શૈક્ષણિક હેતુઓ : અર્થ
Educational Objectives : Meaning
પ્રસ્તાવના :
શાળાઓમાં અપાતું શિક્ષણ એ હેતુલક્ષી પ્રક્રિયા છે. આપણે ત્યાં હેતુલક્ષી શિક્ષણનો પ્રચાર ડૉ. બેન્જામીન બ્લૂમે કર્યો છે. શાળામાં શિક્ષક પોતે જે વિષયનું અધ્યાપન કાર્ય કરતો હોય તે વિષય તે શાળામાં શા માટે શીખવે છે ? એ અંગેની સમજ અને સ્પષ્ટતા તેને હોવી જોઈએ અથવા તેણે મેળવી લેવી જોઈએ. આ માટે ટૂંકમાં એટલું જરૂર કહી શકાય કે દરેક શિક્ષકે પોતાના વિષય શિક્ષણના વિશાળ ધ્યેયો, સામાન્ય હેતુઓ, વિશિષ્ટ હેતુઓ અને સાથે સાથે બાળકોનાં અપેક્ષિત વર્તન-પરિવર્તનોનું જ્ઞાન અને સમજ મેળવી લેવાં જોઈએ. શિક્ષક બાળકનો પથદર્શક, સાથી અને રાહબર છે. અધ્યાપન કલાના કસબી અને રાહબર એવા શિક્ષકને મંઝિલ તેની નજર સમક્ષ હોવી જોઈએ.
સામાજિક વિજ્ઞાનના વિશાળ ધ્યેયો જેમ કે... “માનવ સમજની ખિલવણીનું ધ્યેય” લાંબા ગાળે સિદ્ધ થતા હોય છે. પરંતુ સામાજિક વિજ્ઞાનના હેતુઓ વર્ષના અંતે અભ્યાસ પૂરો થાય ત્યારે કે પછી જીવન વિકાસને જુદે જુદે તબક્કે પૂર્ણ થતા જોઈએ છીએ. કેટલાક વિશિષ્ટ હેતુઓ કે અધ્યેતાનું વર્તન-પરિવર્તન અભિગમ તો કદાચ આપણને 30-40 મિનિટનો તાસ પૂરો થતાં સિદ્ધ થતાં જોવા મળે છે. જેમ કે કેટલાંક કૌશલ્યોનો વિકાસ અથવા રસ, રુચિ કે વલણ કેળવાતું આપણે જોઈ શખીએ છીએ. આવા વિશિષ્ટ હેતુઓ કે વર્તન-પરિવર્તન ચોક્કસ માપી શકાય એવા હોય છે.
સામાન્ય રીતે દરેક ચોક્કસ સામાન્ય હેતુના જુદા જુદા વિશિષ્ટ હેતુઓ હોય છે અને દરેક વિશિષ્ટ હેતુના વિવિધ વર્તન-પરિવર્તનો હોય છે. સામાજિક વિજ્ઞાનના શિક્ષકે વર્ગમાં અધ્યાપન કાર્ય કરતાં પહેલાં આ બધા માટેની ચોક્કસ સમજ અને સ્પષ્ટતા મેળવી લેવી જોઈએ.
શૈક્ષણિક હેતુઓ : અર્થ
કોઈ પણ કાર્યનું અંતિમ સ્વરૂપ ધ્યેય કહેવાય છે. જે દૃષ્ટિબિંદુ તરફ પ્રવૃત્તિ કે કાર્ય મીટ માંડીને આગળ ધપે છે. તેને ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ક્રિયા દ્વારા વ્યવસ્થિત રૂપે જે પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. તેને ધ્યેય કહેવામાં આવે છે, અર્થાત્ આપણે જે કોઈ લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ અને ક્રિયાશીલ બનીએ તે લક્ષ્યને ધ્યેય કહેવાય છે.
બેન્જામિન બ્લૂમ(1971) એમના પુસ્તક ટેક્ષોનોમી ઑફ ઍજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ્ઝ'માં લખે છે કે,
શૈક્ષણિક હેતુઓ એટલે શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્ત લાવવા માટેના માર્ગોની સ્પષ્ટ રચના. એટલે કે તેઓ કઈ રીતે તેમના વિચારો, તેઓની લાગણીઓ અને તેઓની ક્રિયાઓમાં પરિવર્તન લાવશે.
જ્યારે રોબર્ટ મેજર(1962) એમના પુસ્તક ‘પ્રિપેરિંગ ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ્ઝ'માં લખે છે કે,
હેતુ એટલે અધ્યયન કરતાં સૂચિત પરિવર્તન લાવવા માટેનું વર્તન કરતું વિધાન. અધ્યયન કરતાં અધ્યયન સફળતાપૂર્વક પૂર્ણ કરે ત્યારે તે કેવો હશે તેનું વર્ણન કરતું વિજ્ઞાન આપણી અધ્યયન કરતા પાસેની અપેક્ષીત વર્તનને વ્યક્ત કરવા માટેની તરહનું વર્ણન.
પરીક્ષણ અને મૂલ્યાંકન વિભાગ અને સી.ઈ.આર.ટી. હેતુની વ્યાખ્યા નીચે મુજબ આપે છે :
‘હેતુને એવું બિંદુ છે કે જેની દિશામાં કાર્ય કરવામાં આવે છે અથવા હેતુ એવું વ્યવસ્થિત પરિવર્તન છે જે ક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય.’
આ વ્યાખ્યા અનુસાર હેતુમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
(1) દિશા (2) વ્યવસ્થિત પરિવર્તન અને (3) પ્રવૃત્તિ
સર્વ પ્રવૃત્તિઓનું અંતિમબિંદુ એ જ ધ્યેય છે. સર્વ પ્રવૃત્તિઓના નિષ્કર્ષનું મૂલ્યાંકન ધ્યેય ૫૨ અવલંબે છે. વ્યક્તિના કાર્ય અને દિશા ધ્યેયલક્ષી હોય છે. કઈ દિશામાં કયા માર્ગે આગ વધવું તે સમજાવે છે. હેતુ અથવા ધ્યેયમાં એવી શક્તિ છે કે જેનાથી વ્યક્તિની બધી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ વ્યવસ્થિત અને ક્રમિક બની જાય છે. દિશાશૂન્ય પ્રવૃત્તિ અથવા કઢંગી અને અસ્તવ્યસ્ત બની જાય છે.
પાઠ્યક્રમના અમૂક ભાગ પૂર્ણ કર્યા પછી કે અધ્યયન કર્યા પછી તેના પરિણામે વિદ્યાર્થી શું કરી શકવાને સમર્થ હશે તે દર્શાવતા ચોક્કસ વિધાનો એટલે હેતુઓ.