Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક કાર્ય // Remedial work in language teaching


ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક કાર્ય  
Remedial work in language teaching

ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક કાર્ય   Remedial work in language teaching


 ઉપચારાત્મક શિક્ષણકાર્ય

નિદાનનું કાર્ય ફક્ત નિદાન કરીને અટકવા પૂરતું નથી. નિદાન કર્યા પછી શિક્ષકે જે તે કચાશ કે નબળાઈ દૂર કરવા જરૂરી ઉપચારાત્મકકાર્ય કરવું અનિવાર્ય ગણાય. ડૉક્ટર દર્દીના રોગનું નિદાન કરે પણ તે દર્દ મટાડવા માટેના ઉપાયો ન કરે તો તે રોગના નિદાનનો કોઈ અર્થ રહેતો નથી. ડૉક્ટર દ્વારા દર્દીના રોગની દવા ન થવાને કારણે તેના રોગનું પ્રમાણ વધતું જાય છે. તેવી જ પરિસ્થિતિ શિક્ષણમાં નિદાન માટે પણ વિચારી શકાય. શિક્ષકરૂપી ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીરૂપી દર્દીના દર્દનું નિદાન કર્યા પછી વિદ્યાર્થીઓમાં રહેલી કચાશ દૂર કરવા ઉપાયો કરવામાં ન આવે તો નિદાન માટે કરેલી બધી કસરત નિરર્થક જ ગણાય. વિદ્યાર્થીના અભ્યાસમાં રહેલી કચાશનું નિદાન કર્યા પછી શિક્ષક દ્વારા તેના ઉપાયો કરવામાં ન આવે તો વિદ્યાર્થીની જે તે વિષયમાં કચાશ વધતી જ જાય છે અને પરિણામે તે વિષયમાં તે વિદ્યાર્થીને ભણવામાં કોઈ રસ રહેતો નથી. આને પરિણામે તે વિદ્યાર્થી કદાચ અભ્યાસ જ છોડી દે તેવું પણ બને.

ઉપચારાત્મક શિક્ષણકાર્યની સંકલ્પનાઃ

વિદ્યાર્થીમાં કોઈ ઉણપ પ્રત્યે શિક્ષકનું ધ્યાન જાય પછી શિક્ષક ચકાસણી કરે છે કે, વિદ્યાર્થીમાં કઈ ઉણપ છે. તે ઉણપ હોવા પાચાલના સંભવિત કારણો નક્કી કરે છે. આ કારણો દૂર કરીને વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતામાં વધારો કરે છે. એટલે પહેલા ઉણપો શોધે છે જેને આપણે નિદાન કહીશું. ત્યારબાદ નિદાનને આધારે ઉપાયો એટલે કે ઉપચાર કરે છે. આ ઉપચાર કરવો એટલે જ ઉપચારાત્મક કાર્ય.

ઉપચારાત્મ કાર્ય એટલે ‘ઉણપ કે રોગ દૂર કરવા માટેનો ઈરાદો, ઉપચારાત્મક કાર્ય એટલે નિદાન દ્વારા મળેલ પરિણામોને આધાર બનાવીને ખામીઓ દૂર કરવા માટેના પ્રયત્નો.

  • વિદ્યાર્થીઓ વ્યક્તિગત ભિન્નતા, વાતાવરણની ભિન્નતા તેમજ અધ્યાયન પ્રક્રિયા વગેરેને કારણે અભ્યાસમાં નબળાં રહી જતાં હોય છે. આવાં બાળકોને વ્યક્તિગત સુધારણા માટે જે શિક્ષણ અપાય તેને ઉપચારાત્મક કે સુધારણાત્મક શિક્ષણકાર્ય કહેવાય.
  • ઉપચારાત્મક કાર્યક્રમ એટલે અક્ષમતાઓના આધારે ક્રમિક સોપાનો અનુસાર તૈયાર કરેલ કાર્યક્રમ.

ઉપચારાત્મક શિક્ષણકાર્ય કઈ રીતે કરશો ?

ઉપચારાત્મક શિક્ષણ માટે યોગ્ય કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. તે માટે નીચેની માહિતી માર્ગદર્શક બની રહેશે.

  • જો મોટા ભાગનાં બાળકોમાં કોઈ એકમમાં કચાશ રહી ગઈ હોય તો તે માટે શિક્ષકે પુનઃઅધ્યાપન કરવું જોઈએ. પુનઃઅધ્યાપન વખતે વિદ્યાર્થીઓનો પક્ષે સક્રિયતા વધારવી જોઈએ.
  • સરખી નબળાઈઓ ધરાવતાં બાળકોનાં જૂથો બનાવી શકાય. આ જૂથોમાં શિક્ષક પોતે કે અન્ય શિક્ષકોની મદદ લઈ અધ્યાપન કાર્ય કરી શકે. ઉપલા વર્ગના તેજસ્વી બાળકોને પણ આવાં જૂથોની જવાબદારી સોપી શકાય. આવાં કાર્યો માટે શાળા સમય પહેલાં કે પછી વધારાના વર્ગો યોજી શકાય.
  • વિદ્યાર્થીઓની માંદગીના કિસ્સામાં કે શારીરિક-માનસિક ખોડ-ખાંપણ, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વગેરે માટે વાલી સંપર્કનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ.
  • શિક્ષણકાર્યમાં અસરકારક અને નવીનતમ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો.
  • ઉપચારાત્મક શિક્ષણકાર્ય દરમિયાન જરૂરી વિવિધ પ્રકારના દશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો.
  • વ્યક્તિગત રીતે વિદ્યાર્થીની શક્તિ જાણીને તે અનુસાર ઉપચારાત્મક કાર્ય કરવું.
  • ક્રમિક અને તાર્કિક સ્વાધ્યાયો પૂરા પાડી શકાય.
  • અભિક્રમિત અધ્યયન સામગ્રી પૂરી પાડીને પણ ઉપચારાત્મક શિક્ષણકાર્ય હાથ ધરી શકાય
  • વ્યક્તિગત તેમજ સમૂહમાં માર્ગદર્શન પૂરું પાડી શકાય.
  • વર્ગના 80 ટકા વિદ્યાર્થીઓ 80 ટકા સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યાં સુધી શિક્ષકે પુનઃઅધ્યાપન અને ઉપચારાત્મક શિક્ષણકાર્યના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.

પુનઃનિદાન
ઉપચારાત્મક કાર્ય કરવાથી ફાયદો થયો કે નાં થયો? ફાયદો થયો હોય તો કેટલો થયો વગેરે જાણવું શિક્ષક માટે ખૂબ જ જરૂરી છે. જે માટે શિક્ષકે ફરી નિદાન કસોટી આપવી જોઈએ. જેને પુનઃનિદાન કસોટી કહે છે. આ રીતે પુનઃનિદાન કસોટી આપ્યા બાદ તેના પરિણામોની અગાઉ આપેલ નિદાન કસોટીના પરિણામો સાથે સરખામણી કરવી જોઈએ. તો જ સાચો ખ્યાલ આવશે કે શિક્ષકે કરેલ નિદાન અને ઉપચાર વિદ્યાર્થી માટે કેટલા પ્રમાણમાં ફાયદાકારક નીવડ્યા છે.


શિક્ષક નીચેના જેવી બાબતોનું નિદાન અને ઉપચાર કાર્ય કરી શકે.

  • વિદ્યાર્થીઓના શ્રવણ કૌશલ્યના વિકાસ અંગે. એટલે કે વર્ગના વિદ્યાર્થીઓ બરાબર સાંભળી શકે છે કે કેમ ?
  • જે સાંભળે છે તેવું જ સમજે છે કે કેમ ?
  • વિદ્યાર્થીઓ કથન કરવામાં કોઈ દોષ કરે છે ? જેમકે, અશુદ્ધ ઉચ્ચાર, આરોહઅવરોહ વગરનું કથન, હાવભાવ વગરનું કથન વગેરે
  • વિદ્યાર્થીના વાંચનમાં જોવા મળતા દોષ. જેમકે, અશુદ્ધ ઉચ્ચાર સાથેનું વાંચન, વિરામચિહ્નને ધ્યાનમાં રાખ્યા વિનાનું આરોહ અવરોહ વિનાનું વાંચન, અયોગ્ય ગતિથી થતું વાંચન, અવાજની યોગ્ય માત્રથી કરવામાં આવતું વાંચન વગેરે
  • વિદ્યાર્થીઓના લેખનમાં જોવા મળતા દોષ : જેમકે, અશુદ્ધ જોડણી કે વાક્ય રચના, ખરબ અક્ષરો, લેખનના કોઈ ચોક્કસ સ્વરૂપનું લખાણ લખવામાં ભૂલો (અહેવાલ લેખન, વિચાર વિસ્તાર, નિબંધ, વગેરે), ફકરા પડ્યા વિનાનું લખાણ, ખૂબ જ ટૂંકુ કે લાંબુ લખાણ વગેરે.
  • વ્યાકરણના કોઈ ચોક્કસ મુદ્દામાં અસમજ કે ઉપયોગ કરવામાં મુશ્કેલી, જેમકે, સમાસ, અલંકાર, છંદ, રૂઢીપ્રયોગ વગેરે.


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏