Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અભ્યાસક્રમ રચનાના સિદ્ધાંતો // Principles of Curriculum Design


અભ્યાસક્રમ રચનાના સિદ્ધાંતો 

Principles of Curriculum Design


અભ્યાસક્રમ રચનાના સિદ્ધાંતો  Principles of Curriculum Design

શિક્ષણની પ્રક્રિયા બાળકના સર્વાંગી વિકાસની છે. આ વિકાસ માટેનું સાધન છે અભ્યાસક્રમ. જેના દ્વારા હેતુઓ સિદ્ધ થઈ શકે છે. આથી અભ્યાસક્રમની રચના વખતે કેટલાક નીચેના મહત્ત્વના સિદ્ધાંતો નજર સમક્ષ રાખી અભ્યાસક્રમની રચના કરવી જોઈએ.

(1) બાલકેન્દ્રી સિદ્ધાંત :

વિષયકેન્દ્રી શિક્ષણમાંથી બાલકેન્દ્રી શિક્ષણમાં જવું એ આ સિદ્ધાંત પાછળનો આશય છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણના કેન્દ્રમાં બાળક છે. બાળકોના રસ, રુચિ, વય, કક્ષા અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. બાળકને તેની રુચિ પ્રમાણે પ્રવૃત્તિઓ મળે તેવું આયોજન થવું જોઈએ.

(2) પ્રવૃત્તિનો સિદ્ધાંત :

અધ્યયન હેતુને બર લાવવા માટે બાળકને પ્રવૃત્તિઓ આપવી જોઈએ. બાળક સ્વભાવે પ્રવૃત્તિશીલ છે. તે કંઈક સર્જન કરવા ઝંખે છે. કામ કરતાં યા પ્રવૃત્તિ દ્વારા શીખવાની પદ્ધતિ વધારે સફળતા પામી છે. બધી જ ક્રિયાઓનું છે હા હોય છે. આ પ્રકારે બા પ્રવૃત્તિ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે. બાળકની જિલ્લામાં સંતોષાય છે. પ્રવૃત્તિ એ અનુભવોની જ છે. બાળકોને તેમના મગ અને શોખ અનુસાર પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે. ધ્યાનમાં રાખવું. જોઈએ.

 (3) સમાજ સિદ્ધાંત

બાળક રામાજનું પ્રાણી છે. તેનો સમગ્ર વિશે સમાજ પર આધારિત છે. તેનું વ્યક્તિત્વ રામાજમાં ઘડાય છે. તેથી બાળનું સામાજિકરણ 20 થાય અને સામાજિક સભાનતાનો વિકાસ થાય તે માટે અભ્યાસક્રમમાં સામાજિક મુલ્યોનો સમાવેશ થવો જોઈએ. શિક્ષણ દ્વારા બાળકોને આજના સમાજમાં જીવવા માટે તથા આવતીકાલનું નૈતૃત્વ લઈ શકે તે માટે તૈયાર કરવાનું છે.

(4) વાસ્તવિક જીવન સાથે સંબંધિત સિદ્ધાંત :

અભ્યાસક્રમમાં જે વિષયોને સ્થાન આપવામાં આવે, તેની વાસ્તવિક જીવન સાથે સંબંધ હોવો જોઈએ. એવા વિષયોનું અધ્યયન કરીને જીવનમાં પ્રવેશ બાદ સફળતા પ્રાપ્ત કરી શકશે. શિક્ષણના અનુભવો પૂરા પાડવા જોઈએ તેવો અભ્યાસક્રમ રચવો જોઈએ.

 (5) સર્જનાત્મકતાનો સિદ્ધાંત :

દરેક બાળકમાં કંઈક નવું રાર્જન કરવાની શક્તિઓ રહેલી છે. બાળકને જો જીવન માટે તૈયાર કરવાનું હોય તો તેને જે તે વર્તમાન સાથે અનુકૂળ થઈ નૂતન તરાહની રચના કરવાનું શિક્ષણ મળવું જ જોઈએ. અર્થાત્ બાળક પોતાના જીવનની આવશ્યકતાનુસાર નવું સર્જન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે એ હકીકત દષ્ટિ સમક્ષ રહેવી જોઈએ. બાળકને તેની રચનાત્મક શક્તિઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. બાળકની સર્જનાત્મકતા, મૌલિકતા, સારાસાર વિચારશક્તિ, કલ્પનાશક્તિ અને તર્કબદ્ધતાનો વિકાસ થવો જોઈએ. બાળકની સર્જનાત્મકતાનો વિકાસ કરે તેવો અભ્યાસક્રમ ઘડાવો જોઈએ.

(6) ભવિષ્યલક્ષી સિદ્ધાંત :

બાળકોને ભાવિ જીવન માટે - આવતીકાલના જીવન-સંઘર્ષ માટે તૈયાર કરવાના છે. ઝડપી પરિવર્તનશીલ સમાજમાં બાળક ભવિષ્યની કઈ ભૂમિકા ભજવશે તેની આગાહી કરવી તો મુશ્કેલ છે પરંતુ તેને કોઈપણ ભૂમિકા માટે તૈયાર કરવાની, ભાવિ પડકારોને ઝીલવાની શક્તિ કેળવવાની, તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ ઉપર છે. રાષ્ટ્રના ભાવિને ધ્યાનમાં રાખી આવતીકાલના સંદર્ભમાં ઔદ્યોગિકરણ, ટૅક્નોલૉજી અને વૈજ્ઞાનિક વિકાસને ધ્યાનમાં રાખી કુશળ તાંત્રિકો, ઈજનેરોને અનુલક્ષીને અભ્યાસક્રમ ઘડાવો જોઈએ.

(7) વાસ્તવિક જીવન સાથે સંબંધનો સિદ્ધાંત :

અભ્યાસક્રમ રચનામાં એવા વિષયોને સ્થાન આપવું જોઈએ કે જેમનો સંબંધ વાસ્તવિક જીવન સાથે હોય. બાળકોને વાસ્તવિક જીવનના અનુભવો પ્રાપ્ત થવા જોઈએ. તેમને અનુભવ મળી રહે તે પ્રકારના અભ્યાસક્રમનું નિર્માણ થવું જોઈએ. એનો અર્થ એ થયો કે અભ્યાસક્રમમાં ઉત્પાદક કાર્યને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવું જોઈએ. કેમ કે આ કાર્ય

વ્યવસ્થિત માનવજીવનનો આધાર છે. એથી વિશેષ અભ્યાસક્રમની સ્થાનિક જરૂરિયાતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી રચના કરવી જોઈએ.

(8) પરિવર્તનશીલતાનો સિદ્ધાંત :

કોઈપણ અભ્યાસક્રમની રચના કાયમ માટે કરી શકાય નહીં કેમ કે જીવન અને સમાજ સતત પરિવર્તનશીલ છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજીના આવિષ્કારોને લીધે ઝડપી પરિવર્તનો આવી રહ્યાં છે. આ ઉપરાંત વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે. તેથી અભ્યાસક્રમમાં લવચીકતા હોવી જોઈએ. પરિવર્તનશીલતા શિક્ષણમાં નાવીન્ય લાવે છે માટે પરિવર્તનશીલતાના સિદ્ધાંતને નજર સમક્ષ રાખી અભ્યાસક્રમની રચના કરવી જોઈએ.

(9) ઉપયોગિતા નો સિદ્ધાંત :

અભ્યાસક્રમ રચનાનો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે તેમાં જે વિષયોને સ્થાન આપવામાં આવે તે બાળકના ભાવિ જીવન માટે ઉપયોગી હોવો જોઈએ. આ સંદર્ભમાં નને લખ્યું છે કે

સાધારણ મનુષ્ય સામાન્ય રીતે તેવું ઇચ્છે છે કે - તેમનાં બાળકો જ્ઞાન પ્રદર્શન માટે કંઈ નકામી બાબતો શીખે, પરંતુ સમગ્ર રીતે તે ઇચ્છે છે કે તેમને એવી બાબતો શીખવવી જોઈએ જે તેના ભાવિજીવન માટે ઉપયોગી હોય.

(10) વિષયોના પારસ્પરિક સંબંધનો સિદ્ધાંત :

અભ્યાસક્રમને અનેક અસંબંધિત વિષયોમાં ખંડિત ન કરવો જોઈએ. એવો અભ્યાસક્રમ પ્રભાવહીન થઈ જાય છે. દરેક વિષયોનો એકબીજા સાથે સંબંધ હોવો જોઈએ, અને દરેકનો જીવન સાથે પણ સંબંધ હોવો જોઈએ.

ઉપરોક્ત અભ્યાસક્રમ રચનાના કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો સમજ્યાં. ટૂંકમાં કહી શકીએ કે અભ્યાસક્રમ રચના દરેક વિદ્યાર્થીની જરૂરિયાતો, રસ, રુચિઓ, યોગ્યતાઓ, વિશિષ્ટતાઓ અને વિભિન્નતાઓને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. અભ્યાસક્રમ બધા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકે તેવો હોવો જોઈએ. બાળકોને ભાવિજીવન માટે તૈયાર કરે. માટે તે જરૂરી છે કે શાળાનું સંપૂર્ણ જીવન-અભ્યાસક્રમ બને. મતલબ કે વિદ્યાર્થીઓના જીવનના દરેક પાસાઓ સાથે સંબંધ રાખી શકે અને તેના સંતુલિત વ્યક્તિત્ત્વના વિકાસમાં સહાયતા આપી શકે.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏