ભાષા શિક્ષણમાં નિદાનાત્મક
Diagnostics in language teaching
નિદાનાત્મક કાર્ય
આપણા શરીરમાં કોઈ બિમારી જેવું લાગે તો આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. ડોક્ટર આપણા શરીરની તપાસ કરે છે, ધબકારા માપે, ટેમ્પરેચર માપે, જીભ જુએ વગેરે. ડોકટર આ બધું એટલા માટે કરે છે કે, તે જાણવા અને જણાવવા માંગે છે કે, આપણા શરીરમાં કઈ બિમારી છે. જેને આપણે નિદાન કરે છે એમ કહીશું. ડોકટર પોતાની જાતે તપાસ કરે અને છતાં પણ જો તેમને ખ્યાલ નાં આવે તો તે રિપોર્ટ કરાવવાનું કહે છે એટલે કે મેડિકલ લેબોરેટરીમાં તપાસ કરાવવાનું કહે છે. અંતે તે નક્કી કરે છે કે, આપણા શરીરમાં કઈ બિમારી છે. આમ ડોકટરે વિવિધ રીતે તપાસ કરીને નક્કી કર્યું કે, આપણને કઈ બિમારી છે. જેને આપણે કહી શકીએ કે, ડોકટરે નિદાન કર્યું.
ઉપરોક્ત રીતે જ તમારા વર્ગના કોઈ વિદ્યાર્થીને અભ્યાસનો કોઈ ચોક્કસ મુદો સમજવામાં તકલીફ પડે છે કે નથી આવડતો. ત્યારે શિક્ષક તરીકે આપણી ફરજ થાય છે કે, વિદ્યાર્થીને શું નથી આવડતું તે જાણવું જોઈએ. અને જે નથી આવડતું તે જાણીને તે આવડે તે માટેના પ્રયતો કરવા જોઈએ. આમ વિદ્યાર્થીને નથી આવડતું તે જાણવું એટલે ‘નિદાન’, અને જે નથી આવડતું તે આવડે તે માટેના પ્રયતો એટલે ‘ઉપચાર’.
નિદાન અને નિદાન કસોટીની સંકલ્પના :
વિદ્યાર્થીને શું નથી આવડતું કે વિદ્યાર્થીમાં અભ્યાસક્ષેત્રે કઈ ઉણપ કે ખામી છે તે જાણવા માટેની પ્રક્રિયા એટલે નિદાન અને તે માટે ઉપયોગમાં લેવાતી કસોટી એટલે નિદાન કસોટી.
- શિક્ષણકાર્યની સમગ્ર પ્રક્રિયામાં એવાં કયાં વિધાતક પરિબળો કામ કરે છે કે જેથી વિદ્યાર્થી ભણવામાં નબળો પડે છે તેનું નિદાન (જાણકારી) મેળવવા માટેની કસોટીને નિદાન કસોટી કહે છે.
- શિક્ષણમાં વિકાસ રુંધનારી વિશિષ્ટ તકલીફ કઈ છે, તે તક્લીફો કેવી છે અને તે તકલીફો પેદા થવાના કારણો કયાં છે તે જાણવાની ક્રિયાને શૈક્ષણિક નિદાન કહે છે. આ શૈક્ષણિક નિદાન માટે ઉપયોગી કસોટીને નિદાન કસોટી કહેવાય.
નિદાનનું મહત્વ :
નિદાન ચોક્કસ હેતુઓ સાથે થવું જોઈએ તો જ આપણે સફળ થઈએ અને જે શોધવું છે તે શોધી શકીએ. આ રીતે નિદાન કરવામાં આવે તો તેના ઘણાં ફાયદા થાય. નીદાનનું શું મહત્વ છે તે તમે નીચેના મુદ્દાઓને આધારે જાણી શકશો.
- વિદ્યાર્થી કેવા પ્રકારની ભૂલો કરે છે તે જાણી શકાય છે.
- વિદ્યાર્થી ક્યાં ક્યાં ભૂલો કરે છે તે જાણી શકાય છે.
- નિદાન દ્વારા જાણી શકાય છે કે વિદ્યાર્થીને શું નથી આવડતું કે તેની ઉણપ ક્યાં છે?
- નિદાન કરેલ હશે તો જ આપણે ઉપચાર કરી શકીશું.
- ક્રમિક રીતે સંકળાયેલા મુદ્દાઓમાં એકાદ મુદ્દો બરાબર સમજાયો ન હોય, તો વિદ્યાર્થી તે પછી આવતો મુદ્દો બરાબર સમજી શકતો નથી. તેથી જે જ્ઞાન કે મુદ્દાનો આગળ ઉપર ઉપયોગ થવાનો હોય તેની સમજ વિદ્યાર્થીમાં સ્પષ્ટ થયેલી છે કે નહીં તે જાણવા નિદાન કરવું જરૂરી છે.
- નિદાન કાર્યના પરિણામોનો ઉપયોગ શિક્ષણ સુધારણા માટે કરી શકાય. નિદાન કસોટીની મદદથી વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે કેવા પ્રકારની મુશ્કેલીઓ અનુભવે છે તે જાણી લેવામાં આવે છે. જો વિદ્યાર્થીઓની આ મુશ્કેલીઓ શિક્ષકની ક્ષતિવાળી શિક્ષણ પદ્ધતિને કારણે હોય, તો શિક્ષક પોતાની પદ્ધતિને સુધારી શકે છે. અથવા બીજી કોઈ યોગ્ય court પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે.
- શિક્ષણમાં વિદ્યાર્થીની નબળાઈઓ પ્રત્યે યોગ્ય સમયે ધ્યાન આપાવમાં ન આવે તો તેની કચાશ ઉત્તરોત્તર વધતી જાય છે. પરિણામે તે વિષય પ્રત્યેનું વિદ્યાર્થીનું વલણ નકારાત્મક બનતું જાય છે. પણ જો નિદાન દ્વારા કચાશના કારણો સમયસર શોધી કાઢવામાં આવે અને યોગ્ય ઉપચાર કાર્યક્રમ દ્વારા ભૂલોનું નિરાકરણ કરવામાં આવે તો વિદ્યાર્થીની સિદ્ધિમાં ક્રમશ : વધારો થાય છે અને લાંબે ગાળે વિદ્યાર્થીનું જે તે વિષય પ્રત્યે હકારાત્મક વલણ કેળવાય છે.
- નિદાન કસોટી દ્વારા વિદ્યાર્થીને જે તે વિષયમાં કયાં ક્યાં અને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે તે જાણીને મુશ્કેલીનું સ્વરૂપ બરાબર ઓળખીને તેના નિવારણ માટે વિદ્યાર્થીને તેમજ તેના વાલીને યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે.
- વર્ગના બધા જ બાળકોનો સમાન વિકાસ કરવા માટે અભ્યાસમાં પાછળ લાગતા બાળકોનું નિદાન કરીને તેમને વર્ગના અન્ય બાળકની સમકક્ષ લાવી શક્ય છે.
- વિદ્યાર્થીના અભ્યાસમાં જોવા મળતી ઉણપ માટે ક્યારેક શિક્ષકની કાર્યશૈલી પણ જવાબદાર હોઈ શકે. તો નિદાન દ્વારા તે જાણી શકાય છે. જેથી શિક્ષક પોતાની કાર્ય શૈલીમાં પરિવર્તન લાવી શકે.
- વિદાય હારા ભાવ હેલી ના કાર્યો જાડી શકાય છે, જેથી તે કારણો દૂર કરી બાળકો માં આગળ વધારી શકાય છે,
- આ વિધામો વિત કાવતોને કારણે કેટલાક વિપોમાં કચાશ રહી જવા સાંભવ છે. દા.ત. તેજસ્વી બાળકોની સરખામણીમાં ચંદ બુદ્ધિવાળા ભાભો જે તે વિષે થી સમજી શકતાં નથી, પરિણામે કાશ રહી જાય છે,
- કેટલાંક બાળકો શાળામો જવા બાબતોમાં અનિયમિત હોય છે. તેથી શિક્ષણકાર્યમાં સાથે ન જળવાવાનો કારણે કચાશ રહી જવા સંભવ
- વિદ્યાર્થી હાલ જે મુદ્દો શીખતો હોય તેની અગાઉના શૈક્ષણિક મુદામાં કચાશ રહી ગઈ હોય, તો હાલનો મુદ્દો તેમજ હવે પછીનો મુદ્દો પણ વિદ્યાર્થી રામજી ન શકે અને એ ઊતે ચાવાળો મુદાઓની કિંમક હારમાળા રાજાય તેવું બને.
- શિક્ષકની પોતાની અણ આવડત તેમજ અપૂરતી કાર્યક્ષબતાને કારણે પણ કચાશ રહી શકે.
- શૈક્ષણિક સંસ્થાની અપુરતી શૈક્ષણિક સુવિધાને કારણે પણ કચાશે સંભવી શકે.
- શારીરિક ખોડ-ખાંપણ, ઇન્દ્રિજન્ય રોગો, અોગ્ય ઉંમર, અશક્તિ, એકલવાયાપણું વગેરે જેવાં કારણોને લીધે પણ જે તે બાળકોમાં અભ્યાસમાં કચાશ રહી શકે.
- આજની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરવા પ્રેરે તેવી હોવાથી વિદ્યાર્થીઓ પરિક્ષામાં પૂછાતા હોય તેવા જ મુદા તૈયાર કરે છે. આથી અભ્યાસક્રમના ઘણા મુદ્દા તેમનાથી અજાણ રહી જાય છે.આથી આવો કોઈ વિદ્યાર્થી બઢતી પામીને આગળના નવા ધોરણમાં જય છે ત્યારે તે આ નવા ધોરણના કેટલાક મુદ્દા સમજી શકતો નથી અને કચાશનું પ્રમાણ વધતું જાય છે.
નિદાનકાર્ય માટેનાં સોપાનો
- વર્તન પરિવર્તનની ભાષામાં હેતુઓ નક્કી કરવા
- પાઠ્ય પુસ્તકનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો
- વિદ્યાર્થીઓની ભૂલો અને મુશ્કેલીઓ અંગેની તપાસ કરવી
- એકમોને લગતા વિવિધ પ્રશ્નોની રચના કરવી.
- પ્રશ્નોમાં જરૂરી સુધારા વધારા કરવા
- કસોટીનું આખરી સ્વરૂપ નક્કી કરવું
વિદ્યાર્થીઓની ઉણપો કેવી રીતે શોધશો?
નિદાન કસોટી રચવા માટે નક્કી કરેલા એકમમાં વિદ્યાર્થીઓ ક્યાં અને કેવી ભૂલો કરે છે તે શોધી કાઢવામાં આવે છે. આવી ભૂલોની યાદી નીચે જેવી બાબતો પરથી કરી શકાય.
- વિદ્યાર્થીઓને આપેલા સ્વાધ્યાયો પરથી.
- સામયિક પરીક્ષાની જવાબવહીઓ પરથી
- વિદ્યાર્થીઓએ તેમની નોંધપોથીમાંથી કરેલ નોંધો પરથી
- સાથી શિક્ષક મિત્રો, અનુભવી શિક્ષકો અને જે તે ક્ષેત્રના તજ્જ્ઞો સાથેની ચર્ચા તેમજ અભિપ્રાયો પરથી.
- વિદ્યાર્થીઓની નિબંધની નોટ્સ, પ્રયોગપોથીઓ, નક્શાપોથી વગેરે પરથી.
નિદાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ?
- વર્ગના નબળા બાળકો શોધી કાઢવાં
- તેઓ કઈ બાબતમાં નબળાં છે તે નક્કી કરો
- તેઓ અભ્યાસમાં નબળાં છે તેવી જાણ ન કરવી
- કસોટીની રચના યોગ્ય રીતે કરો, જરૂર પડે અન્ય શિક્ષક મિત્રની મદદ લો.
- કસોટી લખવા માટે પૂરો સમય આપવો
- ઉત્તરોનું યોગ્ય અર્થઘટન કરવું
- શક્ય હોય તો કસોટી લખવા દરમિયાન હાવભાવની નોંધ કરવી