TAT લેખિત પરીક્ષા પેપર -1 માટે
ગુજરાતી વ્યાકરણ : સમાસ
🔷 મધ્યમપદલોપી સમાસ 🔷
▪️ જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેનું લુપ્ત પદ ઉમેરવું પડે અને બન્ને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને મધ્યમપદલોપી સમાસ કહે છે.
ઉદાહરણ:
▫️ માનવકૃતિ : માનવ વડે બનેલી કૃતિ
▫️ દહીવડા : દહીં મિશ્રિત વડા
▫️ રાતવાસો : રાત દરમ્યાન કરેલો વાસ
▫️ કામધેનું : કામના પૂર્ણ કરનારી ગાય
▫️ ટપાલપેટી : ટપાલ નાખવાની પેટી
🔷 તત્પુરુષ સમાસ 🔷
▪️ જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય.
▪️ આ સમાસનો વિગ્રહ "એ, ને, થી, માં, નો, ની, નું, ના" જેવા પ્રત્યયો દ્વારા થાય છે.
ઉદાહરણ:
▫️ પ્રેમવશ : પ્રેમને વશ
▫️ ભયભીત : ભયથી ભીત
▫️ ઋણમુક્ત : ઋણમાંથી મુક્ત
▫️ વનવાસ : વનમાં વાસ
▫️ દેવાલય : દેવોનું આલય
🔷 કર્મધારય સમાસ 🔷
▪️ જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ તથા ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.
ઉદાહરણ:
▫️ મહાભારત : મહાન ભારત
▫️ દેહલતા : દેહરૂપી લતા
▫️ મેઘગંભીર : મેઘ જેવું ગંભીર
▫️ વાયુવેગ : વાયુરુપી વેગ
▫️ પરમાત્મા : પરમ આત્મા
🔷 ઉપપદ સમાસ 🔷
▪️ જે સમાસમાં પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચક હોય તેમજ બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય.
ઉદાહરણ:
▫️ રણછોડ : રણને છોડનાર
▫️ પ્રેમદા : પ્રેમને આપનાર
▫️ પ્રાણઘાતક : પ્રાણનો ઘાત કરનાર
▫️ ગિરિધર : ગિરિને ધારણ કરનાર
▫️ લેખક : લેખન કરનાર
🔷 બહુવ્રીહિ સમાસ 🔷
▪️ જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ, વિશેષણ-વિશેષ્ય અથવા ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બને તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે.
ઉદાહરણ:
▫️ કૃતાર્થ : કૃત છે જેનો અર્થ તે
▫️ સુખાંત : જેના અંતે સુખ છે એવું
▫️ ગજાનન : જેનું મુખ ગજ જેવું છે તે
▫️ પાનીપંથો : જેનો પંથ પાણી જેવો છે તે
🔷 દ્વિગુ સમાસ 🔷
▪️ જે સમાસમાં પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.
ઉદાહરણ:
▫️ ત્રિકાળ : ત્રણ કાળનો સમૂહ
▫️ પંચતત્વ : પાંચ તત્વોનો સમૂહ
▫️ નવરાત્ર : નવ રાત્રિનો સમૂહ
▫️ નવરંગ : નવ રંગનો સમૂહ
▫️ ચોતરફ : ચારે તરફ
🔷 અવ્યયીભાવ સમાસ 🔷
▪️ જે સમાસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેમજ તેનો અર્થ સમગ્ર સમાસ પર લાગુ પડે તેને અવ્યયીભાવ સમાસ કહેવાય છે.
ઉદાહરણ:
▫️ યથાશક્તિ : શક્તિ પ્રમાણે
▫️ સવિનય : વિનય સાથે
▫️ આજીવન : જીવન સુધી
▫️ અધોમુખ : મુખ નીચું રાખીને
▫️ દરવખત : દરેક વખત
