Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

કહેવતો અને તેના અર્થ (રાજભાષા) | TAT (HS) (S) Mains 2026


કહેવતો અને તેના અર્થ ( રાજભાષા ) 
Kahevat Ane Tena Arth ( Rajbhasha )

કહેવતો અને તેના અર્થ (રાજભાષા) | TAT (HS) (S) Mains 2026


કહેવતો અને તેના અર્થ ( રાજભાષા )  Kahevat Ane Tena Arth ( Rajbhasha )


પોતાની ઉક્તિને મર્મસ્પર્શી અને ધારદાર બનાવવા માટે પ્રચલિત લોકોક્તિઓનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ કહેવતો સર્વસામાન્ય સત્ય દર્શાવે છે. પ્રસંગની વિશિષ્ટતાઓનો ખ્યાલ રાખીને સમજપૂર્વક કહેવતો પ્રયોજવામાં આવે છે. ઉકિતને સચોટ અને સબળ બનાવવા કોઈ દૃષ્ટાંત આપવાનું હોય, એકસરખી બે વાત યુક્તિથી રજૂ કરવાની હોય, સમર્થન માટે પ્રસ્તુત વસ્તુ રજૂ કરવાની હોય, પ્રથમ અર્થને સબળ બનાવવા બીજું નિત્ય વિધાન રજૂ કરવાનું હોય, ત્યારે લોકોક્તિઓ પ્રયોજવામાં આવે છે. આવી કેટલીક કહેવતો નીચે સમજાવી છે.


 * જળ વહી ગયે શી શોચના: યોગ્ય સમય વીત્યા પછી સમજ આવે તેનાથી કોઈ લાભ થતો નથી.

 * પથ્થર ઉપર પાણી: કોઈ જ અસર ન થવી

 * કાગડો દહીંથરું લઈ ગયો: અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થાય.

 * આંધળાની પાસે આરસી શા કામની?: અણસમજુ આગળ જ્ઞાનની મોટી મોટી વાતો કરવામાં આવે તો તેનો કોઈ અર્થ નથી.

 * રામ રાખે તેને કોઈ ન ચાખે: જેને ઈશ્વરનું રક્ષણ હોય તેને કદી કોઈ કશું કરી શકતું નથી.

 * મન હોય તો માળવે જવાય: ઇચ્છા હોય તેવું થાય.

 * અધૂરો ઘડો છલકાય: ઓછા જ્ઞાનવાળો વધુ ડોળ કરે.

 * જાગતો બમણું ઘોર: દંભી માણસ પોતાને સાચો ઠરાવવા દેખાવ કરે.

 * ઢમઢોલ માંહ પોલ: કેવળ દેખાવની મોટાઈ

 * પોથીમાંનાં રીંગણાં: પારકાને ઉપદેશ આપવો પણ પોતે તે પ્રમાણે અનુસરવું નહિ.

 * મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે: સારી વસ્તુનાં વખાણ ન હોય

 * માથે પડી તે વિશ્વદેવા: માથે લીધેલી જવાબદારી ઈશ્વરે સોંપેલી માની બરાબર બજાવવી.

 * કાંકરે કાંકરે પાળ બંધાય: થોડું થોડું કરતાં મોટું કામ પાર પડે.

 * તેલ જુઓ તેલની ધાર જુઓ: સમય અને સંજોગો પ્રમાણે ચાલો.

 * લાગ્યું તો તીર નહિ તો તુક્કો: સફળ થઈએ તો ઠીક, નહીંતર કંઈ ગુમાવવાનું તો નથી જ.

 * છીંડે ચડ્યો તે ચોર: ગુનો કરતાં પકડાય તે ચોર ને બચી જાય તે શાહુકાર

 * છાશમાં માખણ જાય ને બાઈ ફુવડ ગણાય: નુકસાન ખમવું અને મૂર્ખ કહેવાવું.

 * કમજોર કો ગુસ્સા બહોત: શક્તિ ઓછી હોય પણ ગુસ્સો ઘણો.

 * કહેણી તેવી રહેણી: જેવી વાણી તેવું જ વર્તન હોવું.

 * શીરા સારુ શ્રાવક થવું: હીન આશય માટે કોઈ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવું.

 * આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં: કામ જાતે જ કરવાથી સફળતા મળે.

 * વો દિન કહાં કે મિયાં કે પાંવમેં જૂતી?: કમનસીબ માણસના ભાગ્યમાં સારી ચીજ હોતી નથી.

 * આગ લાગે ત્યારે કૂવો ખોદવો: સંકટ આવે ત્યારે જ જાગવું.

 * આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય: કામ જાતે જ કરવાથી સિદ્ધ thવાય.

 * ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન: અક્કલ વિનાના માણસો વચ્ચે ઓછી અક્કલવાળાની પણ કિંમત થાય.

 * એક પંથ દો કાજ: એક જ સાધનથી અનેક કાર્ય થવાં.

 * ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે: ઓળખીતો માણસ વધુ હેરાન કરે.

 * કાગનું બેસવું ડાળનું પડવું: આકસ્મિક પરિણામ આવવું.

 * ખાળે ડૂચા અને દરવાજા મોકળા: નાની નાની બાબતોમાં કંજૂસાઈ કરવી મોટું નુકસાન થતું હોય તે તરફ ધ્યાન ન આપવું.

 * ગરજ સરી એટલે વૈદ વેરી: સ્વાર્થ પૂરો થતાં સંબંધ છૂટે.

 * ગ્રહણ વખતે સાપ કાઢવો: ખરા સમયે મુશ્કેલી ઊભી કરવી.

 * ઘરકી મુરઘી દાલ બરાબર: ઘરની વસ્તુની કોઈ કદર કરતું નથી.

 * ઘેર ઘેર માટીના ચૂલા: કોઈ ઘર તકરાર વગરનું ન હોય.

 * ચોર કોટવાળને દંડે: પોતે ગુનેગાર હોય છતાં સામા પર ગુનાનો આક્ષેપ કરે છે.

 * છાશ લેવા જવું ને દોણી સંતાડવી: કામ કરવું હોય તો શરમ ન રાખવી.

 * જાગ્યા ત્યારથી સવાર: જયારથી ભૂલનું ભાન થાય, ત્યારથી સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

 * ડુંગરા દૂરથી رળિયામણા: પૂરો પરિચય ન હોય ત્યાં સુધી બધાં માણસો સારાં લાગે

 * તરત દાન અને મહાપુણ્ય: સારા કામમાં ઢીલ ન કરવી.

 * તેજીને ટકોરો અને ગધેડાને ડફણાં: બુદ્ધિશાળી માણસ સાનમાં જ સમજી જાય, મૂર્ખને જ સમજાવવા લમણાંઝીક કરવી પડે.

 * દુ:ખનું ઓસડ દહાડા: સમય વીત્યે દુઃખ ભુલાઈ જાય છે.

 * દૂધનો દાઝયો છાશ ફૂંકીને પીએ: એકવાર બરાબર અનુભવ થયા પછી માણસ બહુ ચેતીને ચાલે છે.

 * દોરડી બળે પણ વળ ન મૂકે: ગમે તેટલાં સંકટ આવે છતાં માણસની ટેવ ન જાય.

 * ધોળું એટલું દૂધ નહિ: બહારથી સારું લાગે તે બધું સારું હોતું નથી.

 * નવરો બેઠો નખ્ખોદ વાળે: કામ વગરનો માણસ પારકી પંચાત ને ખટપટ કરીને મુશ્કેલી ઊભી કરે છે.

 * ભેંસ આગળ ભાગવત શા કામનું: લોકોને શિખામણ દેવી નકામી.

 * ભેંસ ભાગોળે છાશ છાગોળે: કાંઈ ઠેકાણું નહિ ને ખૂબ ધમાલ મચાવવી.

 * મીઠા ઝાડનાં મૂળ ન ખોદાય: કોઈની ભલમનસાઈનો ગેરલાભ ન લેવાય.

 * રાત થોડી ને વેશ ઝાઝા: સમય ઓછો ને કામ વધારે.

 * લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવું: તક ગુમાવવી.

 * લાલો લાભ વગર ન લોટે: લાભ થાય તો જ કાર્ય કરવા તૈયાર થવું.

 * સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહીં: કોઈને ગેરલાભ થાય નહિ એ કામ સિદ્ધ થાય.

 * સૂતો સાપ જગાડવો: નાહકનું જોખમ વહોરવું.

 * હાજર સો હથિયાર: જે સમયે જે વસ્તુ હાજર હોય તે જ કામમાં આવે.

 * હાટડી નાની ને હરકત ઘણી: જવાબદારી ઓછી છતાં સતત કામમાં રહેવું.

 * હાથીના દાંત ચાવવાના જુદા ને દેખાડવાના જુદા: કહેવું કંઈ ને કરવું કંઈ.

 * વાંઝણી પ્રસૂતાની પીડા શું જાણે?: જેણે દુઃખ ન અનુભવ્યું હોય તે દુઃખ સમજી શકે નહિ.

 * પારકી મા જ કાન વીંધે: પરાયા પાસે જ બાળક સુધરે/ કેળવણી મેળવે.

 * દુ:ખમાં અધિક માસ: દુઃખમાં વધારે દુઃખ આવવું.

 * વાવે તેવું લણે: જેવાં કાર્ય કર્યાં હોય તેવું ફળ પામે.

 * જેવી કરણી તેવી પાર ઊતરણી: જેવાં કાર્ય કર્યાં હોય તેવું ફળ પામે.

 * સુથારનું ચિત્ત બાવળીએ: જેવો જેનો વ્યવસાય તેવા તેના વિચારો

 * અકર્મીનો પડિયો કાણો: અભાગિયાને એક પછી એક મુશ્કેલી જ આવે.

 * અણી ચૂક્યો સો વર્ષ જીવે: એક વાર ઊગરી જનારની જીવાદોરી લંબાય

 * અન્ન એવો ઓડકાર: જેવા સંસ્કાર હોય તેવા જ આચાર-વિચાર હોય.

 * આપ ભલા તો જગ ભલા: બીજાઓ સાથે આપણો વ્યવહાર સૌજન્યપૂર્ણ હોય તો બીજાઓ પણ આપણી સાથે એમ જ વર્તે

 * ઊલમાંથી ચૂલમાં પડવું: મુશ્કેલી દૂર કરવા જતાં વધારે મુશ્કેલીમાં મુકાવું.

 * ઊજળું તેટલું દૂધ નહીં, પીળું તેટલું સોનું નહીં: બાહ્ય દેખાવ પરથી વસ્તુનું મૂલ્ય આંકવામાં ભૂલ થવા સંભવ છે.

 * એકડા વગરનાં મીંડાં: મુખ્ય વ્યક્તિ કે વસ્તુના અભાવે અન્યની હાજરી નિરર્થક.

 * એરણની ચોરી અને સોયનું દાન: મોટું પાપ કરી તેમાંથી છૂટવા નજીવું દાન કરવું.

 * કડવું ઓસડ મા જ પાય: કડવી તથા ગુણકારી શિખામણ સ્નેહીઓ જ આપે.

 * કમાઉ દીકરો કુટુંબને વહાલો: જે વ્યક્તિ ઉદ્યમ કરી ધન મેળવે તે સૌને પ્રિય થઈ પડે.

 * કૂતરાંનો સંઘ કાશીએ ન જાય: સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય.

 * કાળા કાળા મંકોડા ને રાતી રાતી ઝિમેલો: તદ્દન નિરક્ષર હોવું.

 * ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?: અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુનો મહિમા સમજી શકાય નહિ.

 * खोદે ઉંદર અને ભોગવે ભોરિંગ: કામ અમુક વ્યક્તિ કરે પણ તેનું ફળ બીજાં ભોગવે.

 * ગરીબની વહુ સહુની ભાભી: ગરીબ અને કચડાયેલા હોય તેમના પર સહુ હક જમાવે.

 * ગામ હોય ત્યાં ઉકરડો હોય: સારા માણસોની વચ્ચે થોડા ખરાબ પણ હોય.

 * ઘાણીનો બળદ ઠેરનો ઠેર: મહેનત કરવા છતાં પ્રગતિ કે વિકાસ થવો.

 * ચડ જા બેટા શૂળીએ: સ્નેહભાવ બતાવી વિકટ પરિસ્થિતિમાં મુકાવું.

 * ચીભડાના ચોરને ફાંસીની સજા: નજીવા ગુના માટે ભારે સજા.

 * જર, જમીન અને જોરુ એ ત્રણ કજિયાનાં છોરું: નાણું, જમીન અને સ્ત્રીને લીધે કજિયા થાય છે.

 * જા બિલ્લી કુત્તે કો માર: જાતે કામ નહીં કરતાં એક બીજાને અને બીજો ત્રીજાને સોંપ્યા કરે.

 * જીવતો નર ભદ્રા પામે: જીવતા માણસનું ગમે ત્યારે પણ કલ્યાણ થાય.

 * ઝાઝી સુયાણીઓ વેતર વંઠે: ઘણા માણસો ભેગા થાય ત્યારે કામ બગડે.

 * ડાહી સાસરે ન જાય અને ઘેલીને શિખામણ આપે: પોતે કામ ન કરે, પરંતુ બીજાને કામ કરવાની સલાહ આપે.

 * દગો કોઈનો સગો નહિ: દગો કરનાર જાતે પણ મુશ્કેલીમાં મુકાય છે.

 * ધરમની ગાયના દાંત શું જોવા?: જે વસ્તુ વગર મહેનતે મળે તે ગમે તેવી હોય તો સ્વીકારવી.

 * નેવાનાં પાણી મોભે ન ચઢે: અશક્ય કામ સિદ્ધ ન થઈ શકે.

 * પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે: ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધવો.

 * બળિયાના બે ભાગ: શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે.

 * બાર ભૈયા ને તેર ચોકા: જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય.

 * ભાવતું હતું ને વૈદે કહ્યું: જે ઇચ્છિત હોય તે આવી મળવું.

 * ભૂવો ધૂણે તોય નાળિયેર ઘર ભણી નાખે: ગમે તેવા સંજોગોમાં સ્વજનોનું હિત જોવું.

 * મન ચંગા તો કથરોટમેં ગંગા: જેનું અંતર શુદ્ધ હોય તેને તીર્થયાત્રા કરવાની જરૂર નથી.

 * મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું: ચિંતા વગરનું જીવન જીવવું.

 * મિયાંની દાઢી બળે ને બીબીને તાપણું થાય: એકને દુ:ખ પડે ને બીજો રાજી થાય.

 * વખત આવ્યે ધૂળનો પણ ખપ પડે: સાવ નકામી જણાતી વસ્તુ પણ સમય આવ્યે કામની.

 * વસુ વિના નર પશુ: ધન વગરના માણસની કિંમત કોડીની હોય છે.

 * શિર સલામત તો પઘડિયાં બહોત: કોઈ પણ રીતે માનવી બચી જાય તો સાધન-સંપત્તિ ઘણી મળી આવે.

 * સવામણ તેલે અંધારું: સાધનો હોવા છતાં કશી વ્યવસ્થા ન હોવી.

 * સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા: મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું.

 * સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય: અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય.

 * હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા: કોઈની પાસે કામ કરાવી પસ્તાવું એના કરતાં જાતે કરી લેવું વધુ સારું.

 * અક્કલનો ઓથમીર - બુધ્ધિ વિનાનો

 * અગસ્ત્યના વાયદા - લાંબા સમયના વાયદા

 * અડધી રાતે - ભારે અગવડને વખતે: કટોકટીની પળે

 * અન્તને અને દાંતને વેર થવા - ઘણી ગરીબી આવવી

 * આકાશ તૂટી પડવું - ઓચિંતી આપત્તિ આવવી

 * આકાશ પાતાળ એક કરવાં - શક્ય તમામ પ્રયાસ કરવા

 * આંખ આડા કાન કરવા - જાણ્યું ન જાણ્યું કરવું

 * આંખની કીકી - ખૂબ વહાલું

 * આંખમાં ધૂળ નાખવી / આંખે પાટા બાંધવા - છેતરવું

 * આંગળી આપતાં પહોંચો પકડવો - થોડી મદદ આપનારનું બધું જ પચાવી લેવુ

 * આંગળીથી નખ વેગળા - ભેદભાવ હોવો

 * ઊડતાં પંખી પાડવાં - અશક્ય કાર્ય કરી બતાવવું

 * ઊંધા પાટા બંધાવવા - અવળું સમજવું

 * ઓછું આવવું - મન દુભાવું

 * ઓછું ઓછું થઈ જવું - પ્રેમ કે આનંદના ભાવથી તરબોળ થવું

 * કક્કો ખરો કરવો - પોતાની વાત પરાણે કબૂલ કરાવવી

 * કડવો ઘૂંટડો ગળવો - અપમાન સહન કરી લેવું

 * કપૂરે કોગળા કરવા - ખૂબ વૈભવ માણવો

 * કાચું સોનું - ફળદ્રુપ જમીન

 * કાન ઉઘાડવા - સાચી સ્થિતિ જણાવવી સમજાવવી

 * કાન ફૂંકવા - ખોટું કહીને ચઢાવવું

 * કાનનું કાચું - ભરમાવે તેમ ભરમાય એવું

 * કાન સરવા કરવા - ધ્યાનથી સાંભળવું

 * કાસળ કાઢવું - નાશ કરવો

 * કાંડાં કાપી આપવાં - લિખિત સ્વીકાર કરવો

 * કૂવામાંનું દેડકું - સંકુચિત વિચારસરણીવાળું

 * કોણીએ ગોળ લગાડવો - પોતાનું કામ સાધવા લાલચ આપવી

 * ખબર લેવી - ખૂબ ઠપકો આપવો

 * ખંખેરી નાખવું - ધમકાવવું, માંરવું, પરવા ન કરવી

 * ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે - ખાવા, ઊંઘવા સિવાય બીજી કંઈ મહેનત ન લેવી પડે તેવી સ્થિતિ

 * ખાડામાં ઉતારવું - નુકસાન કરવું

 * ખાતર પર દિવેલ - નુકસાનમાં વધુ નુકસાન

 * ખાતું માંડી વાળવું - બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણદેણનો હિસાબ ચૂકતે કરવો

 * ગાલે તમાચો મારી મોં લાલ રાખવું - સુખી હોવાનો દેખાવ કરવો

 * घर ફૂટવું - પરિવારમાંથી કોઈ વિશ્વાસઘાતી નીકળવું

 * ઘા ઉપર મીઠું ભભરાવવું - દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવી

 * ઘાસ કાપવું - નકામી મહેનત કરવી

 * ઘોડા પર ઘોડા વધવા - વ્યાજનું વ્યાજ ચડવું

 * ઘોડે બેસી ગાંસડી માથે મૂકવી - મૂર્ખ જેવું કામ કરવું

 * ઘોળીને પી જવું - ગણકારવું નહિ

 * ઘાલમેલ કરવી - અપ્રમાણિકતા કરવી / ગડબડ કરવી

 * ચશમપોશી કરવી - આંખ આડા કાન કરવા

 * ચાર દહાડાનું ચાંદરણું - થોડા સમયનું સુખ

 * ચાલતી ગાડીમાં બેસી જવું - જેમાં લાભ દેખાય ત્યાં ભળવું

 * ચીનનો શાહુકાર - પાકો ગઠિયો

 * ચૂલામાં બિલાડાં આળોટવાં - તંગી હોવી; ગરીબાઈ હોવી

 * ચૌદમું રતન - મારપીટ

 * છક્કા છુટી જવા - અત્યંત ગભરાઈ જવું

 * છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું - મરણતોલ માર મારવો હેરાન પરેશાન કરી નાખવું

 * છાણાં થાપવાં - ખૂબ બદનામ કરવું

 * છાતી ઠોકીને કહેવું - હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહેવું

 * છાતી ફાટી જવી - અપાર શોક થવો

 * છાતી બેસી જવી - હિંમત હારી જવી

 * છેલ્લે ક્યારે પાણી - ઘડપણના છેલ્લા દિવસો

 * જમીન પર પગ ન મૂકવો - ગર્વથી બહેકી જવું ખૂબ ઝડપથી ચાલવું

 * જીભને ટેરવે - મોઢે

 * જીવ ઉંચો થવો - ચિંતા થવી, ઉચાટ થવો

 * જીવ કપાઈ જવો - દુઃખથી હૈયું વીંધાઈ જવું

 * જીવ ખાટો થવો - મન બગડી જવું

 * જીવ તલપાપડ થવો - અતિ આતુર થવું

 * જીવ તાળવે ચોંટી જવો - ચિંતાભરી સ્થિતિમાં મુકાવું

 * ટકાનું ત્રણ શેર - તદ્દન સસ્તું

 * ટકો કરાવવો - માથું સાવ બોડું કરાવવું

 * ટાઢે પાણીએ ખસ જવી - વગર મહેનતે વિઘ્ન ટળવું

 * ઠંડે પાણીએ નાહી નાખવું - આશા છોડી દેવી

 * ઠોકર વાગવી - સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી

 * ડંકો વગાડવો - યશસ્વી કાર્ય કરી બતાવવું

 * ડાગળી ચસકવી - ગાંડા થવું; પાગલ થઈ જવું

 * ઢોલ વગાડવું - જાહેરાત થવી કે કરવી

 * ઢોલકી બજાવવી - હા જી હા કરવી

 * તડકો છાંયડો વેઠવો - સુખદુઃખ સહન કરવાં

 * તૂમડીનાં કાંકરા - સમજી ન શકાય તેવી વાત

 * તેલ કાઢવું - થાકી જાય એવી રીતે કામ લેવું

 * થૂંકેલું ગળવું ચાટવું - બોલેલું વચન ન પાળવું

 * દહાડા વાંકા થવા - પડતી આવવી

 * દહીં દૂધમાં પગ રાખવા - બન્ને પક્ષમાં રહેવું

 * દાઢીમાં હાથ ઘાલવો - ગરજપૂર્વક મદદ માગવી ખુશામત કરવી

 * દાંત ખાટા કરવા - હેરાન કરી મૂકવું; હરાવવું

 * દાંતમાં છેડો ઘાલવો - આબરૂ-મર્યાદા સાચવવી

 * દાંતે તરણું લેવું - લાચારી બતાવવી હાર કબૂલવી/ દીનતાથી શરણે જવું

 * દુનિયાની હવા લાગવી - સંસારના અનુભવની અસર થવી

 * દૂધમાંથી પોરા કાઢવા - સારી વસ્તુમાંથી અવગુણ શોધવા

 * દૂધે મેહ વરસવા - આનંદ આનંદ થઈ જવો

 * દેવતામાં ઘી હોમવું - ઉશ્કેરણી કરવી; કજિયો વધે તેમ કરવું

 * ધૂળ કાઢી નાંખવી - ખૂબ ઠપકો આપવો

 * ધૂળ ચાટતું કરવું - મહાત કરવું; હરાવીને હેઠે પાડવું

 * ધૂળ પાડવી - ધિક્કાર હોવો

 * નાક કાપવું - આબરૂ જવી

 * નાકમાં ઊંટ ચાલવાં - ખૂબ ગર્વ હોવો

 * નાકલીટી તાણવી - અત્યંત દીનતાપૂર્વક શરણે જવું

 * નાકે દમ આવવો - બહુ હેરાન થવું

 * નાડ પકડવી - ખરું કારણ જાણવું

 * પગ ઉપર ઊભા રહેવું - પગભર થવું; આત્મનિર્ભર થવું

 * પગ ઢીલા પડવા - હિંમત ઘટવી

 * પગ ધોઈ પીવા - ઘણો ઉપકાર માનવો

 * પગ પાણી પાણી થઈ જવા - ઊભું રહી ન શકવું; ખૂબ અશક્તિ લાગવી

 * પાઘડી બે હાથે ઝાલીને હીંડવું - સંભાળીને સાવધાનીથી ચાલવું

 * પાણીચું આપવું - બરતરફ કરવું

 * પાણી પહેલાં પાળ બાંધવી - સંકટ પહેલા ઉપાય વિચારવો

 * પાણી મૂકવું - પ્રતિજ્ઞા લેવી

 * પૂરું પડવુ - પહોંચી વળવું

 * પેટ ઘરેણે મૂકવું - ભૂખમરો વેઠવો

 * પેટનું પાણી ન હલવું - સ્વસ્થતાનો ભંગ ન થવો; કેઈ જ અસર ન થવી

 * ફેરમાં આવવું - લાંબે રસ્તે આવવું

 * બારમો ચંદ્રમા - ભારે વિરોધ; શત્રુતા

 * બે બાજુ ઢોલકી વગાડવી - બન્ને પક્ષને સાચવવા પ્રયત્ન કરવો

 * બોલે બંધ ન હોવા - બોલેલું વારે ઘડીએ ફેરવવું

 * ભૂત ભરાવું - મગજમાં ઊલટું ભરાઈ જવું

 * મગજમાં ઊતરવું - સમજાવું

 * માથામાં ભૂસું ભરાવું - ગેરસમજ કે હઠ વ્યાપવી

 * મોં પડી જવું - ઝંખવાણું પડવું

 * મોં બંધ કરવું - બોલતું બંધ કરવું

 * મોરનાં ઈડાં ચીતરવાં - સારી વસ્તુને વધુ સારી બનાવવી

 * રજનું ગજ કરવું - વધારીને વાત કરવી

 * રાઈ ભરાવી - ઘણો મિજાજ હોવો

 * રાફડો ફાટવો - મોટી સંખ્યામાં બહાર પડવું

 * લાકડાની તલવારે મહિનો ખાવો - ખોટો આડંબર ચલાવ્યે રાખવો

 * લાકડે માંકડું વળગાડવું - વિરુધ્ધ સ્વભાવના બે જણને જોડવાં

 * લાય મેલવી - आग સળગાવવી

 * લોઢાના ચણા ચાવવા - મુશ્કેલ કાર્ય કરવું

 * લોહીનું પાણી કરવું - સખત મહેનત કરવી; ખૂબ પરિશ્રમ કરવો

 * વળે વળ ઉતારવો - બંધબેસતી ગોઠવણ કરવી

 * શિંગડાં માંડવાં - સામા થવું

 * સીસામાં ઉતારવું - ભોળવીને ફસાવવું

 * શેર લોડી ચડવું - ખૂબ આનંદ થવો

 * સાત ગળણે ગાળવું - ખૂબ તપાસ કરવી; ખૂબ ચોકસાઈ કરવી

 * સાત પેઢીના ચોપડા ઉકેલવા - ખૂબ જૂની વાતો યાદ કરવી

 * સોનામાં સુગંધ ભળવી - સારી વસ્તુમાં બીજી સારી વસ્તુ ભળવી

 * સ્મશાન વૈરાગ્ય - ક્ષણિક શોક

 * હતું ન હતું થઈ જવું - ધરમૂળથી નાશ પામવું. નામશેષ થઈ જવું

 * હથેળીમાં ચાંદ બતાવવવો/સ્વર્ગ બતાવવું - મોટી મોટી આશાઓ આપી રમાડવું-ઠગવું

 * હાડકાંની હૂંડી કરવી / હાડકાંનું કચુંબર કરવું - સખત મહેનત કરવી

 * હાથ આપવો - મદદ કરવી

 * હાથ કરવું - કબજે કરવું

 * હાથ દેખાડવા - તાકાત બતાવવી







Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏