TAT-S 2023 નું મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર
પ્રશ્નપત્ર - 2
વિષયવસ્તુ અને વિષયપદ્ધતિ સજ્જતા
સમય : 180 મિનિટ
વિષય :- ગુજરાતી
કુલ ગુણ : 100
સૂચના :
(1) આ પ્રશ્નપત્રમાં કુલ 5 પ્રશ્નો છે. તમામ પ્રશ્નો ફરજિયાત છે.
(2) દરેક મુખ્ય પ્રશ્ન નવા પાના ઉપરથી શરૂ કરવો અને મુખ્ય પ્રશ્નના તમામ પેટા પ્રશ્નો સાથે લખવા.
પ્રશ્ન - 1 મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ ત્રણ (200 થી 250 શબ્દોમાં) (24 ગુણ)
(1) ‘જન્મોત્સવ’ નવલિકામાં રજૂ થયેલ સામાજિક વિષમતાનું વિસ્તૃત વર્ણન કરો.
(2) ‘રસ્તો કરી જવાના' ગઝલનો કેન્દ્રભાવ સમજાવી આપના જીવન સાથે જોડો.
(3) ‘રેસનો ઘોડો' વાર્તાને સાંપ્રત સમય સંદર્ભે તપાસો.
(4) માતૃભાષાનાં મહત્ત્વનાં કૌશલ્યો જણાવી બાળકોના ભાષાવિકાસમાં વિવિધ કૌશલ્યોનું મહત્ત્વ દર્શાવો.
(5) ‘માધવને દીઠો છે ક્યાંય' - કાવ્યમાં માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણવો.
પ્રશ્ન – 2 માગ્યા પ્રમાણે જવાબ આપો. કોઈ પણ ચાર (150 થી 200 શબ્દોમાં) ( 24 ગુણ )
(1) ‘શિકારીને' કાવ્યમાં કવિ કલાપીએ વ્યક્ત કરેલ વસુધૈવકુટુંબકમ્ ની ભાવનાનું આલેખન કરો.
(2) ‘છત્રી’ પાઠમાં લેખકના ભુલામણાપણામાંથી નિષ્પન્ન થતા હાસ્યરસનું નિરૂપણ કરો.
(3) માતૃભાષા શિક્ષકના ગુણા, લાયકાતા, યોગ્યતાની ચર્ચા કરી કવિતા શિક્ષણ માટે શિક્ષકની સજ્જતા સમજાવો.
(4) ‘ચાંદલિયો' કાવ્યમાં વ્યક્ત થતો સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
(5) ‘હું એવો ગુજરાતી' - ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં એક વિશિષ્ટ કાવ્ય છે. - એવું શાથી કહી શકાય ?
(6) બાળકોમાં વાચન કૌશલ્ય વિકસાવવા એક શિક્ષક તરીકે આપ કેવા કેવા વિશેષ પ્રયત્નો શાળામાં કરશો તે અંગે વિસ્તૃત સમજ આપો.
પ્રશ્ન - 3 માગ્યા પ્રમાણે જવાબ આપો. કોઈ પણ પાંચ (100 થી 150 શબ્દોમાં) ( 20 ગુણ )
(1) લેખન કૌશલ્યના આઠ આધારસ્તંભોના માત્ર નામ જણાવો.
(2) ‘ગતિભંગ' કૃતિની શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.
(3) નિબંધ લેખન માટેની શિક્ષણ પદ્ધતિઓની ચર્ચા કરો.
(4) ‘ભૂખથીય ભૂંડી ભીખ' - પ્રકરણને આધારે કાળુનું પાત્રાલેખન કરો.
(5) ભાષા પ્રયોગશાળાનું મહત્ત્વ દર્શાવી તેના પ્રકારો સમજાવો.- બાબતો
(6) કાવ્ય પંક્તિઓનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની જણાવો. છે
(7) ‘બીજા માટે જીવવું એ જ જીવનની સાર્થકતા' - એવું કવિને શામાં દેખાય ?
પ્રશ્ન - 4 એક કે બે વાક્યમાં જવાબ આપો. (૨૦ ગુણ)
(1) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓનાં નામ જણાવો.
(2) ‘વિકારી' સંજ્ઞા ઉદાહરણ સહિત સમજાવો.
(3) 'પરોપકારી મનુષ્યો' નિબંધનો કેન્દ્રભાવ કયો છે ?
(4) ‘સૂરજ તો બધે જ સરખો' એવું લેખક શા માટે કહે છે ?
(5) ધર્માદાનું ધાન ન લેવા સંદર્ભે શેઠે કાળુને શું કહ્યું ?
(6) ભોગીલાલ ગાંધીએ આત્મશક્તિ માટે શું કહ્યું ?
(7) ‘ગુણવાચક વિશેષણ’ ઉદાહરણ સહિત સમજાવો.
(8) ગોપીની કૃષ્ણપ્રીતિની તીવ્રતા ક્યાં સુધી પહોંચે છે?
(9) રાજેન્દ્ર શાહે કયો ભાવ સૌંદર્યરાગી રીતે આલેખ્યો છે ?
(10) રવાનુકારી શબ્દો કોને કહેવાય ? ઉદાહરણ સહિત સમજવો.
પ્રશ્ન - 5 સૂચવ્યા મુજબ કરો. ( કુલ 12 ગુણ)
(અ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 4 ગુણ
(1) અધ્યેતાની ગતિએ શિક્ષણ મેળવી શકે તેને કેવુંઅધ્યયન કહે છે ?
A. ક્રિયાત્મક અધ્યયન
B. ચિંતનાત્મક અધ્યયન
C. નિદાનાત્મક અધ્યયન
D. અભિક્રમિત અધ્યયન
(2) કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા ?
(i) આંબો
(iii) મહુડી
(ii) બાવળ
(iv) બોડી
(3) કાવ્યને આત્મસાત કરવા શું કરવું જોઈએ ?
(i) વારંવાર ગાયન
(ii) વારંવાર લેખન
(iii) વારંવાર શ્રવણ
(iv) વારંવાર વાચન
(4) નરેને કઈ તાલીમ મેળવી હતી ?
(I)પોલીસ
(iii) ઘોડેસવારી
(ii) પર્વતારોહણ
(iv) વન સંરક્ષણ
(બ) ખાલી જગ્યા પૂરો. 4 ગુણ
(1) ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિને
......કહે છે.
(2) ‘ગતિભંગ’ પ્રકરણનું સાહિત્ય સ્વરૂપ કરો .... છે.
(3) અધ્યયનલક્ષી વર્ગવ્યવહારની રૂપરેખાને
......... કહેવાય.
(4) બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ બેથી ......... કૃતિમાંથી પ્રાપ્ત થાય છે.
(ક) નીચેનાં વિધાનો ખરાં કે ખોટાં જણાવો. ( 4ગુણ )
(1) બાળકના સારા વર્તન બદલ તાત્કાલિક સુદૃઢીકરણ વા૫૨વું જોઈએ.
(2) ‘દીકરી’કાવ્યનું સ્વરૂપ ગીત છે.
(3) વ્યાખ્યાન પદ્ધતિનું લઘુ સ્વરૂપ ચર્ચા પ્રયુક્તિ છે.
(4) બપોર પણ જીવનના મધ્યાહનનું પ્રતીક છે.