શિક્ષક હાથપોથી
Teacher hands-on
અર્થ અને સંકલ્પના
શિક્ષક હાથપોથીને વિવિધ નામે ઓળખવામાં આવે છે. તેને શિક્ષક અધ્યાપન પોથી, ટીચર્સ હેન્ડબુક કે ટીચર્સ ગાઈડના નામે પણ ઓળખવામાં આવે છે.
શિક્ષક હાથપોથીના નામ પરથઈ જ ખ્યાલ આવી જાય છે કે, શિક્ષકની સાથે રહેતી, હાથવગી, શિક્ષકને મદદરૂપ, શિક્ષકને માર્ગદર્શક અને શિક્ષક માટે જ રચાયેલ ચોપડી કે બુક કે પોથીને શિક્ષક હાથપોથી કહીશું. જેનો ઉપયોગ શિક્ષકે પોતાના શિક્ષણ કાર્યને સમૃદ્ધ કરવા માટે કરવાનો હોય છે.
શિક્ષક હાથપોથી પક્ષુસ્તાકને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવે છે. જેથી શિક્ષક પાઠ્યપુસ્તકમાં આપેલ વિષયવસ્તુ એવી રીતે શીખવે કે જેથી માતૃભાષાના શિક્ષણના હેતુઓ પૂર્ણ થાય. આમ પથ્યુસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું માર્ગદર્શન શિક્ષક હાથપોથીમાં હોય છે.
શિક્ષકે પાઠ્યપુસ્તકમાં આપેલ વિષયવસ્તુ કે કૃતિઓ કેવી રીતે શીખવવી, કઈ પદ્ધતિ કે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો, ક્યા ક્યા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો, મૂલ્યાંકન કેવી રીતે ક્યારે કરવું અને કેવું સ્વાધ્યાય આપવું વગેરેનું માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે.
શિક્ષકે વર્ગખંડમાં કેવી રીતે અધ્યાપન કરવું તેની વિસ્તૃત ચર્ચા અને રૂપરેખાનો સમાવેશ કરવામાં આવેલ હોય છે. ક્યા ક્યા સંદર્ભો આપી શકાય તે પણ જણાવેલ હોય છે.
શિક્ષક હાથપોથી શિક્ષણના નિષ્ણાતો દ્વારા શિક્ષક, પાઠ્યપુસ્તક, સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ, પર્યાવરણ, બાળકોની કક્ષા વગેરેને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ હોય છે. જેથી તે શિક્ષક માટે વાપરવી સલાહભરી બાબત છે. જે શિક્ષકના કાર્યને સરળ અને સફળ બનાવે છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે વિવિધ વિષયો માટે શિક્ષક હાથપોથી બનાવેલ. આ ઉપરાંત કેટલાક ખાનગી પ્રકાશકોએ પણ શિક્ષક હાથપોથી બનાવીને બજા૨માં મૂકેલ. જે શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થયેલ. પરંતુ અત્યારે હાલમાં વિવિધ ધોરણો અને વિષયો માટે શિક્ષક હાથપોથી નથી જે શિક્ષકો માટે કમનસીબ બાબત છે.
શિક્ષક હાથપોથીનું મહત્ત્વ :
- શિક્ષક હાથપોથી શિક્ષકનો સાથી બનીને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.
- શિક્ષક હાશ્પોથીને ધ્યાને રાખીને શિક્ષણ કાર્ય કરનાર શિક્ષક સફળ થાય છે.
- વિદ્યાર્થીઓને વિવિધ રીતે વિશેષ જ્ઞાન અને આનંદ મળે છે.
- શિક્ષક હાથપોથીમાં સંદર્ભો જણાવ્યા હોવાથી શિક્ષકને સંદર્ભ વિચારવાનો અને શોધવાનો સમય બચી જાય છે. શિક્ષકને સંદર્ભો સરળતાથી મળી જાય છે.
- વિષયવસ્તુ પીરસવા માટેની વિવિધ પ્રયુક્તિઓ અને પદ્ધતિનો ઉપયોગ કરવાનું સૂચન કરીને શિક્ષણને રસમય બનાવવા માટેનું માર્ગદર્શન મળી રહે છે.
- શિક્ષક હાથપોથીમાં વિવિધ શૈક્ષણિક સાધનોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવાનું સૂચવ્યું હોવાથી શિક્ષક માટે સાધનો અંગેની વિચારણા કરવાનો સમય બચે છે અને શિક્ષક જે તે સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણને રસમય બનાવી શકે છે.
- મૂલ્યાંકન માટેની વિવિધ પ્રયુક્તિઓ આપેલ હોવાથી શિક્ષક વર્ગખંડમાં તેનો ઉપયોગ કરીને મૂલ્યાંકનને રસિક અને સફળ બનાવી શકે છે.
- વિવિધ સ્વાધ્યાય આપેલ હોવાથી વિદ્યાર્થીઓને સ્વધાય કરવાનો આનંદ મળે છે.
- શિક્ષક હાથપોથીના માર્ગદર્શન નીચે થતાં શિક્ષણકાર્યમાં વિવિધતા અને રસિકતા જોવા મળે છે.
- જે તે વિષયનું ઊંડાણભર્યું શિક્ષણ આપી શકાય છે.
- નબળો શિક્ષક પણ સારૂ શિક્ષણકાર્ય કરી શકે છે.
- શિક્ષકમાં આત્મવિશ્વાસ પેદા કરે છે.