ઊણપનો સિદ્ધાંત અને અસાતત્યનો સિદ્ધાંત
ઊણપનો સિદ્ધાંત
ઊણપનો સિદ્ધાંત, ઘટનો સિદ્ધાંત' ન્યૂનતાનો સિદ્ધાંત, કમીનો સિદ્ધાંત કે વંચના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. આ નામો પરથી કહી શકાય કે આ સિદ્ધાંત અભાવ અથવા નુકસાનના સંદર્ભમાં હશે. ઊણપનો સિદ્ધાંત નિમ્ન સામાજિક-આર્થિક વાતાવરણમાંથી આવતા બાળકોની ભાષાની નબળાઈ દર્શાવે છે. આ સિદ્ધાંત ઓટો અને એલરે, 1989 માં રજૂ કર્યો હતો. એલર રેબેકા જી, (Eller, Rebecca Gી તેમના bits au, "Johny Cant talk, Either: The perpetration of the deficit Theory in Classroom Reading Teacher , page 670' 74 May 1989 માં જણાવે છે કે :
The deficit theory suggests that children from lower socio-economic environments enter school without the linguistic resources needed for success. It suggests that teachers avoid labeling children as verbally inept when their language does not conform to the teachers' linguistic model."
ઊણપનો સિદ્ધાંત સૂચન કરે છે કે,
જે બાળકો નિમ્ન સામાજિક, આર્થિક વાતાવરણમાંથી શાળામાં પ્રવેશે છે તેઓ સફળતા માટેના જરૂરી ભાષાકીય સ્રોતો વગર આવેલા હોય છે અને આ સિદ્ધાંત શિક્ષકોને સૂચન કરે છે કે તેઓએ પોતાના ભાષાકીય સ્વરૂપને અનુરૂપ ન હોય તેવી રીતે જો વિદ્યાર્થી શાબ્દિક અક્ષમતા બતાવે તો તેઓ ભાષામાં અક્ષમ વિદ્યાર્થી છે, તેવી છાપ ન લગાવી દે,અનુસાર કેટલાક વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં શૈક્ષણિક સફળતા માટે વધુ સંવેદનશીલ હોય છે તેને ડેફિસિટ થિયરી’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક શિક્ષકોના ધ્યાનમાં સંપૂર્ણ વિદ્યાર્થીનું કે આદર્શ વિદ્યાર્થીનું ચિત્ર હોય છે. જે વિદ્યાર્થીઓ આ ચિત્રમાં બંધબેસતા નથી.
આ સિદ્ધાંત વર્ગખંડમાં પ્રવેશ કરે છે, ત્યારે આવા શિક્ષકો તે વિદ્યાર્થીની સિદ્ધિની ઓછી અપેક્ષાઓ રાખે છે. સાચા અર્થમાં આ વિદ્યાર્થી માનસિક રીતે નબળો હોય કે તેની બુદ્ધિ ઓછી હોય તેવું હોતું નથી. પરંતુ આવા બાળકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેમને ભાષાના બહોળા શબ્દભંડોળનો અનુભવ હોતો નથી, તેથી તેઓ તેમનામાં રહેલી શક્તિઓને 4 ભાષાના માધ્યમથી પૂરેપૂરી રીતે અભિવ્યક્ત કરી શકતા નથી. લાલ)
ઘણીવાર વર્ગખંડમાં શિક્ષકની અપેક્ષાઓને કારણે આવા વિદ્યાર્થીઓને જાણે-અજાણે અન્યાય થઈ જતો હોય છે. આથી શિક્ષકપ્રશિક્ષકો અને સેવારત શિક્ષકો માટે પણ આ સિદ્ધાંતની સમજ અતિ મહત્ત્વની છે. વર્ગખંડમાં વિષયોની સમજૂતી આપવા માટે વપરાતા શબ્દો કે સૂચનો જો વર્ગના પ્રત્યેક વિદ્યાર્થી સુધી ન પહોંચે તો વિદ્યાર્થીઓનો વિકાસ રૂંધાય છે અને દેખીતી રીતે જ ઉચ્ચ સામાજિક-આર્થિક વાતાવરણમાંથી આવતા બાળકોને વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ મળી રહે છે, જ્યારે નિમ્ન સામાજિક-આર્થિક વાતાવરણમાંથી આવતાં બાળકોનો વિકાસ રૂંધાય છે. એલર રેબેકા જીના ઉપરોક્ત લેખમાં એ પણ જણાવે છે કે, શાળામાં પ્રવેશ મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓ તેઓના વિભિન્ન સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને કારણે ન્યૂનતમ ભાષાકીય સિદ્ધિ પણ ધરાવતા નથી હોતા, તેને કારણે તેઓ શિક્ષકની અપેક્ષાએ તેઓની સફળતાની કક્ષાએ ઊણા ઊતરે છે. અહીં પ્રશ્ન વિદ્યાર્થીની બુદ્ધિક્ષમતા કે ભાષા ક્ષમતા નિમ્ન છે, તે જણાવવાનો નથી. છેતે
ભારતીય વર્ગખંડોની વાત કરીએ તો શાળાઓમાં ઉણપના સિદ્ધાંતના ડાયરામાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં વધુ છે. દરેક શિક્ષકે આ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને પોતાના વિષયનું અધ્યાપન કાર્ય કરવું જોઈએ. પોતાના વિષય સંબંધિત પારિભાષિક શબ્દોની વિદ્યાર્થીઓ સમજી શકે તેવી ભાષામાં જો સમજૂતી આપવામાં ન આવે તો વિદ્યાર્થીઓ તે વિષયને આત્મસાત્ કરી શકતા નથી. પરિણામે દેખીતી રીતે જ વર્ગમાં હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓ-એવા બે વર્ગો બની જાય છે પરંતુ સાચા અર્થમાં તે ઉચ્ચ અને નિમ્ન સામાજિક આર્થિક સ્થિતિ ધરાવતા વર્ગો હોય છે.
વધારે ઊંડાણપૂર્વક વિચારીએ તો વિદ્યાર્થીઓની આ સ્થિતિ માટે વિદ્યાર્થી કે શિક્ષક બેમાંથી એક પણ જવાબદાર પરિબળ નથી. પરંતુ શિક્ષક જો આ સિદ્ધાંતને લક્ષમાં રાખી અધ્યાપન કાર્ય કરાવે તો ચોક્કસ શિક્ષક સુધારાત્મક પરિબળ તો બની જ શકે. તેથી દરેક શિક્ષકે કોઈપણ વિદ્યાર્થી માટે ઠોઠ, નબળો, મંદ બુદ્ધિનો, જડ જેવો, વગેરે જેવા નકારાત્મક પૂર્વગ્રહો બાંધતા પહેલાં વિદ્યાર્થીની ભાષાકીય કક્ષાએ પહોંચી તેની સમજ વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીની અર્થગ્રહણ શક્તિમાં વધારો કરી શકાય. ઉણપનો સિદ્ધાંત માત્ર શિક્ષકની સમસ્યા નથી; તે જ રીતે માત્ર ભાષાકીય સમસ્યા જ નથી, વિદ્યાર્થીઓમાં ઘટ કે ઉણપ તેમના શારીરિક દેખાવ, પહેરવેશ કે વ્યવહારમાં પણ હોઈ શકે છે
ઉપરોક્ત ચર્ચા ઉપરથી હવે આપણે સમજી શકીએ કે વિદ્યાર્થી જો ભાષાકીય ક્ષમતામાં નબળું હોય અથવા તો પોતાની અભિવ્યક્તિ શાબ્દિક રીતે ન કરી શકતું હોય વર્ગમાં ઉત્તરો ન આપી શકતું હોય તો તેની પાછળ તેની બૌદ્ધિક ક્ષમતા જવાબદાર છે, તેમ નથી. આ અક્ષમતા પાછળનું મુખ્ય કારણ તેનું સામાજિક-આર્થિક વાતાવરણ છે.
ઊણપના સિદ્ધાંતનો વર્ગખંડમાં વિનિયોગ :
ઊણપના સિદ્ધાંતની સમજૂતી મેળવ્યા બાદ દરેક શિક્ષકે અધ્યાપનકાર્ય કરાવતી વખતે કેટલીક બાબતોને લક્ષમાં રાખવી જોઈએ.
(1) પ્રથમ અનુભવે જ કોઈ પણ વિદ્યાર્થી માટે છાપ ન ઊભી કરવી:
કોઈપણ વિદ્યાર્થી માટે કોઈ એક ચોક્કસ છાપ કે પૂર્વગ્રહ બાંધતા પહેલાં વિદ્યાર્થીને વર્ગખંડમાં અભિવ્યક્ત થવાની તક આપવી જોઈએ. કોઈપણ વિદ્યાર્થીની સિદ્ધિ કક્ષા માત્ર અનુમાનને આધારે નક્કી ન કરવી જોઈએ.
(2) પૂર્વગ્રહો અને ધારણાઓથી પર રહેવું
ઘણીવાર શિક્ષકના મનમાં પહેલેથી કોઈ સમાજ કે સમુદાય માટે પૂર્વગ્રહ હોય છે. તેઓ માની લેતા હોય છે કે અમુક સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓમાં ઓછી બુદ્ધિ હોય છે તેથી તેમના પ્રત્યે દુર્લક્ષ સેવે છે. શિક્ષકનું આવું વલણ વિદ્યાર્થી માટે અન્યાયકર્તા તો છે જ, પરંતુ સાથે તે વિદ્યાર્થીનો વિકાસ પણ રૂંધી નાખે છે, તેથી શિક્ષકે વર્ગના બધા વિદ્યાર્થીઓ માટે સમાન વલણ અપનાવવું જોઈએ.
(3) સરળ અને સમજી શકાય તેવી ભાષા પ્રયોજવી
શિક્ષકે વર્ગખંડમાં પોતાના વિષયને અનુલક્ષીનેં વિદ્યાર્થી સમજી શકે તેવી ભાષા પ્રયોજવી જોઈએ. ઘણીવાર વિષયમાં વપરાતા શબ્દો કરતા સામાન્ય વ્યવહારમાં વપરાતા શબ્દો અલગ હોય છે. વિદ્યાર્થી પાસે આવા શબ્દોનો અનુભવ હોવા છતાં સૈદ્ધાંતિક શબ્દોના પ્રયોજનને કારણે વિદ્યાર્થીની સમજ વિકસી. શકતી નથી. ઉદાહરણ તરીકે, જંગલ વિસ્તારની આસપાસની શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષક વર્ગમાં પર્ણ વિશે ભણાવતી વખતે એક પણ વાર પાંદડું શબ્દનો પ્રયોગ ન કરે તો ઘણી વાર આખો એકમ પૂરો થઈ જાય તેમ છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ તેની સમજ વિકસાવી શકતા નથી. કારણ કે પર્ણ એટલે પાંદડું એવી તેમને ખબર જ હોતી નથી.
(4) સંસ્કૃતિના જોડાણ માટે પ્રયત્ન
શિક્ષક જો નિમ્ન અને ઉચ્ચ-બન્ને સામાજિક-આર્થિક વાતાવરણમાંથી આવતા બાળકો માટે સમાનતાના ધોરણ અપનાવે એટલે કે બંને પ્રકારના વિદ્યાર્થીઓ અર્થગ્રહણ કરી શકે તેવી અધ્યયન પ્રવૃત્તિઓ જેવી કે જીડીચર્ચા, જૂથચર્ચા, ઘટનાઓનું વર્ણન વગેરે દ્વારા વિદ્યાર્થીઓને અભિવ્યક્ત થવા માટેની મહત્તમ તકો પૂરી પાડે તો વિદ્યાર્થીઓની ભાષાશક્તિમાં સુધારો થાય છે અને સમજશક્તિ વિકસે છે.
ઉપરોક્ત ચર્ચા મુજબ દરેક શિક્ષક સંવેદનશીલ બની વિદ્યાર્થીઓમાં કોઈ ઘટ કે ઊણપ ન રહી જાય તે માટે સઘન પ્રયત્નો કરવા જોઈએ. કોઈપણ વિદ્યાર્થી માટે ઉતાવળમાં પ્રથમ અનુભવે જ છાપ ન બનાવવી જોઈએ.
અસાતત્યનો સિદ્ધાંત
ભાષાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે તે વિષય ભાષા વિજ્ઞાનીઓમાં હંમેશા કેન્દ્રમાં રહ્યો છે. આ વિષય ઉપર સદીઓ સુધી ઘણાં સંશોધનો થયાં છે પરંતુ આજ દિન સુધી કોઈ એક ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાયું નથી. માનવીય ભાષાની ઉત્પત્તિ સાથે બે સિદ્ધાંતો મૂળભૂત રીતે જોડાયેલા હોય છે.
(1) સાતત્યનો સિદ્ધાંત
(2) અસાતત્યનો સિદ્ધાંત
સિદ્ધાંત ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સાથે સંકળાયેલો છે. આ સિદ્ધાંત અનુસાર વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ તે એક જ દિવસની વાત નથી. વિકાસ હંમેશા ક્રમિક હોય છે અને તબક્કાઓમાં થાય છે. આ સિદ્ધાંતના સમર્થકો માને છે કે ભાષા પણ ક્રમિક રીતે વિકાસ પામે છે. આ દૃષ્ટિએ જોતાં ભાષાની શરૂઆત આપણા પૂર્વજોથી થઈ અને અત્યારે આપણે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેનો વિકાસ પણ ક્રમિક તબક્કાઓમાં થયેલો છે.
અસાતત્યના સિદ્ધાંતના સમર્થકો માને છે કે માનવીય ભાષાની તુલના અન્ય જીવો સાથે ન કરવી જોઈએ. ભાષા એક અનન્ય (Unique). તત્ત્વ છે અને તે માનવ ઉત્ક્રાંતિના તબક્કામાં વિકાસ ન પામી શકે. મનુષ્યની ભાષા ક્ષમતાને પ્રાણીઓ સાથે સરખાવી શકાય નહીં. નો આમ ચોખ્ખી આ સિદ્ધાંતના અગ્રણી હિમાયતી છે. તેમનું માનવું હતું કે આશરે 100000 વર્ષ પહેલાં એક જ વ્યક્તિમાં આવું પરિવર્તન થયું હશે અને પછી વિકાસની પ્રક્રિયા શરૂ રહી હશે... આમ, મનુષ્ય જન્મથી જ એવી શક્તિ લઈને આવ્યો છે કે તે ભાષા આત્મસાત્ કરી શકે છે.
અને બિલાડીનું બચ્ચું બંને કુદરતી રીતે તર્ક કરવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં જો બંનેને સમાન પ્રકારની ભાષાકીય માહિતી ઉપલબ્ધ કરવામાં આવે તો માનવનું બાળક હંમેશા ભાષાને સમજવાની અને તેને ઉત્પન્ન કરવાની ક્ષમતા મેળવી લે છે, જયારે બિલાડીનું બચ્ચું કયારેય આ પ્રકારની ક્ષમતા કેળવી શકતું નથી. માનવમાં રહેલી, જયારે બિલાડીમાં અભાવ હોય તેવી યોગ્ય ક્ષમતાને ચોસ્કીએ “લેંગ્વજ એકિવઝિશન ડિવાઇસ” (એલએડી) નામ આપ્યું. આ સિદ્ધાંત મૂળભૂત રીતે તો જન્મજાત શક્તિનો સિદ્ધાંતનો છે પણ તે સાતત્ય સિદ્ધાંતથી બિલકુલ વિપરીત દૃષ્ટિકોણ રજૂ કરે છે માટે તેને “અસાતત્યનો સિદ્ધાંત’ કે ‘સાતત્યભંગ સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ જન્મથી બહેરી વ્યક્તિ ભલે ભાષા બોલી નથી શકતી પણ તે આદાન-પ્રદાન માટે પોતાની ભાષાનું નિર્માણ કરી શકે છે.
Read More …