Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષા અધ્યયનને અસર કરતાં પરિબળો // Factors Affecting Language Studies

 

ભાષા અધ્યયનને અસર કરતાં પરિબળો
(શારીરિક, માનસિક અને સામાજિક) 



બાળક માટે ભાષા ગ્રીક ભાષામાં infans શબ્દ પ્રયોજાય છે. Infans એટલે જે બોલવાને શક્તિમાન નથી તે. શરૂઆતમાં બાળક અનુકરણની મદદથી શીખવાનો પ્રયત્ન કરે છે. બાળક એકાદ વર્ષની આસપાસનું થતાં અનુકરણની પ્રક્રિયામાંથી મુક્ત થઈ તેના આસપાસની વ્યક્તિઓ દ્વારા બોલાતી ભાષાને સાંભળીને સમજવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ તે સમાન ધ્વનિવાળા અક્ષરો બોલવાનો પ્રયત્ન કરે છે જેવા કે કાકા, મામા, દાદા વગેરે, ત્યારબાદ શબ્દો શીખે છે અને પછી શબ્દોને ગોઠવી નાનાં-નાનાં વાક્યો બનાવે છે. ભાષા વિકાસ દરેક બાળકમાં સમાન રીતે થતો નથી. જે બાળકોની માંગણીઓને સમજીને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવાની કાળજી લેવાઈ હોય તેવાં બાળકો ઝડપથી ભાષા શીખે છે. બીજે પક્ષે જે બાળકોની જરૂરિયાતો પરત્વે દુર્લક્ષ સેવવામાં ન આવ્યો હોય તેવા બાળકો મોડાં ભાષા શીખે છે. ઘરમાં વડીલોની મળે ઉછરેલાં બાળકોને વાવ્યવહાર કરવાની તકો વધુ મળે છે તેથી તેઓ ઝડપથી ભાષા શીખે છે. જ્યારે આયાઓ પાસે કે અનાથાશ્રમમાં ઉછરેલાં બાળકોને વાફવ્યવહારની ઓછી તકો મળે છે, તેથી તેઓ મોડાં ભાષા શીખે છે. આમ, સમાન ઉંમર ધરાવતાં બાળકોનો ભાષાવિકાસ એકસરખો હોતો નથી. એકસરખી વયનાં બાળકો શબ્દભંડોળ, વાક્યોની લંબાઈ, વાક્યરચનાની સંકુલતા, વાક્યમાં વપરાયેલ શબ્દના સ્વરૂપો વગેરે બાબતમાં ભિન્નતા જોવા મળે છે. બાળ મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર ભાષા વિકાસ પર મુખ્યત્વે ત્રણ પરિબળો અસર કરે છે.


ભાષા અધ્યયનને અસર કરતાં પરિબળો //  Factors Affecting Language Studies


(1) શારીરિક પરિબળો

(2) મનોવૈજ્ઞાનિક પરિબળો

(3) સામાજિક પરિબળો


(1) શારીરિક પરિબળો ( Physical Factors) :


ભાષા શીખવાની પ્રક્રિયાનો પ્રારંભ ગર્ભાવસ્થા દરમિયાન જ શરૂ થઈ જાય છે. માતાના હૃદયના ધબકારા બાળક સાંભળે છે તેને વાદ્ભવાહમાંથી અક્ષરો ઓળખવાની ક્રિયા સાથે સંબંધ છે. આમ, ગર્ભાવસ્થા દરમ્યાન માતાને અને જન્મ બાદ બાળકને મળતો પોષણયુક્ત ખોરાક ભાષા ગ્રહણ માટે મહત્ત્વનો છે. યોગ્ય શારીરિક તંદુરસ્તી સાથે ભાષા અધ્યયનને ગાઢ સંબંધ છે. લાંબી કે ગંભીર બીમારીનો ભોગ બનેલું બાળક ઘણી મોડેથી ભાષા શીખે છે. એક-દોઢ વર્ષનું બાળક ભાષા શીખ્યા પછી જો બીમારીમાં સપડાય તો ભાષા ભૂલી જાય છે અને આ બીમારીમાંથી ઉડ્યા પછી ફરીથી ભાષા શીખવાનું શરૂ કરે છે. આ રીતે લાંબા સમયગાળાની માંદગીને લીધે બાળકનો ભાષાવિકાસ મંદ પડી જાય છે. 


  • વાણી સાથે જોડાયેલા સ્નાયુઓમાં ખામી હોય તો બાળક મોટું બોલતાં શીખે છે. મધ્યવર્તી જ્ઞાનતંતુઓની ખામીને લીધે ઘણીવાર મુશ્કેલી પેદા થાય છે. વાણીનું નિયંત્રણ કરતાં જ્ઞાનતંતુઓની ખામી બાળકોના ભાષાવિકાસને મંદ કરે છે.


  • જે બાળકોમાં શ્રવણશક્તિનો અભાવ હોય તેવાં બાળકો પણ ઝડપથી ભાષા ગ્રહણ કરી શકતાં નથી. જયારે બાળક સાંભળી શકતું નથી તો તે જે કહેવામાં આવ્યું છે એ કઈ રીતે સમજી શકે ? આવાં બાળકો સંકેતોની મદદથી ભાષા શીખી શકે છે. પરંતુ આ પ્રકારની ખામીનો ખ્યાલ જો લાંબા સમય સુધી ન આવે તો તે બાળકમાં વિચિત્રતા જન્માવે છે. આવી ખામીનો ખ્યાલ જેટલો ઝડપથી આવે તેટલી ઝડપથી તેને ચિકિત્સા હેઠળ લઈ મદદરૂપ થઈ શકાય છે.


  • અંધ બાળકોને પણ ભાષા શીખવામાં મુશ્કેલી પડે છે. તેઓ પણ આંખની ખામીને લીધે તંદુરસ્ત બાળકોની સરખામણીએ મોડાં ભાષા શીખે છે. આવાં બાળકો માટે ભાષા અધ્યયન માટે બ્રેઈલ લિપિ, ઓડિયો ટેપ જેવાં ઘણાં ઉપકરણો ઉપલબ્ધ છે. હવે તો ઘણી બધી મોબાઇલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે કે જેના દ્વારા અંધ બાળકો ભાષા સરળતાથી શીખી શકે છે


 શારીરિક રીતે તંદુરસ્ત બાળક પોતાની ઇન્દ્રિયો, પોતાના અનુભવો અને વાતાવરણનો મહત્તમ ઉપયોગ કરી ભાષા સારી રીતે શીખી શકે છે. તંદુરસ્ત બાળક તેની આસપાસના વ્યક્તિઓના સંપર્કમાં આવીને પણ ઝડપથી ભાષા શીખે છે.


 ભાષા અને સમાજ Language and society 

(2) મનોવૈજ્ઞાનિક પરિબળો (Psychological Factors) 


ભાષાઅધ્યયનની સિદ્ધિને પ્રભાવિત કરી શકે તેવા વિવિધ મનોવૈજ્ઞાનિક પરિબળો છે. આમાંના કેટલાક પરિબળોમાં ઉંમર, સમજશક્તિ, બુદ્ધિ, વ્યક્તિત્વ, ધ્યાન, રસ, આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સમાવેશ થાય છે. ભાષાનું શિક્ષણ મેળવવા માટે આ પરિબળોને સમજવા અને કેટલાક નકારાત્મક પરિબળોને નિયંત્રણમાં રાખવા મનોવૈજ્ઞાનિક પરિબળોની સમજ મેળવવી જરૂરી છે. મનોવૈજ્ઞાનિક પરિબળોમાં નીચેનાં પરિબળોનો સમાવેશ થાય છે.


  • બુદ્ધિશક્તિ (Mental ability) 

  • હેતુ (Intention) 

  • ધ્યાન(Attention) 

  • રસ (Interest)

  • પ્રેરણા (Motivation) 

  • વ્યક્તિત્વ (Personality)

  • ઉંમર (Age)

  • સાંસ્કૃતિક આઘાત (Cultural shock) 


ઉપરોક્ત મનોવૈજ્ઞાનિક પરિબળોની વિગતે ચર્ચા કરીએ. 


(1) બુદ્ધિશક્તિ (Mental ability) :


બૌદ્ધિક રીતે વિકાસશીલ બાળકો ભાષા ઝડપથી ગ્રહણ કરે છે. માનસિક શક્તિઓમાં બુદ્ધિ, સ્મૃતિ, તર્ક, એકાગ્રતા, અર્થગ્રહણ, સંયોજન, પૃથક્કરણ અને સામાન્યીકરણ જેવી શક્તિઓનો સમાવેશ થાય છે. પ્રતિભાશાળી બાળકો નાની વયે બોલતાં અને વાંચતાં શીખે છે.


  1. બાળકો અનુકરણથી ભાષા શીખે છે. બુદ્ધિશાળી બાળકો ઝડપથી અનુકરણ કરી શકે છે તેથી તેઓ ઝડપથી ભાષા શીખે છે. બુદ્ધિને ભાષાવિકાસ સાથે સીધો સંબંધ છે, એવું મંતવ્ય આપતાં ટર્મન લખે છે કે, “શારીરિક ઉંમરમાં તફાવત હોય છતાં માનસિક ઉંમર સરખી હોય તેવાં બાળકોનો શબ્દભંડોળ લગભગ સરખો જ હોય છે.”


  1. પ્રતિભાશાળી બાળકો નાની વયે પુસ્તકો અને વાર્તાઓમાં રસ દાખવે છે તેથી તેઓ ઝડપથી ભાષા શીખે છે.


  1. મંદ બુદ્ધિવાળાં બાળકો શબ્દોના અર્થોને સમજી શકતા નથી, તેથી તેઓ શબ્દોને વાક્યોમાં ગોઠવી શકતા નથી, જેને કારણે ભાષા શીખવામાં તેમને મુશ્કેલી પડે છે.


  1. 132 બુદ્ધિઆંક ધરાવતાં બાળકોની ભાષાસમૃદ્ધિ ઉત્તમ કક્ષાની હોય છે.


આમ, બુદ્ધિશાળી બાળકો ઝડપથી ભાષાને સમજી શકે છે, વાંચી શકે છે અને લખી શકે છે. તેઓની સ્મૃતિશક્તિ સારી હોવાથી ભાષા વિકાસ માટે વધુ શક્યતાઓ રહે છે.


(2) હેતુ (Intention) :


તેને ભાષા અધ્યયન માટે ભાષાને શીખવા માટેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. માતૃભાષા એ સહજ રીતે શીખાતી ભાષા છે, માટે પ્રયત્ન કરવા પડતા નથી, જ્યારે અન્ય ભાષા શીખવા માટે. પ્રયત્નો કરવા પડે છે. પરંતુ માતૃભાષામાં પણ શબ્દભંડોળ વિકસાવવા, વ્યાકરણના નિયમો શીખવા, ભાષા અભિવ્યક્તિ કૌશલ્ય વિકસાવવા પ્રયત્ન કરવા પડે છે. ભાષાના અધ્યયન હેતુઓ સ્પષ્ટ કરવા પડે છે. જેવા કે . માટે


  1. માત્ર સામાન્ય વ્યવહાર માટે ભાષા શીખવી.

  2. અસરકારક શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે ભાષા શીખવી.

  3. અસરકારક કથન કૌશલ્ય વિકસાવવા માટે ભાષા શીખવી. 

  4. અસરકારક વાચન કૌશલ્ય વિકસાવવા માટે ભાષા શીખવી. 

  5. અસરકારક લેખન કૌશલ્ય વિકસાવવા માટે ભાષા શીખવી.

  6. ભાષાનો વ્યાકરણ શીખવાના હેતુથી અભ્યાસ કરવો.’ 

  7. વ્યાવસાયિક કાર્યો માટે ભાષા શીખવી. 

  8. સાહિત્યના અભ્યાસ માટે ભાષા શીખવી. 

  9. વિવેચન કરવા માટે ભાષા શીખવી. 

  10. કોઈ ચોક્કસસમુદાયનો અભ્યાસ કરવા માટે તે સમુદાયની ભાષા શીખવી.


આમ, ભાષા શીખવા માટેના વિવિધ હેતઓ હોઈ શકે છે.


(3) ધ્યાન (Attention) :


કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે ધ્યાન અગત્યનું પરિબળ છે. ભાષા શીખવાનું પ્રથમ સોપાન ધ્યાન આપવું કે લક્ષમાં લેવું છે. શીખવાની પ્રક્રિયામાં જે બાબતો પર ધ્યાન અપાય છે, તે બાબતો ઝડપથી શીખાય છે. ધ્યાન આપવાની ક્ષમતા વ્યક્તિગત બાબત છે. ઘણાં બાળકો ખૂબ ચંચળ હોય છે તેથી તેઓ કોઈ એક બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકતાં નથી. જયારે કેટલાંક બાળકો શીખતી વખતે શીખવાની પ્રક્રિયામાં એકાગ્ર થઈને શીખે છે. ધ્યાનથી શીખવાથી અધ્યયનની પ્રક્રિયા અસરકારક રીતે થાય છે અને ઝડપથી શીખી શકાય છે.


(4) રસ (Interest) :


બાળક જયારે ભાષાનું મહત્ત્વ સમજે છે ત્યારે તેને ભાષા શીખવામાં રસ ઉત્પન્ન થાય છે. ભાષા રસ જાગૃત થતાં બાળક નવા શબ્દોનો ઉપયોગ કરે છે. ભાષામાં ઉપયોગ થતી કહેવતો અને રૂઢિપ્રયોગોના પ્રયોજનો સમજે છે અને તેનો ઉપયોગ કરે છે. શબ્દો વચ્ચે અર્થપૂર્ણ જોડાણો બનાવતાં શીખે છે. ભાષાની સુંદરતાથી પરિચિત થાય છે. ભાષા અધ્યયન પ્રત્યે રસ જાગ્રત થાય છે.


(5) પ્રેરણા (Motivation) :


કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિની જેમ જ, અધ્યેતાની પ્રેરણા તેમની સફળતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. માતૃભાષાને સમૃદ્ધ બનાવવા કે નવી ભાષા શીખવા પ્રેરણા ખૂબ જ અગત્યનું પરિબળ છે. પ્રેરણા પુરી પાડવાથી વિદ્યાર્થીનો ઉત્સાહ જળવાય રહે છે. તેથી પ્રેરણાનો મહત્તમ ઉપયોગ કરવો એ બાળકો માટે ભાષા શિક્ષણને સુધારવાનો એક અસરકારક માર્ગ છે.


જે અધ્યેતાને તેમના મનપસંદ શિક્ષક દ્વારા ભાષા શીખવવામાં આવે તો અધ્યયન વાતાવરણને વધુ લચીલું બનાવી શકાય છે. શીખવા માટે સકારાત્મક અને આનંદપ્રદ વાતાવરણ ભાષા શીખવા માટે પ્રેરક બની રહે છે. શાળામાં ભાષાશિક્ષણ માટે ભાષા રમતો, ઓડિયો ટેપ, વીડિયો ટેપ વગેરે દશ્ય-શ્રાવ્ય સાધનો પણ પ્રેરણાત્મક અને ઉપયોગી પુરવાર થાય છે. બીજી ભાષા શીખવામાં ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલો કરે છે આવા સમયે જો તેમણે હકારાત્મક પ્રેરણા પૂરી પાડવામાં આવે તો તેઓ ઝડપથી ભાષા શીખી છે અને તેમનો શીખવાનો ઉત્સાહ જળવાઈ રહે છે.


(6)વ્યક્તિત્વ  (Personality) :


સંશોધનને આધારે જાણવા મળ્યું છે કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતાં બાળકો બીજી ભાષા શીખવામાં વધુ ઝડપી હોય છે. જયારે અંતર્મુખી બાળકો મુખ્યત્વે મૌખિક કૌશલ્યના વિકાસમાં ધીમી પ્રગતિ દશવિ છે. બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતાં બાળકો બોલવાની તકનો ઝડપથી લાભ લઈ લે છે. જ્યારે અંતર્મુખી બાળકો આવી તકોનો લાભ ઝડપથી લેતા નથી તેથી તેમની ભાષા શીખવાની ગતિ ધીમી રહે છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે અંતર્મુખી બાળકો લેખનમાં વધુ સારી પ્રગતિ દર્શાવે છે, જ્યારે બહિર્મુખી બાળકો કથનમાં વધુ પ્રભાવ પાડી શકે છે. 


(7) ઉંમર (Age) :


સંશોધનોએ એ પણ તારવ્યું છે કે બીજી ભાષાનું સંપાદન, શીખનારની ઉંમરથી ખૂબ પ્રભાવિત થાય છે. તરુણો કે જેઓ પહેલાથી જ પોતપોતાની માતૃભાષાઓમાં વધુ પ્રભુત્વ ધરાવે છે, તેઓ નવી ભાષાઓને વધુ કાર્યક્ષમ રીતે શીખી શકે છે. મોટી ઉંમરના લોકો પણ ભાષા શીખવામાં ઝડપથી પ્રાવીણ્ય પ્રાપ્ત શકે છે, પરંતુ તેઓને મૂળ ભાષીઓની સમકક્ષ અઅલિત | ઉચ્ચારણ (fluency) અને ઉચ્ચારણ હાંસલ કરવા માટે સખત | મહેનત કરવાની જરૂર પડે છે. યુવાનો ભાષા શીખવા માટે અને , પ્રભુત્વ મેળવવા માટે આવશ્યક ક્ષમતાઓ અને જટિલ ) કરી ભૂહરચનાઓનો ઉપયોગ કરે છે.



(8) સાંસ્કૃતિક આધાત (Cultural shock)


સાંસ્કૃતિક આધાત એ અન્ય પ્રભાવશાળી પરિબળ છે જે શીખનાર પર તણાવનું કારણ બની શકે છે કારણ કે શીખનારને નવી સંસ્કૃતિ સાથે ફરીથી પરિચય વિકસાવવાનો હોય છે. દરેક ભાષાનું મૂળ અને પૃષ્ઠભૂમિ તેમજ ભાષાના નિયમો ભિન્ન હોય છે. ક્લાઈને જણાવ્યું હતું કે ‘ચિંતા અને નવી સંસ્કૃતિમાં પ્રવેશતા ભાષા શીખનારાઓ દ્વારા સામનો કરવામાં આવતી દિશાહીનતા વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવી શકે છે.” 



(3) સામાજિક પરિબળો (Social Factors) :



સામાજિક જ્ઞાનાત્મક વિકાસના પ્રણેતા લેવ વિગોત્સકીના મતાનુસાર બાળક જે સંસ્કૃતિની સામાજિક સંસ્થામાં મોટું થાય છે તેમાં જે પ્રવૃત્તિ કરે છે, એ બધામાં ભાષાની ભૂમિકા મહત્ત્વની છે. બાળક કેવી રીતે વિચારે છે તે નક્કી કરવામાં બાળકનો ઉછેર જે સમાજમાં થાય છે તે સમાજનો ઇતિહાસ અને બાળકનો વ્યક્તિગત ઈતિહાસ એ બે પરિબળોનો મહત્ત્વનો ફાળો છે. તેઓ કહે છે કે, બાળકના સાંસ્કૃતિક વિકાસમાં પ્રત્યેક કાર્ય પ્રથમ સામાજિક કક્ષાએ અને ત્યારબાદ વૈયક્તિક કક્ષાએ એમ બે વાર જોવા મળે છે. અર્થાત્ પ્રથમ લોકોની વચ્ચે (interpsychological) અને ત્યારબાદ બાળકની અંદર (Intrapsychological).


વિગોત્સકી માને છે કે, બાળકો પોતાની સંસ્કૃતિના વધુ સક્ષમ પુખ્ત વ્યક્તિઓ કે વધુ સક્ષમ સમાન વ્યક્તિઓ સાથે વાતચીત કે આંતરક્રિયાઓથી તેમનો જ્ઞાનાત્મક વિકાસ થાય છે. આ લોકો બાળકને ભાષા શીખવા અને બૌદ્ધિક રીતે વિકસવા માટે જરૂરી માહિતી અને આધાર આપીને માર્ગદર્શકો અને શિક્ષકોનું કામ કરે છે. વડીલો બાળકને કાળજીપૂર્વક સાંભળે છે અને બાળકની સમજના વિકાસ માટે સાચી મદદ પૂરી પાડે છે. વડીલો અને સમવયસ્કો મળે બાળક ઝડપથી ભાષા શીખે છે. શીખવાની આ પ્રક્રિયામાં બાળક એકલું પડતું નથી પરંતુ તેને કુટુંબના સભ્યો, શિક્ષકો અને સમવયસ્કોની સતત સહાય મળે છે. આ સહાય મોટેભાગે ભાષા દ્વારા આપવામાં આવે છે. સામાજિક આંતરક્રિયા બૌદ્ધિક વિકાસ માટે પોષક બને છે આથી બાળકને શાળામાં અન્ય બાળકો સાથે વાતચીત કરવાની તક મળવી જોઈએ, જેથી તેઓને દલીલ અને ચર્ચા કરવાનો અવકાશ રહે અને આ રીતે ભાષાશક્તિનો વિકાસ થાય.


 સામાજિક પરિબળોમાં મુખ્યત્વે નીચેનાં પરિબળોનો સમાવેશ થાય છે. 


  • બાળકની કુટુંબમાં વડીલો સાથેની આંતરક્રિયા 

  • બાળકની માતા-પિતા સાથેની વાતચીત 

  • બાળકના ઘરનું વાતાવરણ 

  • બાળકની મિત્રો અને સમવયસ્કો સાથેની વાતચીત 

  • બાળકનો સમુદાય સાથેનો સંપર્ક 

  • સામાજિક પ્રસંગો

  • સમાજમાં શિક્ષણનું સ્તર 

  • શાળામાં વર્ગખંડનું

  • વાતાવરણ શિક્ષકનો વર્ગવ્યવહાર

  • સમૂહ માધ્યમો


ભાષા વિકાસ માટે શુદ્ધ અને સમૃદ્ધ ભાષાકીય વાતાવરણ મળવું - અતિ આવશ્યક છે. બાળકને બોલવા તેમજ સાંભળવાના પૂરતા અવસરો પ્રાપ્ત થાય તો બાળક ઝડપથી ભાષા શીખી શકે છે. સંશોધનોએ તારવ્યું છે કે ભાષાકીય વિકાસ સંદર્ભે છોકરીઓ છોકરાઓ કરતાં વધુ ગતિશીલતા દર્શાવે છે. ભાષાશાસ્ત્રીઓ એ વાતને અનુમોદન આપે છે કે પ્રાથમિક કક્ષાએ ઘરમાં બોલાતી ભાષા બાળકની અધ્યયન પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવે છે. શિક્ષિત ઘરોમાં શુદ્ધ ભાષામાં વાતચીત કરવાનો વધુ આગ્રહ રખાય છે, તેથી બાળકો પણ શુદ્ધ માન્ય ભાષાના શબ્દો વધુ બોલે છે. વિભક્ત કુટુંબો કરતાં સંયુક્ત કુટુંબોમાં સભ્યોની સંખ્યા વધુ હોવાથી બાળકોને વાતચીત કરવાનો અને વિવિધ શબ્દો તથા વાક્યો સાંભળવાનો અવકાશ વધુ મળે છે, તેથી તેઓનું શબ્દવૈવિધ્ય વધુ વિસ્તરેલું હોય છે.



Read  More …








Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏