html, body { overflow-x: hidden; width: 100%; margin: 0; padding: 0; } સંધિ ( રાજભાષા ) // Sandhi ( Rajbhasha ) - Real Gujju Education
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

સંધિ ( રાજભાષા ) // Sandhi ( Rajbhasha )

સંધિ ( રાજભાષા ) //  Sandhi ( Rajbhasha )




ગુજરાતી ભાષામાં સંસ્કૃત તત્સમ શબ્દોનું સારું એવું પ્રમાણ છે. સંસ્કૃત ભાષામાં ત્રણ પ્રકારની સંધિ છે. (૧) સ્વર સંધિ એટલે કે નજીકના બે સ્વરોની એકરૂપતા (૨) વ્યંજન સંધિ એટલે કે વ્યંજન પછી કોઈ સ્વર કે વ્યંજન આવતાં થતો ફેરફાર.

ગુજરાતી ભાષામાં સંસ્કૃતની જેમ સ્વરસંધિ ફરજિયાત નથી, મરજિયાત છે. પૂર્વોક્ત, નિરંકુશ, દુરુપયોગ, પ્રત્યુત્તર, નિરક્ષર, ગ્રંથાલય જેવા શબ્દોમાં સંધિ થાય છે, વિશેષાવિકાર, શિક્ષણાધિકારી, ગ્રામોધોગ જેવા શબ્દો સંધિ સાથે કે સિવાય લખી શકાય છે. વન-ઉપવન, દેત-અહેત, અજર-અમર, અંગ- ઉપાંગ વગેરે જેવા શબ્દોની સંધિ આપણને રચતી નથી. હવે કેટલાક શબ્દોની સંધિ જોઈએ :

• નર + ઈન્દ્ર = નરેન્દ્ર

• પરમ + ઈશ્વર = પરમેશ્વર

• રમા + ઈશ = રમેશ

• નર + ઉત્તમ = નરોત્તમ

• નવ + ઊઢા = નવોઢા

• વિધા + ઉત્તેજક = વિદ્યોત્તેજક

• સદા + એવ = સદેવ

• વન + ઔષધિ = વનૌષધિ

• અતિ + અંત = અત્યંત

• અતિ + આનંદ = અત્યાનંદ

• પ્રતિ + ઉત્તર = પ્રત્યોત્તર

• અનુ + એપણ = અન્વેષણ

• ને + અન = નયન

• ગજ + ઈન્દ્ર = ગજેન્દ્ર

• યોગ + ઈશ = યોગેશ

• મહા + ઈશ્વર = મહેશ્વર

• ચંદ્ર + ઉદય = ચંદ્રોદય

• મહા + ઉદય = મહોદય

• મહા + ત્રપિ = મહર્ષિ

• રાજ + ૩કષિ = રાજર્ષિ

• એક + એક = એકેક

• જલ + ઓધ = જલોધ

• કોટિ + અવધિ = કોટયવવધ

• ઈતિ + 'આદિ = ઈત્યાદિ

• પ્રતિ + એક = પ્રત્યેક

• મનુ + અંતર = મન્વંતર

• શે + અન = શયન

• ગૌ + એક = ગાયક

• ભો + અને = ભવન

• નૈ + એક = નાયક

• પૌ + એક = પાવક

• હો + અને = હવન

• નૌ + ઈક = નાવિક

• ભગવત્ + ઈચ્છા = ભગવદિચ્છા

• ભગવત્ + ગીતા = ભગવદ્ગીતા

• શ્રત્ + ધા = શ્રધ્ધા

• વાચ્ + ઈશ્વર = વાક્ + ઈશ્વર = વાગીશ્વર

• દિશૂ + અંબર = دિક્ + અંબર = દિગંબર

• પણ્ + આનન = પટ્ + આનન = પડાનન

• પપૂ રિપુ = પટ્ + રિપુ = પડરિપુ

• વાચ્ + વ્યાપાર = વાક્ + વ્યાપાર = વાવ્યાપાર

• દિશ્ + ગજ = દિક્ + ગજ = દિગ્ગજ

• મનસ્ + હર = મન + ઉ + હર = મનોહર

• સરસ્ + જ = સર + ઉ + જ = સરોજ

• નિસ + આકાર = નિરાકાર

• નિસ + ઉદ્યમ = નિરુધમ

• નિસ + અતંર = નિરંતર

• નિસ + ગમન = નિર્ગમન

• દસ્ + આચાર = દુરાચાર

• દસ્ + જન = દુર્જન

• વિપદ્ + તિ = વિપત્તિ

• ષણ્ + પદ = પટ્પદ

• આપદ્ + કાલ = આપત્કાલ

• મૃદ્ + પાત્ર = મૃત્પાત્ર

• વધૂ + તું = વત્તું

• સત્ + મતિ = સન્મતિ

• જગત + નાયક = જગન્નાયક

• દિસ + મૂઢ = દિક્ + મૂઢ = દિગ્મૂઢ/ દિઙમૂઢ

• તદ્ + મય = તન્મય

• જગત્ + જનની = જગદ્ + જનની = જગજનની

• સમ + ચય = સંચય

• નિસ + રોગી = નિર્ + રોગી = નિરોગી

• સત્ + ચારિય = સચ્ચારિય

• ઉદ્ + જવલ = ઉજ્જવલ

• સમ્ + મતિ = સંમતિ

• નિસ + ચય = નિશ્ચય

• સમ્ + કર = સંકર

• દસ્ + ૨ = દુષ્કર

• સમ્ + યમ = સંયમ

• વાચ્ + મય = વાક્ + મય = વાઙમય

• સમ્ + વાદ = સંવાદ

• ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર

• સમ્ + લાપ = સંલાપ

• નિસ + રસ = નિર્ + રસ = નીરસ

• સમ્ + સાર = સંસાર

• સમ્ + કલના = સંકલના

• સમ્ + હાર = સંહાર

• સમ્ + તાન = સંતાન

• કપ્ + અન = કર્પણ

• સમ્ + મુખ = સમ્મુખ (સનમુખ નહિ)

• પ્રેક્ષ + અનીય = પ્રેક્ષણીય

• સમ્ + રક્ષણ – સંરક્ષણ

• ભ્રમ્ + અન = ભ્રમણ

• સમ્ + શય = સંશય

• આક્રમ્ + અ = આક્રમણ

• નિસ + શ્વાસ = નિઃશ્વાસ

• પ્ર + નિપાત = પ્રણિપાત

• નિસ + સ્વાર્થ = નિઃસ્વાર્થ

• કૃપ્ + ન = કૃષ્ણ

• ભાય્ + અન = ભાષણ

• રમ્ + અને = રમણ

• પ્ર + અન = પ્રાણ

• રામ + અયન = રામાયણ

• પ્ર + નામ = પ્રણામ

• અપવાદ : પ્ર + નષ્ટ = પ્રનષ્ટ

• તદ્દ + હિત = તદ્ધિત

• યુધિ + સ્થિર = યુધિષ્ઠિર

• પરિ + નામ = પરિણામ

• ઉદ્ + શ્વાસ = ઉચ્છવાસ

• અધૂ + શેર = અચ્છેર

• ઉદ્ + હાર = ઉદ્ધાર

• નિ + સિદ્ધ = નિષિદ્ધ

• અનુ + સ્થાન = અનુષ્ઠાન

• ઉપનિ + સદ = ઉપનિષદ

• વિ + સમ = વિષમ

• નિ + સ્નાત = નિષ્ણાત

• પ્રતિ + શો = પ્રતિશોધ

• પ્રતિ + પેધ = પ્રતિષોધ


📝 બ્લોગ સારાંશ (Takeaway)

ગુજરાતી લેખન વ્યવહારમાં સંધિના નિયમોનું જ્ઞાન હોવાથી જોડણીની ભૂલો ખૂબ ઓછી થાય છે. જો તમે સરકારી પરીક્ષાઓ (GPSC, બિન સચિવાલય, તલાટી વગેરે) ની તૈયારી કરી રહ્યા હોવ, તો આ ઉદાહરણો તમારા માટે ખૂબ જ કિંમતી સાબિત થશે.

તમને આ માહિતી કેવી લાગી? નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને તમારા મિત્રો સાથે શેર કરો!


Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏