html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } રૂઢિપ્રયોગો રાજભાષા // Rudgupraylgo ( Rajabhsha ) - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

રૂઢિપ્રયોગો રાજભાષા // Rudgupraylgo ( Rajabhsha )


રૂઢિપ્રયોગો રાજભાષા // Rudgupraylgo ( Rajabhsha )

રૂઢિપ્રયોગો રાજભાષા // Rudgupraylgo ( Rajabhsha )



રૂઢિપ્રયોગ એ ભાષાની આગવી ખાસિયત છે. ભાષા પ્રત્યેક વખતે સીધી સાદી રીતે પ્રયોજાતી નથી. વક્તવ્ય ચોટદાર અને અસરકારક બનાવવા કેટલીકવાર શબ્દપ્રયોગની ખાસ લઢણનો ઉપયોગ કરવામાં આવે છે, તેને રૂઢિપ્રયોગ કહે છે. રૂઢિપ્રયોગની પાછળ ઈતિહાસ પડેલો જોવા મળે છે. વાસ્તવમાં રૂઢિપ્રયોગો એ ભાષાનું ઘરેણું છે. તેના ઉપયોગથી લખાણ વધુ ધારદાર અને પ્રભાવક બનવા ઉપરાંત લાઘવપૂર્ણ બને છે.
 રૂઢિપ્રયોગ એટલે રૂઢ થયેલો પ્રયોગ-અનુભવવાણી. ભાષામાં પણ લોકજીભે થતા પ્રયોગ રૂઢ બને ત્યારે એ ‘રૂઢિપ્રયોગ' બને છે. આમ રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન છે લોકજીભ, લોકજીભની કુખેથી એ જન્મે છે અને લોકજીભના માધ્યમથી એ એનું બળકટરૂપ ધારણ કરે છે અને થોડામાં ઘણું કહી જાય છે.


આવા કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ નીચે મુજબ છે:

 * અક્કલનો ઓથમીર - બુધ્ધિ વિનાનો

 * અગસ્ત્યના વાયદા - લાંબા સમયના વાયદા

 * અડધી રાતે - ભારે અગવડને વખતે: કટોકટીની પળે

 * અન્તને અને દાંતને વેર થવા - ઘણી ગરીબી આવવી

 * આકાશ તૂટી પડવું - ઓચિંતી આપત્તિ આવવી

 * આકાશ પાતાળ એક કરવાં - શક્ય તમામ પ્રયાસ કરવા

 * આંખ આડા કાન કરવા - જાણ્યું ન જાણ્યું કરવું

 * આંખની કીકી - ખૂબ વહાલું

 * આંખમાં ધૂળ નાખવી / આંખે પાટા બાંધવા - છેતરવું

 * આંગળી આપતાં પહોંચો પકડવો - થોડી મદદ આપનારનું બધું જ પચાવી લેવુ

 * આંગળીથી નખ વેગળા - ભેદભાવ હોવો

 * ઊડતાં પંખી પાડવાં - અશક્ય કાર્ય કરી બતાવવું.

 * ઊંધા પાટા બંધાવવા - અવળું સમજવું

 * ઓછું આવવું - મન દુભાવું

 * ઓછું ઓછું થઈ જવું - પ્રેમ કે આનંદના ભાવથી તરબોળ થવું.

 * કક્કો ખરો કરવો - પોતાની વાત પરાણે કબૂલ કરાવવી

 * કડવો ઘૂંટડો ગળવો - અપમાન સહન કરી લેવું

 * કપૂરે કોગળા કરવા - ખૂબ વૈભવ માણવો

 * કાચું સોનું - ફળદ્રુપ જમીન

 * કાન ઉઘાડવા - સાચી સ્થિતિ જણાવવી સમજાવવી

 * કાન ફૂંકવા - ખોટું કહીને ચઢાવવું

 * કાનનું કાચું - ભરમાવે તેમ ભરમાય એવું

 * કાન સરવા કરવા - ધ્યાનથી સાંભળવું

 * કાસળ કાઢવું - નાશ કરવો

 * કાંડાં કાપી આપવાં - લિખિત સ્વીકાર કરવો

 * કૂવામાંનું દેડકું - સંકુચિત વિચારસરણીવાળું

 * કોણીએ ગોળ લગાડવો - પોતાનું કામ સાધવા લાલચ આપવી

 * ખબર લેવી - ખૂબ ઠપકો આપવો

 * ખંખેરી નાખવું - ધમકાવવું, માંરવું, પરવા ન કરવી

 * ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે - ખાવા, ઊંઘવા સિવાય બીજી કંઈ મહેનત ન લેવી પડે તેવી સ્થિતિ

 * ખાડામાં ઉતારવું - નુકસાન કરવું

 * ખાતર પર દિવેલ - નુકસાનમાં વધુ નુકસાન

 * ખાતું માંડી વાળવું - બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણદેણનો હિસાબ ચૂકતે કરવો

 * ગાલે તમાચો મારી મોં લાલ રાખવું - સુખી હોવાનો દેખાવ કરવો

 * घर ફૂટવું - પરિવારમાંથી કોઈ વિશ્વાસઘાતી નીકળવું

 * ઘા ઉપર મીઠું ભભરાવવું - દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવી

 * ઘાસ કાપવું - નકામી મહેનત કરવી

 * ઘોડા પર ઘોડા વધવા - વ્યાજનું વ્યાજ ચડવું

 * ઘોડે બેસી ગાંસડી માથે મૂકવી - મૂર્ખ જેવું કામ કરવું

 * ઘોળીને પી જવું - ગણકારવું નહિ

 * ઘાલમેલ કરવી - —

 * ચશમપોશી કરવી - —

 * ચાર દહાડાનું ચાંદરણું - થોડા સમયનું સુખ

 * ચાલતી ગાડીમાં બેસી જવું - જેમાં લાભ દેખાય ત્યાં ભળવું

 * ચીનનો શાહુકાર - પાકો ગઠિયો

 * ચૂલામાં બિલાડાં આળોટવાં - તંગી હોવી; ગરીબાઈ હોવી

 * ચૌદમું રતન - મારપીટ

 * છક્કા છુટી જવા - અત્યંત ગભરાઈ જવું

 * છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું - મરણતોલ માર મારવો હેરાન પરેશાન કરી નાખવું

 * છાણાં થાપવાં - ખૂબ બદનામ કરવું

 * છાતી ઠોકીને કહેવું - હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહેવું

 * છાતી ફાટી જવી - અપાર શોક થવો

 * છાતી બેસી જવી - હિંમત હારી જવી

 * છેલ્લે ક્યારે પાણી - ઘડપણના છેલ્લા દિવસો

 * જમીન પર પગ ન મૂકવો - ગર્વથી બહેકી જવું ખૂબ ઝડપથી ચાલવું

 * જીભને ટેરવે - મોઢે

 * જીવ ઉંચો થવો - ચિંતા થવી, ઉચાટ થવો

 * જીવ કપાઈ જવો - દુઃખથી હૈયું વીંધાઈ જવું

 * જીવ ખાટો થવો - મન બગડી જવું

 * જીવ તલપાપડ થવો - અતિ આતુર થવું

 * જીવ તાળવે ચોંટી જવો - ચિંતાભરી સ્થિતિમાં મુકાવું

 * ટકાનું ત્રણ શેર - તદ્દન સસ્તું

 * ટકો કરાવવો - માથું સાવ બોડું કરાવવું

 * ટાઢે પાણીએ ખસ જવી - વગર મહેનતે વિઘ્ન ટળવું

 * ઠંડે પાણીએ નાહી નાખવું - આશા છોડી દેવી

 * ઠોકર વાગવી - સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી

 * ડંકો વગાડવો - યશસ્વી કાર્ય કરી બતાવવું

 * ડાગળી ચસકવી - ગાંડા થવું; પાગલ થઈ જવું

 * ઢોલ વગાડવું - જાહેરાત થવી કે કરવી

 * ઢોલકી બજાવવી - હા જી હા કરવી

 * તડકો છાંયડો વેઠવો - સુખદુઃખ સહન કરવાં

 * તૂમડીનાં કાંકરા - સમજી ન શકાય તેવી વાત

 * તેલ કાઢવું - થાકી જાય એવી રીતે કામ લેવું

 * થૂંકેલું ગળવું ચાટવું - બોલેલું વચન ન પાળવું

 * દહાડા વાંકા થવા - પડતી આવવી

 * દહીં દૂધમાં પગ રાખવા - બન્ને પક્ષમાં રહેવું

 * દાઢીમાં હાથ ઘાલવો - ગરજપૂર્વક મદદ માગવી ખુશામત કરવી

 * દાંત ખાટા કરવા - હેરાન કરી મૂકવું; હરાવવું

 * દાંતમાં છેડો ઘાલવો - આબરૂ-મર્યાદા સાચવવી

 * દાંતે તરણું લેવું - લાચારી બતાવવી હાર કબૂલવી/ દીનતાથી શરણે જવું

 * દુનિયાની હવા લાગવી - સંસારના અનુભવની અસર થવી

 * દૂધમાંથી પોરા કાઢવા - સારી વસ્તુમાંથી અવગુણ શોધવા

 * દૂધે મેહ વરસવા - આનંદ આનંદ થઈ જવો

 * દેવતામાં ઘી હોમવું - ઉશ્કેરણી કરવી; કજિયો વધે તેમ કરવું

 * ધૂળ કાઢી નાંખવી - ખૂબ ઠપકો આપવો

 * ધૂળ ચાટતું કરવું - મહાત કરવું; હરાવીને હેઠે પાડવું

 * ધૂળ પાડવી - ધિક્કાર હોવો

 * નાક કાપવું - આબરૂ જવી

 * નાકમાં ઊંટ ચાલવાં - ખૂબ ગર્વ હોવો

 * નાકલીટી તાણવી - અત્યંત દીનતાપૂર્વક શરણે જવું

 * નાકે દમ આવવો - બહુ હેરાન થવું

 * નાડ પકડવી - ખરું કારણ જાણવું

 * પગ ઉપર ઊભા રહેવું - પગભર થવું; આત્મનિર્ભર થવું

 * પગ ઢીલા પડવા - હિંમત ઘટવી

 * પગ ધોઈ પીવા - ઘણો ઉપકાર માનવો

 * પગ પાણી પાણી થઈ જવા - ઊભું રહી ન શકવું; ખૂબ અશક્તિ લાગવી

 * પાઘડી બે હાથે ઝાલીને હીંડવું - સંભાળીને સાવધાનીથી ચાલવું

 * પાણીચું આપવું - બરતરફ કરવું

 * પાણી પહેલાં પાળ બાંધવી - સંકટ પહેલા ઉપાય વિચારવો

 * पानी મૂકવું - પ્રતિજ્ઞા લેવી

 * પૂરું પડવુ - પહોંચી વળવું

 * પેટ ઘરેણે મૂકવું - ભૂખમરો વેઠવો

 * પેટનું પાણી ન હલવું - સ્વસ્થતાનો ભંગ ન થવો; કેઈ જ અસર ન થવી

 * ફેરમાં આવવું - લાંબે રસ્તે આવવું

 * બારમો ચંદ્રમા - ભારે વિરોધ; શત્રુતા

 * બે બાજુ ઢોલકી વગાડવી - બન્ને પક્ષને સાચવવા પ્રયત્ન કરવો

 * બોલે બંધ ન હોવા - બોલેલું વારે ઘડીએ ફેરવવું

 * ભૂત ભરાવું - મગજમાં ઊલટું ભરાઈ જવું

 * મગજમાં ઊતરવું - સમજાવું

 * માથામાં ભૂસું ભરાવું - ગેરસમજ કે હઠ વ્યાપવી

 * મોં પડી જવું - ઝંખવાણું પડવું

 * મોં બંધ કરવું - બોલતું બંધ કરવું

 * મોરનાં ઈડાં ચીતરવાં - સારી વસ્તુને વધુ સારી બનાવવી

 * રજનું ગજ કરવું - વધારીને વાત કરવી

 * રાઈ ભરાવી - ઘણો મિજાજ હોવો

 * રાફડો ફાટવો - મોટી સંખ્યામાં બહાર પડવું

 * લાકડાની તલવારે મહિનો ખાવો - ખોટો આડંબર ચલાવ્યે રાખવો

 * લાકડે માંકડું વળગાડવું - વિરુધ્ધ સ્વભાવના બે જણને જોડવાં

 * લાય મેલવી - આગ સળગાવવી

 * લોઢાના ચણા ચાવવા - મુશ્કેલ કાર્ય કરવું

 * લોહીનું પાણી કરવું - સખત મહેનત કરવી; ખૂબ પરિશ્રમ કરવો

 * વળે વળ ઉતારવો - બંધબેસતી ગોઠવણ કરવી

 * શિંગડાં માંડવાં - સામા થવું

 * સીસામાં ઉતારવું - ભોળવીને ફસાવવું

 * શેર લોડી ચડવું - ખૂબ આનંદ થવો

 * સાત ગળણે ગાળવું - ખૂબ તપાસ કરવી; ખૂબ ચોકસાઈ કરવી

 * સાત પેઢીના ચોપડા ઉકેલવા - ખૂબ જૂની વાતો યાદ કરવી

 * સોનામાં સુગંધ ભળવી - સારી વસ્તુમાં બીજી સારી વસ્તુ ભળવી

 * સ્મશાન વૈરાગ્ય - ક્ષણિક શોક

 * હતું ન હતું થઈ જવું - ધરમૂળથી નાશ પામવું. નામશેષ થઈ જવું

 * હથેળીમાં ચાંદ બતાવવવો / સ્વર્ગ બતાવવું - મોટી મોટી આશાઓ આપી રમાડવું- ઠગવું

 * હાડકાંની હૂંડી કરવી / હાડકાંનું કચુંબર કરવું - સખત મહેનત કરવી

 * હાથ આપવો - મદદ કરવી

 * હાથ કરવું - કબજે કરવું

 * હાથ દેખાડવા - તાકાત બતાવવી


  • અકડા-અકડીનો વખત — કટોકટીનો વખત
  • અક્કડ ને અક્કડ રહેવું — (૧) રોફમાં ને ટાપટીપમાં રહેવું (૨) મગરૂબીમાં રહેવું
  • અક્કલ ગીરો મૂકવી — બીજાની બુદ્ધિએ ચાલવું
  • અક્કલ ગુમ થઈ જવી — બુદ્ધિ ખોઈ બેસવી
  • અક્કલ ચરવા જવી — ભાન ભૂલવું
  • અક્કલ દોડાવવી-ચલાવવી — વિચારીને શાણપણથી કામ કરવું
  • અક્કલ મારી જવી — બુદ્ધિ કે સમજ જતી રહેવી
  • અક્કલ વેચવી — અઘટિત રીતે સમજ વાપરી પોતાની બુદ્ધિને નુકસાન પહોંચે તેમ વર્તવું
  • અક્કલના કાંકરા થવા — બુદ્ધિનો ભ્રંશ થવો; મૂર્ખ
  • અક્કલની ખાણ — બહુ અક્કલવાળી વ્યક્તિ
  • અક્કલનું આંધળું — દોઢડાહ્યું; મૂર્ખ
  • અક્કલનો ઓથમીર — અણસમજુ; બેવકૂફ
  • અક્કલનો દુશ્મન — મૂર્ખ; અણસમજુ; બેવકૂફ
  • અક્કલનો બારદાન — મૂર્ખ; અણસમજુ; બેવકૂફ
  • અક્ષરવાસી થવું — મરણ પામીને બ્રહ્મગતિ મેળવવી; મૃત્યુ પામવું
  • અખત્યાર લઈ લેવો — સત્તા લઈ લેવી
  • અખરાઈ જવું — ખાટું થઈ જવું; બગડી જવું; ખરાબ થઈ જવું
  • અખાડા કરવા — બેદરકારી બતાવવી
  • અગસ્ત્યના વાયદા — જૂઠું વચન; ખોટો વાયદો; લાંબા અને નહીં પાળવાના ખોટા વાયદા
  • અગિયારા ગણવા — નાસી જવું
  • અગ્નિ ઊઠવો — (૧) બળતરા થવી (૨) રીસ ચડવી
  • અઘોર રહેવું-પડવું — મરણ પહેલાંની હોય એવી બેભાન સ્થિતિમાં આવી પડવું
  • અછો અછો વાનાં કરવાં — આદર સત્કાર કરવો; લાડ કરવાં; ખૂબ રાજી રાખવું
  • અજમો આપવો — (ચૂંકાતું હોય કે વાંધો હોય તે દૂર કરવા) લાંચ આપવી
  • અજવાળામાં આવવું — જાહેર થવું; બહાર પડવું
  • અજવાળામાં મૂકવું — ઉઘાડું કરવું; પ્રસિદ્ધ કરવું; જાહેર કરવું
  • અજવાળું જોવું — (૧) જન્મ થવો (૨) બહાર આવવું; જાહેરમાં પડવું
  • અટકળ પંચા દોઢસો — માત્ર ગપ; અડસટ્ટે ઠોકવું તે
  • અટકી રહેવું — અમુક વગર ન ચાલવું
  • અઠે દ્વારકા — લાંબા વખત સુધી ધામા નાખવા
  • અડદ છાંટવા — (૧) જાદુઈ મંત્રથી બાંધી લેવું; મંતરવું (૨) તાબે કરવું; આજ્ઞામાં રહે એવું બનાવવું
  • અડદાળો કાઢવો — શક્તિ ઉપરાંત કામ કરાવીને છેક જ થકાવી દેવું; મરણતોલ માર મારવો
  • અડધું થઈ જવું — (૧) અંગ સુકાઈ જવું (૨) અધમૂઉં થવું
  • અડધો રોટલો — ખાધા પૂરતું; પેટ પૂરતું
  • અડધો પાયો — ઓછો કમઅક્કલ; ઢંગધડા વગરનું
  • અડસઠ તીર્થ કરવાં — બધાં તીર્થોની જાત્રા કરવી
  • અડંગો ઘાલવો-નાખવો-લગાવવો — ધારેલું કામ નહીં થતાં સુધી કોઈને બારણે બેસી રહેવું; ધામો નાખવો
  • અડિયલ ટટ્ટુ — હઠીલું
  • અડૂક દડૂકિયો — બંને પક્ષથી ન્યારો રહી પોતાની મરજી મુજબ મદદ કરનાર
  • અડો જમાવવો — એક જગ્યાએ બેસી રહી હક સ્થાપિત કરવો
  • અઢાર વાંકાં હોવાં — ઢંગધડા વગરનો માણસ; દુર્ગુણોની ખાણ જેવો માણસ
  • અણવીંધ્યો કે વણનાથ્યો આખલો — બેફિકરો માણસ
  • અણસારે સમજવું — સંકેતથી જાણી જવું
  • અણીનો વખત — ખરી કટોકટી કે લાગનો વખત
  • અણી પર રાખવું — કનડવું; હેરાન કરવું
  • અથાણું કરવું — નિરર્થક રાખી મૂકવું; વ્યર્થ સંગ્રહ કરવો
  • અદક પાંસળી — અટકચાળું; મૂર્ખ; જેમ ફાવે તેમ અવિચારીપણે બોલ્યા કરનારું
  • અદા કરવું — અમલ કરવો
  • અધખોખરું કરવું — અડધું થઈ જાય એટલો માર મારવો
  • અધ્ધર ચાલવું — ડોળદમામથી ચાલવું
  • અધ્ધર રાખવું — (૧) જંપીને બેસવા ન દેવું (૨) ફૂલ પેઠે ઊંચકી રાખીને સંભાળવું (૩) રકમ ચોપડે ન નાખવી
  • અધ્ધર લટકવું — (૧) આધાર વિનાના રહેવું (૨) બારીક સ્થિતિમાં આવી પડવું
  • અન્ન અને દાંતને વેર થવાં — માણસની ગરીબ સ્થિતિ થવી
  • અન્ન-જળ ઊઠવું-ખૂટવું — (૧) લેણા-દેણી પૂરી થવી (૨) નસીબ રૂઠવું
  • અન્ન-જળ છોડવું — ઉપવાસ કરવો
  • અન્ન-પાણી ઝેર થઈ જવાં — દુઃખમાં ખાવું-પીવું અકારું લાગવું
  • અભરાઈ પર મૂકવું — કોરે મૂકવું; છુપાવવું
  • અવસર ચૂકવો — તકનો લાભ ન લેવો
  • અવસર તાકવો — લાગ માટે રાહ જોવી
  • અવસરે મોતી ભરડવાં — પ્રસંગે બરોબર ખર્ચ કરવો
  • અવળા ગણેશ બેસવા — શરૂઆતથી જ વિઘ્નો નડવાં
  • અવળા પાટા દેવા — આડું-અવળું સમજાવી પોતાના મનનું કરવું
  • અવળાં પાસાં પડવાં — (૧) ધાર્યા પ્રમાણે ન થવું (૨) કરેલી યુક્તિ પાર ન પડવી (૩) ગણતરી ઊંધી પડવી
  • અંક ભરવો — ખોળો ભરવો
  • અંકે કરવું — (૧) કસોટી વટાવી હાથ કરવું (૨) સંપૂર્ણ કરવું (૩) ભેટવું
  • અંકે સો કરવા — કરાર પૂરો કરવો
  • અંગ ઉપર આવી પડવું — (૧) કામ માથે પડવું (૨) જવાબદારી આવવી
  • અંગ ચોરવું-સાચવવું — કામની ચોરી કરવી; આળસ કરવી
  • અંગાર પર લોટલવું — (૧) ક્રોધ કે ઈર્ષાથી બળવું (૨) દાહથી બળવું
  • અંગારા ઊઠવા — કાળજામાં ચીરો પડવો
  • અંગારા ઝરવા — ખૂબ ક્રોધથી આંખ લાલચોળ થવી
  • અંગારો પાકવો — કુળને કલંક લાગે એવા કુપુત્ર સાબિત થવું
  • અંગૂઠે કમાડ ઠેલવું — છાની રીતે કામ કરવું
  • અંગૂઠા કરી આપવા — (૧) મદદ કરવી (૨) પોતાનું કામ બીજા પાસે સેરવવું
  • અંગૂઠો દેખાડવો-બતાવવો — (૧) િડંગો બતાવવો (૨) કબૂલ ન કર્યાની નિશાની કરવી (૩) વિરોધ દર્શાવવો (૪) હાંસી કરવી
  • અંતર આપવું-દેવું — મનની છાની વાત કહેવી; પોતાનો વિચાર સામાને જણાવવો
  • અંતરપટ ખોલવું — (૧) અજ્ઞાનનો પડદો દૂર કરવો (૨) મનનો મેલ દૂર કરીને વાત કરવી (૩) વચ્ચેનો પડદો દૂર કરવો
  • અંતર પડવું — (૧) છેટું પડવું (૨) જુદા પડવું (૩) તફાવત રહેવો (૪) મળતું ન આવવું (૫) વિશ્વાસ જતો રહેવો (૬) સંમત ન થવું
  • અંતર રાખવું — (૧) ખંત વગર કામ કરવું (૨) જુદાઈ માનવી; તફાવત રાખવો


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏