આપો. જૂથમાં ચર્ચા કરતા કરતા લખવાનું જણાવો. જેમાં ભાષાકીય બાબતો જેવી કે, શબ્દોની પસંદગી, ક્રમિકતા, વિષયવસ્તુની વિવિધતા વગેરેનો સમાવેશ કરે. ચોક્કસ સમય આપો. જેમકે, 20 મિનિટ 25 મિનિટ. ત્યારબાદ દરેકના લખાણને વર્ગ સમક્ષ વંચાવો. સૌથી સારું લખાણ હોય તે ટીમને વિજેતા જાહેર કરી પ્રોત્સાહન આપો. આ લખાણને વર્ગમાં બુલેટીન બોર્ડ પર પણ મૂકી શકાય.નીચેના જેવા વિષય આપી શકાય.
મારી શાળા, છેલ્લે રમાયેલ ક્રિકેટ મેચ, રાજ્યમાં કે દેશમાં બનેલી કોઈ ઘટના, છેલ્લે ઉજવવામાં આવેલ તહેવાર, કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ દશ્ય
નીપજ : વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્ય અને તર્કનો વિકાસ થાય. જૂથમાં પોતાના વિચારો રજૂ કરી શકે અને અન્યના વિચારોને સ્વીકારતા શીખે.
(6) શિક્ષક વર્ગમાં જાય ત્યારે પોતાની સાથે સમાચારપત્રનું કોઈ ચોક્કસ પેજ લઈને જશે. જેમાં આપેલી માહિતી વિદ્યાર્થીને સાંભળવી કે જાણવી ગમે. વર્ગમાં ગયા પછી કોઈ ચોક્કસ વિદ્યાર્થી પાસે તે માહિતી વર્ગ સમક્ષ મોટેથી વંચાવો. જે તે માહિતી વાંચી રહ્યા પછી વિદ્યાર્થીઓને પૂછો કે શું ગમ્યું ? ત્યારબાદ જે તે વિષય પર વિદ્યાર્થીના વિચારો જાણી શકાય. સાથે જે તે વિષય પર ચર્ચા પણ કરી શકાય.
નીપજ : વિદ્યાર્થીઓને નવું જાણવા મળે, નવી બાબતો અંગે પોતાના વિચારો રજુ કરે. સંદર્ભ પુસ્તકો કે સામયિકો વાંચવા માટેની પ્રેરણા મળે. શ્રવણ અને કથન કૌશલ્ય વિકશે.
(7) વિદ્યાર્થીને થયેલ કોઈ અનુભવનું વર્ણન કરવાનું કહો. કોઈ તહેવાર આવ્યો હોય, લગ્નપ્રસંગ ઉજવ્યો હોય, કોઈ રમતમાં ભાગ લીધો હોય, ઇનામ મળ્યું હોય, કોઈ હરીફાઈમાં ભાગ લીધો હોય, પ્રવાસમાં ગયો હોય, શાળા, સોસાયટી કે સમાજની કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય, ખૂબ જ વરસાદ પડ્યો હોય અને પોતે મુશ્કેલીમાં મૂકાયો હોય કે અન્યને મદદ કરી હોય વગેરેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને થયેલ અનુભવનું વર્ણન કરાવો. વિદ્યાર્થી વર્ણન કરતો હોય ત્યારે તેની રજૂઆત કરવાની ઢબ- શૈલી, ઉપયોગમાં લીધેલા શબ્દો કે વાક્યો ૫૨ ધ્યાન આપો. રજૂઆત કરતી વખતે કોઈ ચોક્કસ બાબત રહી જાય તો તે તરફ તેનું ધ્યાન દોરશે.
નીપજ : વિદ્યાર્થીમાં વર્ણનકળા ખીલે, પોતાના વિચારો સમૂહમાં ક્રમિક રીતે રજૂ કરી શકે. મૌખિક વર્ણનશૈલી વિકસે.
(8) શિક્ષક વર્ગમાં જઈને વિદ્યાર્થીને પૂછશે કે છેલ્લા અઠવાડિયામાં તમે એવું કયું દ્રશ્ય જોયું હતું કે જે તમને ગમ્યું હોય અથવા ના ગમ્યું હોય. અહી ગમવા કે ના ગમવા પાછળના કારણો પણ શિક્ષક પૂછશે. સાથે તે દ્રશ્ય જોતો હતો ત્યારે તેને શું અનુભૂતિ થતી હતી તે પણ પૂછો. ઉપરાંત તે દ્રશ્ય કેવી રીતે બની રહ્યું હતું ? એટલે કે જે તે ઘટના કેવી રીતે સર્જાઈ · ઘટના વખતે શું શું બનતું હતું તે પણ પૂછો. ઘટના બની હતી તેની આસપાસ શું હતું અથવા તો કેવી રીતે ઘટના બનતી હતી તે પણ પૂછો અથવા તો તેને જણાવો કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરે. વિદ્યાર્થીએ તે ઘટનામાંથી કોઈ બોધ લીધો? તે ઘટના વિશેની ચર્ચા ઘરમાં કે મિત્રો સાથે કરી ? વગરે જેવા પ્રશ્નો પૂછી શકાય.
ઉપરોક્ત બાબતને મૌખિક ન પૂછાતા વિદ્યાર્થીને લખવા પણ આપી શકાય.
નીપજ : વિદ્યાર્થીમાં જોયેલી કે અમાાવેલી ઘટનાનું આબેહૂબ વર્ણ કરતા શીખે. શબ્દભંડોળ વિકસે. વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિનો વિકાસ થાય. રજૂઆતની શૈલીમાં સુધારો કરે.
(9) વિદ્યાર્થીએ શાળા કે સમાજમાં અનુભવેલી, જોએલી કે સાંભળેલી કોઈ ઘટના કે દ્રશ્યને શિક્ષક અવ્યવસ્થિત ક્રમમાં રજૂ કરશે. અથવા તો તેના મુદ્દા કા.પા. પર લખશે. ત્યારબાદ વિદ્યાર્થીને જણાવશે કે આ ઘટનાના દ્રશ્યો કે વાક્યો આડાઅવળા ક્રમમાં છે. તેને ક્રમિક રીતે યોગ્ય ક્રમમાં ગોઠવો. શાળા કે ઘરમાં બનતી વિવિધ ઘટનાઓ લઇ શકાય. ઉપરાંત કોઈ પ્રવૃત્તિ પણ લઇ શકાય. અભ્યાસને લગતી કે અભ્યાસેતર. જેમ કે, રસોઈ બનાવતી વખતે રોટલીનો લોટ બાંધવો. તો પહેલા શું કરવું જોઈએ. ઐતિહાસિક ઘટનાઓ. ખેડૂત ખેતરમાં અનાજ ઉગાડવા માટે જે પ્રવૃત્તિ કે કામ કરે છે તે, ઘ૨ ચણાતું હોય, ડોક્ટર દર્દીની સારવાર કરતા હોય વગેરે જેવી બાબતો લઈને વિદ્યાર્થીને પૂછી શકાય કે જે તે બાબતમાં ક્રમશઃ શું કરવામાં આવે છે.
નીપજ : તાર્કિક અને ક્રમિક રજૂઆત કરતા શીખે. બનેલી ઘટનાને સારી રીતે સમજે અને ઘટના બનવા પાછળના કારણો પણ સમજે.
(10) અત્યારના મોબાઈલ યુગમાં દરેક શિક્ષક પાસે સ્માર્ટફોન જોવા મળે છે. ત્યારે શિક્ષક વર્ગમાં જઈને ઈન્ટરનેટના માધ્યમથી યુ-ટ્યુબ પરથી વિવિધ બાબતો વિદ્યાર્થીને સંભળાવી શકે અથવા તો દેખાડી શકે. જેમકે, કોઈ બનેલી ઘટના, કોઈ નામાંકિત વ્યક્તિની કળા ગાવું, વગાડવું, અભિનય, વ્યાખ્યાન વગેરે. ઉપરાંત હાસ્ય, રસોઈ બનાવવી, જાદુના પ્રયોગો, શૈક્ષણિક મુદ્દાને લગતી રજૂઆત. પાઠ્યપુસ્તકમાં આપેલ કોઈ મુદ્દાને સંબંધિત વીડીયો કલીપ વગેરે. યુ-ટ્યુબ પર હજારો નહિ પણ લાખોની સંખ્યામાં એવી વિડિયો કલીપ જોવા મળશે કે જેમાં વિદ્યાર્થીને જ્ઞાન પણ મળશે અને મજા પણ આવશે. -
નીપજઃ વિડિયો જોઇને પ્રાપ્ત કરેલ જ્ઞાન લાંબો સમય સુધી યાદ રહેશે. 100 સામાન્ય જ્ઞાનમાં વધારો થાય. ભણતરનો ભાર ઘટે,આનંદ સાથે જ્ઞાન મેળવે.
(11) શિક્ષક વિદ્યાર્થીને જણાવશે કે, આજે તમે તમારા ઘેરથી શાળાએ આવતા NEW www. હતા, ત્યારે રતામાં જે જે દ્રશ્ય જોયા હોય તેવા પાંચ દ્રશ્યોનું વર્ણ કરો લખો. વિદ્યાર્થી વર્ણન કરે ત્યારે સમય, વસ્તુ કે પાત્રનું વર્ણન વિશેષતા ક્રમિકતા વિશિષ્ટ શબ્દો – વાક્યો/ અલંકાર હાવભાવ આરોહઅવરોહ વગેરેનો ઉપયોગ કરીને બોલવા/લખવાનું જણાવશે.
નીપજ : પોતાના વિચારો કે અનુભવોની લેખિત અભિવ્યક્તિ કરતા શીખે. લેખન કે કથાન કૌશલ્યનો વિકાસ થાય. વર્ણન કળા વિકશે.
(12) શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને સૂચના આપશે કે, આજે આપણે કોઈ એક વાર્તા બનાવીશું. જેમાં દરેક વિદ્યાર્થીએ સહયોગ આપવાનો છે. જેમાં શિક્ષક સૌ પ્રથમ એક વાક્ય બોલશે. ત્યારબાદ દરેક વિદ્યાર્થી તેમાં એક વાક્ય ઉમેરશે. વાક્ય એવા ઉમેરવાના કે જે વાર્તા આગળ વધારવામાં ઉપયોગી થઇ શકે. વર્ગના બધા વિદ્યાર્થી એક એક વાક્ય ઉમેરશે. તે પછી વાર્તાને હજુ આગળ વધારવા બીજો રાઉન્ડ શરૂ કરી શકાય. અંતે, શિક્ષક બધા જ વિદ્યાર્થીને જે તે વાર્તા લખવાનું જણાવશે અથવા તો ચોક્કસ વિદ્યાર્થી પાસે તે વાર્તા આખી એક સાથે બોલી જવાનું કહેશે. બોલનાર વિદ્યાર્થી ક્યાય ભૂલ કરે તો અન્ય વિદ્યાર્થી તેની ભૂલ સુધારવામાં મદદરૂપ થશે.
નીપજઃ સર્જનાત્મક વિચારી શકે, લખી શકે. વર્ણન શક્તિનો વિકાસ થાય. આપમેળે પોતાના વિચારો દ્વારા સાહિત્ય સર્જન કરતા શીખે.
(13) સમાચારપત્રો કે સામયિકોમાં શબ્દ રમત માટેના કોઠા આવે છે. જેમાં ઊભી અને આડી હરોળમાં આપેલી હિંટ પ્રમાણે શબ્દો પૂરા કરવાના હોય છે. શિક્ષક વર્ગમાં જાય ત્યારે સમાચારપત્ર કે જેમાં આવો કોઠો આપેલો હોય તે લઈને જશે. વર્ગમાં જઈને પેલો કોઠો કા.પા. પર દોરશે. ત્યારબાદ જે ચાવીઓ કે હિંટ આપેલી છે તે વિદ્યાર્થીઓને
જણાવશે અને વિદ્યાર્થીઓની મદદ વડે તે કોઠો પૂરશે. (શિક્ષક જાતે પણ કોઠા બનાવી શકે- આ માટે જોડણી કોશનો ઉપયોગ કરવાથી ખૂબ જ સરળતા રહેશે)
નીપજઃ ૨મતમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવેશે. શબ્દભંડોળ ખૂબ જ વિકસશે. શબ્દોના પર્યાય કે વિરોધી શબ્દો જાણશે. શબ્દોના અર્થ જાણશે.
(14) વિદ્યાર્થીઓને શિક્ષક 30-60 સેકન્ડ જેટલો સમય આપશે. આ સમયમાં વિદ્યાર્થી એ વધુમાં વધુ જુદા જુદા શબ્દો કે નામ અટક્યા વિના બોલવાના છે. વિદ્યાર્થી જયારે અટકી જાય ત્યારે તેને આઉટ જાહેર કરવો. સૌથી વધુ શબ્દો કે લાંબો સમય બોલનાર વિદ્યાર્થીને જીતેલો જાહેર કરવો. ત્રણ તાલીનું માન આપી પ્રોત્સાહિત કરવો.
નીપજઃ યાદશક્તિ વધે, શબ્દભંડોળ વધે. પોતાના મગજમાં જે પડેલું છે તેને બહાર કાઢે.
(15) વિદ્યાર્થીઓને શિક્ષક 30 સેકન્ડ જેટલો સમય આપશે. આ સમયમાં વિદ્યાર્થી એ વધુમાં વધુ જુદા જુદા શબ્દો અટક્યા વિના બોલવાના છે. પણ શરત એવી હશે કે, શિક્ષક જે અક્ષર જણાવે તે અક્ષરનો ઉપયોગ વિદ્યાર્થીએ કરવાનો નથી. વિદ્યાર્થી જયારે અટકી જાય ત્યારે તેને આઉટ જાહેર કરવો. સૌથી વધુ શબ્દો કે લાંબો સમય બોલનાર વિદ્યાર્થીને જીતેલો જાહેર કરવો. ત્રણ તાલીનું માન આપી પ્રોત્સાહિત કરવો. પ્રવૃત્તિઃ શિક્ષક ‘મ’ અક્ષર આપે તો વિદ્યાર્થીએ એવા શબ્દો કે નામ બોલવાના છે કે જેમાં ‘મ’ અક્ષર આવતો નાં હોય. જેમકે, વસુધા, ટેબલ, હરેશ, બારણું, પેન્સિલ, શોભાયાત્રા, વગેરે, પણ જો વિદ્યાર્થી ‘રમત’ શબ્દ બોલે તો તે આઉટ ગણાશે. કારણ કે તેમાં ‘મ’ અક્ષર આવે છે.
નીપજઃ યાદશક્તિ વધે, શબ્દભંડોળ વધે. પોતાના મગજમાં જે પડેલું છે તેને બહાર કાઢે. ઝડપી વિચાર કરતા શીખે.
(16) વિદ્યાર્થીઓને ત્રણ નામ કહેવાનું જણાવો. આ ત્રણ નામનો ક્રમ આપવો જેમકે, શહેર, લાકડાની બનેલી વસ્તુ, રસોડામાં ઉપયોગ થતો હોય તે. અથવા પક્ષી, ખાવાની વસ્તુ, શહેરનું નામ. ટૂંકમાં શિક્ષક ચોક્કસ બાબતો જે ક્રમમાં જણાવી હતી તે જ ક્રમમાં વિદ્યાર્થીએ શબ્દો કે નામ બોલવાના રહેશે. આ માટે શિક્ષક 30-40 સેકન્ડ જેટલો સમય આપશે. જેમાં વધુમાં વધુ શબ્દો બોલવાના છે. વિદ્યાર્થી ખોટા શબ્દનો ઉપયોગ કરે કે બોલતા બોલતા અટકી જાય તો તેને આઉટ જાહેર કરવો. આ પ્રવૃત્તિને વધુ અઘરી બનાવવા વિદ્યાર્થીઓને ઉપર જેમ ત્રણ નામ પૂછ્યા તેના બદલે ચાર કે પાંચ નામ ચોક્કસ ક્રમમાં પૂછી શકાય.
નીપજ: યાદશક્તિ વધે, શબ્દભંડોળ વધે. પોતાના મગજમાં જે પડેલું છે તેને બહાર કાઢે. ઝડપી વિચાર કરતા શીખે
(17) શિક્ષક કા.પા. પર ત્રણ શબ્દોનું જૂથ લખશે. જેમાં એક શબ્દ બાકીના બે શબ્દોથી કોઈ ચોક્કસ બાબતે અલગ પડતો હશે. જેમકે, બ્રેક, બોક્સ, ચેઈન... આ શબ્દોમાં ‘બોક્સ’ શબ્દ અલગ પડે છે. કારણ કે બાકીના બે શબ્દો સાયકલ કે બાઈકની વસ્તુ છે. ખુરશી, બેંચ, પંખો. અહી ત્રણ વસ્તુમાં ‘પંખો’ અલગ પડે છે. કારણ કે બાકીની બે વસ્તુ લાકડામાંથી બની છે. એ જ રીતે ટ્યુબલાઈટ, પંખો અને બેંચ. તો ‘બેંચ ‘ અલગ પડશે. કારણ કે બાકીની બે વસ્તુ ઈલેક્ટ્રીકથી ચાલતી વસ્તુઓ છે.
નીપજ : વિદ્યાર્થીઓ વિશ્લેષણ અને સંશ્લેષણ કરતા શીખે. જુદી જુદી બાબતો વચ્ચે રહેલો સબંધ શોધે.
(18) શિક્ષક વર્ગમાં જઈને વિદ્યાર્થીને પૂછશે કે તમે વાંચેલા પાંચ પુસ્તકના નામ આપો. જે વિદ્યાર્થીનું વાંચન ઓછું હશે તે વિચારમાં પડી જશે. લાંબા સમય પહેલા વાંચેલા પુસ્તકને યાદ કરશે. અંતે તેને તેના આ વર્તન માટે અફસોસ થશે. તેને વાંચવાની ઈચ્છા થશે અને ભવિષ્યમાં તે વાંચતો થશે.
પુસ્તકના નામ પૂછીને શિક્ષક કેટલાક વિદ્યાર્થીને પૂછશે કે તે પુસ્તકમાં શી માહિતી હતી? કોણે લખેલું હતું? તે પુસ્તક તેમને ગમ્યું હતું કે નહોતું ગમ્યું ? શા માટે ? વગેરે
ઉપરોક્ત રીતે જ પુસ્તકના બદલે મેગેઝીન વિષે પણ પૂછી શકાય.
નીપજ : વિદ્યાર્થીઓમાં વાંચન રસ કેળવી શકાય. વિદ્યાર્થીઓને વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકાય. તેમનું વાંચન કૌશલ્ય વિકશે.. વિવિધ પુસ્તકો કે સામયિકોથઈ વિદ્યાર્થીઓ પરિચિત થાય. વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં જવા માટે પ્રેરિત થાય.
(19) શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને જે તે દિવસના સમાચારપત્રમાં છપાયેલ સમાચાર કે અન્ય કટાર વિષે પૂછશે. જેમકે, આજે સમાચારપત્રમાં કઈ કઈ હેડલાઈન છે ? રાજ્યના સમાચાર, દેશના કે વિદેશના સમાચાર, તે જ રીતે શૈક્ષણિક, રમતગમતના સમાચાર. કોઈ ચોક્કસ ઘટના વિશેના સમાચા૨ પૂછશે. ઉપરાંત અમુક સમાચાર વિષે ઊંડાણભરી માહિતી માંગશે.
નીપજ : વિદ્યાર્થીમાં જાગૃતતા આવશે, સાથે સમાચાર પત્રો વાંચવા માટે પ્રોત્સાહન પણ મળશે. દેશ-દુનિયામાં બનતી ઘટનાઓ જાણવા માટે ઉત્સુક રહેશે. સામાન્યજ્ઞાનમાં વધારો થાય.