પાઠ્યક્રમનું સ્થાન અને સંકલ્પના
Course location and concept
અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચે મોટો તફાવત છે. શાળામાં શીખવવામાં આવતા પાઠ્યક્રમને મોટાભાગના લોકો અભ્યાસક્રમ સમજે છે. અભ્યાસક્રમ માટે અંગ્રેજીમાં 'Curriculum' શબ્દ વપરાય છે. જ્યારે પાઠ્યક્રમ માટે Syllabus શબ્દનો ઉપયોગ થાય છે. પાઠ્યક્રમ એ અભ્યાસક્રમનો અંતર્ગત ભાગ છે. પાઠ્યક્રમ અમુક કક્ષાએ કે ધોરણમાં શીખવવામાં આવતા કોઈ વિષયોના મુદ્દાઓને ક્રમિક રીતે દર્શાવે છે. ઉદા. ધોરણ-7નો ગુજરાતી વિષયનો પાઠ્યક્રમ. ધોરણ-7માં ભણાવવાના ગદ્યપાઠો, કવિતાઓ, વ્યાકરણ વગેરે મુદ્દાઓની યાદી પાઠ્યક્રમમાં મૂકવામાં આવે છે. દરેક વિષયોમાં તેના માળખા મુજબ મુદ્દાઓ વ્યવસ્થિત મૂકવામાં આવે છે. આમ પાઠ્યક્રમ એટલે જુદા જુદા વિષયોમાં શીખવવા માટેના વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા મુદ્દાઓનો સમૂહ. નીચેના મુદ્દાઓ પરથી પાઠ્યક્રમને વ્યવસ્થિત સમજીશું.
- શિક્ષક માટે પાઠ્યક્રમ એ પૂર્વતૈયારી માટેની સામગ્રી છે.
- શિક્ષક તેના શિક્ષણકાર્યનું વ્યવસ્થિત આયોજન કરી શકે છે.
- શિક્ષક તેના અધ્યાપનના હેતુઓ સિદ્ધ કરી શકે છે.
- તેના અધ્યાપન કાર્ય દરમિયાન શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક ઉપકરણોના ઉપયોગ વિશે સ્પષ્ટ બની જાય છે.
- વિદ્યાર્થી પાઠ્યક્રમને આધારે સ્વ-અધ્યયન કરી શકે છે. મેળવેલા જ્ઞાનનું દૃઢીકરણ કરવામાં ઉપયોગી બને છે.
- પાઠ્યક્રમ વિદ્યાર્થીઓ માટે હોકાયંત્ર સમાન દિશા બતાવનાર છે.
ટૂંકમાં શિક્ષક-વિદ્યાર્થીને અધ્યાપન અને
અધ્યયન કાર્ય માટે ઉપયોગી તેથી આપણે સમજી શકીશું કે શિક્ષણમાં પાઠ્યક્રમનું સ્થાન
મહત્ત્વપૂર્ણ છે. છે.
પાઠ્યક્રમ એ અભ્યાસક્રમનો અંતર્ગત ભાગ છે. શિક્ષણમાં વિદ્યાર્થીઓનો માર્ગદર્શક છે. અંગ્રેજીમાં પાઠ્યક્રમ માટે Syllabus શબ્દ વપરાય છે. જેનો અર્થ Course of Study - એટલે કે શીખવવાના વિષયવસ્તુના મુદ્દા એવો થાય છે. વિષયના મુદ્દાઓની ક્રમિક ગોઠવણી છે. જુદા-જુદા વિષયોમાં વિદ્યાર્થીઓને શું શીખવવાનું છે તે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા મુદ્દાઓનો સમૂહ છે.
1. માતૃભાષાના પાઠ્યપુસ્તકનું મહત્ત્વ :
પાઠ્યપુસ્તક એ પરંપરાગત પ્રચલિત બનેલ અધ્યાપન
પ્રવિધિ છે. કારણકે પાઠ્યપુસ્તક એ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના મુદાઓનું
યોજનાસ૨ માર્ગદર્શન આપે છે. પાઠ્યપુસ્તક માતૃભાષાના શિક્ષણના હેતુઓ મુજબ ઘડવામાં
આવેલ અભ્યાસક્રમને આધારે વિષય નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય છે.
માતૃભાષામાં શિક્ષણનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસનો છે. તેને એક ઉત્તમ આદર્શ નાગરિક બનાવવાનો ધ્યેય છે. નિશ્ચિત રીતે પહોંચી વળવા પ્રજાજીવનનું પ્રતિબિંબ ઝીલતું સાહિત્ય એક મહત્ત્વનું સાધન રહ્યું છે. આમ માનવ વિકાસમાં મદદરૂપ થવા સાહિત્યના એક મહત્ત્વના ભાગરૂપે માતૃભાષાના પાઠ્યપુસ્તકોનું શિક્ષણમાં ખૂબ મહત્ત્વનું સ્થાન છે.
- માતૃભાષાનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓના વિચાર જીવનના ઘડતરમાં અને જીવનશક્તિ બક્ષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
- માતૃભાષાનું પાઠ્યપુસ્તક શૈક્ષણિક હેતુઓની પૂર્તિ કરનારી એક અગત્યની અધ્યયન પ્રવિધિ છે. વિદ્યાર્થીઓ તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે તે માટે તે ઉત્તમ રીતે લખાયું હોવું જોઈ. કારણકે તે વિદ્યાર્થીના વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
- વિદ્યાર્થી જીવનમાં પોતાનો એક રસ હોય છે. જે તેના જીવનને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ રસ સાહિત્યમાં વધુ પ્રાધાન્ય ભોગવે છે. આવો રસ પ્રગટાવવામાં માતૃભાષાનાં પાઠ્યપુસ્તકો એક મહત્ત્વનું અને અસરકારક સાધન છે.
- સાહિત્ય તેના જુદા જુદા પ્રકારો દ્વારા સમૃદ્ધ અને વ્યાપક છે. વિદ્યાર્થીના વયકક્ષાને અનુરૂપ પ્રત્યેક વિદ્યાર્થીને તેમાંથી પોતાને યોગ્ય ભાથું મળે છે.
- માતૃભાષાનાં પાઠ્યપુસ્તકોમાં વિવિધ સાહિત્યિક કૃતિઓનો એમાં શ્રેષ્ઠ લેખકો અને કવિઓની સારી કૃતિઓને સ્થાન અપાયું હોય છે. આ બંને બાબતો પાઠ્યપુસ્તકોની ઉપયોગિતામાં વધારો કરે છે.
- અભ્યાસક્રમની તલસ્પર્શી સમજ મેળવવા માટે પાઠ્યપુસ્તક સરળ, હાથવગું અને અસરકારક સાધન માધ્યમ છે.
- માતૃભાષાના પાઠ્યપુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને ભિન્ન ભિન્ન સ્વરૂપની યોગ્ય પ્રસાદી મળી રહે છે.
- શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકનો અનિવાર્યપણે મહત્તમ ઉપયોગ કરે છે.
- માતૃભાષાનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓના ભાવિ જીવનઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો અમૂલ્ય ફાળો આપે છે.
- માતૃભાષાનાં પાઠ્યપુસ્તકોમાં રસ, તફાવત, વિવિધતા અને વિષય વિવિધતા બંનેમાં ઘણો જ રહે છે. તેથી પાઠ્યપુસ્તકો દ્વારા સાચો સાહિત્યપ્રેમ કેળવી શકાય છે.
- માતૃભાષાનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને માનવજાતિના સમૃદ્ધ સંસ્કાર વારસાનો પરિચય મેળવવા માટે ઉપયોગી સાધન છે. તે સંસ્કારને આગળ વધારવા તથા વારસાને ખીલવવા બળ આપે છે.
- માતૃભાષાનાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યે અભિરુચિ જગાડી તેના ઉચ્ચત્તમ આદર્શો અને ધ્યેયો પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપી શકે છે.
- માતૃભાષાનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયન અને અધ્યાપન માટેની સામગ્રી પૂરી પાડનારું એક અમૂલ્ય શૈક્ષણિક સાધન છે.
- પાઠ્યપુસ્તક ભાષાશિક્ષણના ધ્યેયો અને હેતુઓની સિદ્ધિમાં સહાય કરે છે.
- પાઠ્યપુસ્તકમાં જ્ઞાનની પ્રત્યેક શાખાની છેવટની માહિતીનો લાભ પ્રાપ્ત થાય છે.
- માતૃભાષા એ માનવજીવનનું અવિભાજ્ય અંગ છે તેથી માતૃભાષાને સૌંદર્ય અને સચોટતા અર્પતી કૃતિઓના અભ્યાસ દ્વારા સ્વભાષામાં બોલવાનીલખવાની શક્તિ કેળવવામાં પુસ્તકો મહત્ત્વનો ભાગ ભજવે છે.
- પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવો મેળવે છે.
આમ માતૃભાષામાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીના
વિકાસનું શાસ્ત્ર છે. તેના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિમાં મદદરૂપ બને છે. માતૃભાષા
દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત સર્જનશક્તિને જાગ્રત કરી શકાય છે અને તેના સર્વાંગી
વ્યક્તિત્વના વિકાસમાં યોગ્ય ફાળો આપી શકાય છે. શાળામાં આવતાં વિદ્યાર્થીઓ વિવિધ
રસ-અભિરુચિ ધરાવતાં હોય છે. આવી વિવિધતા અભિરુચિઓને સર્જનાત્મક ગતિ અને દૃષ્ટિ
આપવા માતૃભાષાના પાઠ્યપુસ્તકનું એક વિશિષ્ટ યોગદાન આપે છે. તે વિદ્યાર્થીને ઉત્તમ
નાગરિક બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.