શબ્દસમૂહ માટે એક શબ્દ TAT HS
• અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ : અગમબુદ્ધિ
• કરી શકાય નહિ તેવું : અશક્ય
• ઉદારદિલ રાખવું તે : અકબરદિલી
• કલ્પી ન શકાય તેવું : અકલ્પ્ય
• ન સમજી શકાય તેવું : અગમ્ય
• જેમાંથી વસ્તુ ખૂટે નહિ તેવું પાત્ર : અક્ષયપાત્ર
• લખતાં-વાંચતાં આવડવું તે : અક્ષરજ્ઞાન
• ખૂટે નહિ તેવું : અખૂટ
• ખડખડાટ હસવું તે : મુક્તહાસ્ય
• ગણી શકાય નહિ : અગણિત, અસંખ્ય
• અગાઉ જન્મેલ, મોટો ભાઈ : અગ્રજ
• વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું : અજરામર
• જેને શત્રુ નથી તેવું : અજાતશત્રુ
• અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન : અજાયબઘર
• જીતી ન શકાય તેવું : અજેય
• જેની જોડ ન મળી શકે તેવું : અજોડ, અદ્વિતીય, અનન્ય, બેનમૂન
• જાણી ન શકાય તેવું : અજ્ઞેય
• ટચલી આંગળી પાસેની આંગળી : અનામિકા
• નમે નહિ તેવું : અણનમ
• તિથિ નક્કી કર્યા વિના આવનાર : અતિથિ
• વધારીને વાત કરવી તે : અતિશયોક્તિ, અત્યુક્તિ
• થાક લાગ્યા સિવાય : અથાક
• દેખાતું બંધ થઈ જવું તે : અદૃશ્ય
• આત્માને અનુલક્ષીને : અધ્યાત્મ
• જેની શરૂઆત નથી તેવું : અનાદિ
• સાચવી રાખવા સોંપેલી વસ્તુ : અમાનત, થાપણ
• કોઈની સાથે સરખાવી શકાય નહિ તેવું : અનુપમ
• જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું : અનુપેક્ષ્ય
• તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે : અનુમાન
• નહિ પદ્ય, નહિ ગદ્ય : અપદ્યાગદ્ય
• જેની આરપાર જોઈ ન શકાય તેવું : અપારદર્શક
• પહેલાં કદી ન બન્યું હોય તેવું : અભૂતપૂર્વ, અપૂર્વ
• ભેદી ન શકાય તેવું : અભેદ્ય
• અમૃત જેવી મીઠી નજર : અમીદૃષ્ટિ
• કિંમત ન કરી શકાય તેવું : અમૂલ્ય, અમૂલખ, અણમોલ
• ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું : અરણ્યરુદન
• કમરથી ઉપરના ભાગનું ચિત્ર : અરુણચિત્ર
• આ લોકમાં મળે નહિ તેવું : અલૌકિક
• દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી : અવળવાણી
• જેનો નાશ ન થાય તેવું : અવિનાશી
• જન્મથી જ પૈસાદાર : ગર્ભશ્રીમંત
• શેષ રાખ્યા વિના ભગાય નહિ તેવું : અવિભાજ્ય
• કદી પણ ન બની શકે તેવું : અસંભવિત, અશક્ય
• શિવનું ભયંકર નૃત્ય : તાંડવનૃત્ય
• આવક તથા ખર્ચનો અડસટ્ટો : અંદાજપત્ર
• પોતાના હાથે લખાયેલું પોતાનું વૃત્તાંત : આત્મકથા
• જે ઘણાં રૂપ લે છે તે : બહુરૂપી
• પોતાની જાતનું અર્પણ કરવું તે : આત્મભોગ, સ્વાર્પણ
• બે જણ વચ્ચેનું યુદ્ધ : દ્વંદ્વયુદ્ધ
• પોતાનાં વખાણ પોતે જ કરવાં તે : આત્મશ્લાધા
• પગથી માથા સુધી : નખશિખ
• પોતાની જાત સાથે છેતરપિંડી : આત્મવંચના
• પોતાની જાત ઉપર કાબૂ રાખે તેવું : આત્મસંયમી
• સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર : બગભગત
• પોતાની જાત ઉપર આધાર રાખનારું : আপકર્મી
• ઘેર ઘેર ભીખ માગવી તે : માધુકરી
• આંખ આગળ ખડું થઈ જાય તેવું : આબેહૂબ, હૂબહૂ
• સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું : આંતરરાષ્ટ્રીય
• જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર : ઉડાઉ
• લેખકે ધારણ કરેલું બીજું નામ : ઉપનામ, તખલ્લુસ
• ઉપર જણાવ્યા મુજબ : ઉપર્યુક્ત
• જરા વારમાં નાશ પામે તેવું : ક્ષણભંગુર, ક્ષણિક
• આકાશ અને પૃથ્વી જ્યાં મળતાં દેખાય છે તે રેખા : ક્ષિતિજ
• અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત : કેફિયત, બયાન
• ઉપકાર પર અપકાર કરનાર : કૃતઘ્ન, નિમકહરામ, લૂણહરામ
• ખજાનાની સંપત્તિ સાચવનાર : ખજાનચી
• છાપાંને ખબર મોકલનાર : ખબરપત્રી, સંવાદદાતા, વૃત્તાંતનિવેદક
• ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર : ગિરમીટ
• કાયદાથી મના કરેલું : ગેરકાયદે
• ગામનો વહીવટ કરનારી સંસ્થા : ગ્રામપંચાયત
• આગળ વધતાં પહેલાં પાછળનું જોઈ લેવું તે : સિંહાવલોકન
• આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર : તકસાધુ
• ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ : લેવી
• ઓળારૂપે આલેખાયેલું ચિત્ર : છાયાચિત્ર
• એક જ સમયમાં થઈ ગયેલું : સમકાલીન
• કરેલો ઉપકાર ન ભૂલનાર : કૃતજ્ઞ, નિમકહલાલ
• સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતાં નાણાં : તગાવી
• બધી દિશામાં વિજયને વરેલું : દિગ્વિજયી
• દિવસનો કાર્યક્રમ : દિનચર્યા
• ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે : દૂરંદેશી, દીર્ઘદર્શી
• દરરોજ છપાતું વર્તમાનપત્ર : દૈનિક
• કોઈપણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા : પરિભાષા
• કોઈની પણ મદદ ન લે તે : સ્વાશ્રયી, સ્વાવલંબી
• જેનો કોઈ બેલી નથી તે : અનાથ, નિરાશ્રિત, નિરાધાર
• જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન : દ્વીપકલ્પ
• જેના પર તહોમત મુકાયું હોય તે : આરોપી, પ્રતિવાદી
• જૂનાં બાંધકામોનું સમારકામ : જીર્ણોદ્વાર
• ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ : લવાદ
• લાગતા-વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર : પરિપત્ર
• લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર : પીઢ
• લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા : લોકેષણા
• વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ : ભાવનિયમન
• વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું : સુસંગત
• શબ્દશઃ નહિ પણ મૂળના ભાવવાળો અનુવાદ : ભાવાનુવાદ
• શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું : શબ્દાળુ
• શું કરવું તે સૂઝે નહિ તેવી અવસ્થા : કિંકર્તવ્યમૂઢ
• સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે : અંધશ્રદ્ધા
• સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ : પર્યાય
• સમુદ્રમાં રહેલો અગ્નિ : વડવાનલ, વડવાગ્નિ
• સરખી ઉંમરનું : સમવયસ્ક
• સારા-નરસાને પારખનારી શક્તિ : વિવેકબુદ્ધિ
• સાવ અસંભવિત હોય તેવું : આકાશકુસુમવત
• સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : મણિ મહોત્સવ / હીરક મહોત્સવ
• સાંભળતાંવેંત જવાબ આપે તેવું : હાજરજવાબી
• સો વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : શતાબ્દી ઉત્સવ
• હાથથી લખેલું લખાણ : હસ્તપ્રત
• હું ઊતરતો છું એવો મનોભાવ : લઘુતાગ્રંથિ, દૈન્યગ્રંથિ
• હું ચઢિયાતો છું એવો મનોભાવ : ગુરુતાગ્રંથિ
• ચોપડીઓમાં જ મસ્ત રહેનાર : વેદિયું, પોથી પંડિત
• માત્ર શબ્દ (અવાજ)ને આધારે ધાર્યું બાણ મારનાર : શબ્દવેધી
• તાકીદની સખત ઉઘરાણી : તકાજો
• દર વર્ષે અપાતી રકમ : વાર્ષિકી, સાલિયાણું
• પહેલાં થઈ ગયેલું : પુરોગામી
• પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર : માનાર્હ
• પચીસ વર્ષ પૂરાં થયે ઊજવાતો મહોત્સવ : રજત મહોત્સવ
• પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ : સુવર્ણ મહોત્સવ
• પોતાની મેળે સેવા આપવા તત્પર : સ્વયંસેવક
• પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર : મુખત્યારનામું
• બધી પરિસ્થિતિનું ઉપર ઉપરથી કરેલું અવલોકન : વિહંગાવલોકન
• બે મોટા સમુદ્રને જોડનારી ખાડી : સામુદ્રધુની
• ભાગી શકાય તેવું : વિભાજ્ય
• ભવિષ્યની આગાહી કરનારી વાણી : ભવિષ્યવાણી
• મરણ વખતનું ખતપત્ર : વસિયતનામું
• મહેનત કરીને જીવનાર : શ્રમજીવી
• માપ બાંધીને કરાતી વ્યવસ્થા : માપબંધી
• મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ : જાંગડ
• મોટી ઉંમરનાને અપાતું અક્ષરજ્ઞાન/શિક્ષણ : પ્રૌઢશિક્ષણ
• યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ : હસ્ત ઉદ્યોગ, હાથઉદ્યોગ
• રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ : રણદ્વીપ
• રાજ્યની ખટપટોમાં રચ્યોપચ્યો રહેનાર : મુત્સદી, રાજકારણી
• રોગના મૂળ કારણની તપાસ : નિદાન
• ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર : શહીદ
• કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર : વિશેષજ્ઞ
• જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ : રેખાંકિત, અધોરેખિત
• નાકથી બોલાતો (વર્ણ) : અનુનાસિક
• સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ : પદચ્યુત
• દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી તે : વ્યાજોક્તિ
• દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તે : વ્યાજસ્તુતિ
• મરજી મુજબ ફરવું તે : સ્વૈ
રવિહાર
• મીઠું પકવવાની જમીન : અગર
• હવાઈ કિલ્લા બાંધનાર : શેખચલ્લી
• જાતે રાંધી ખાનાર : સ્વયંપાકી
